Top News

More Posts

   The Latest

Most Popular

ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં હવે કુલ 105 પોઝિટિવ કેસો નોંધાયા છે અને અમદાવાદમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. આ 105માંથી સૌથી વધુ 40 કેસો અમદાવાદમાં નોંધાયા છે જેને લઇને અમદાવાદ પ્રશાસન અને આરોગ્ય વિભાગ વધારે ઝડપથી કેસો શોધવામાં લાગી ગયું છે. આજે અમદાવાદમાં નવા પાંચ કેસો નોંધાયા છે. ભાવનગર અને ગાંધીનગરમાં 2-2 કેસો નોંધાયા છે. ગુજરાતમાં કુલ 10 લોકોનાં મોત અત્યાર સુધી કોરોનાવાયરસના લીધે થઇ ચૂક્યા છે. આજે અમદાવાદમાં જે કેસો નોંધાયા છે. તેમાં આંબાવાડીમાં 1, નવરંગપુરામાં 1, જમાલપુર 1, બાપુનગર 2 કેસો નોંધાયા છે.
પાટણમાં 1, ભાવનગરમાં 2, ગાંધીનગરમાં 2 કેસો સામે આવ્યા છે.

To Top