Top News

More Posts

   The Latest

Most Popular

દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પિપલોદ ગામે 20 વર્ષીય યુવતીને સિંગવડ તાલુકામાં રહેતા એક યુવક સાથે ચાર વર્ષ સુધી પ્રેમ સંબંધ હોય યુવક દ્વારા આ ચાર વર્ષના સમયગાળા દરમિયાન સગીરાને લગ્નની લાલચ આપી અવારનવાર તેની ઉપર દુષ્કર્મ આચર્ય બાદ અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતાં અને 20 વર્ષીય યુવતી સાથે યુવકે તેના માતા પિતાની મદદથી યુવતી સાથે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરતા યુવતીએ પોલીસના દરવાજા ખટખટાવ્યા હોવાનું જાણવા મળે છે.

 જામદરા ગામે રહેતો ઘનશ્યામભાઈ હરિભાઇ પટેલ વર્ષ 2018ની સાલથી દેવગઢ બારીયા તાલુકામાં રહેતી ૨૧ વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. ગત તારીખ ૨૨મી માર્ચ 2021ના રોજ યુવતીને ઘનશ્યામભાઈ એ કહેલ કે, મારે તારી સાથે બે વર્ષથી પ્રેમસંબંધ છે, જેથી હું તને મારે ઘરે લઈ જવાનો છું, તેમ કહી એક પોતાના ઘરે લાવી ઘનશ્યામે પોતાના માતા – પિતા હરિભાઈ ભારતભાઈ પટેલ અને સમરતબેન હરિભાઇ  પટેલે યુવતીને કહેલ કે, તમારી બંનેની સગાઇ નક્કી કરી તમારા લગ્ન કરી આપવાના છે, જેથી હાલ તું તારા પિતાના ઘરે જતી રહે, તેમ કહેતા યુવક ઘનશ્યામભાઈએ યુવતીને તેના ઘરે જે તે સમયે મૂકી ગયો હતો ત્યારબાદ ફરીથી યુવતીને તારીખ ૧૮મી એપ્રિલ 2021ના રોજ યુવક ઘનશ્યામભાઈએ યુવતીને કહે કે, મારા લગ્ન તારી સાથે જ કરવાના છે.

જેથી હું ફરીથી તને આજરોજ મારા ઘરે લઈ જવાનો છું, તેમ કહી રાત્રિના સમયે યુવતીને તેના ઘરેથી ઘનશ્યામભાઈ લઈ ગયો હતો અને તારીખ 21.04. 2018ના રોજથી ૪ દિવસ સુધી પોતાના ઘરે યુવકે તેને રાખી હતી. આ દરમિયાન ઘનશ્યામભાઈએ 20 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચાર્ય હતું ત્યારબાદ યુવતીને તેના ઘરે મૂકી આવ્યો હતો ત્યારબાદ તારીખ 24.04.2021ના રોજ ઘનશ્યામભાઈના માતા – પિતાએ ઘનશ્યામ ભાઈના લગ્ન અંબા ગામની એક યુવતી સાથે કરી દીધા હતા જેથી યુવતીએ દેવગઢ બારીયા પોલીસ મથકે યુવક અને તેના માતા – પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

To Top