Top News

More Posts

   The Latest

Most Popular

‘અમે પીએમઓમાંથી આવ્યા છીએ’ તેવું કહીને અંબાજી મંદિરમાં છ શખ્સો ગર્ભગૃહમાં દર્શન કરી ગયા હતા. આ મામલે મંદિરના ઈન્સ્પેક્ટર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના પગલે હવે તપાસ શરૂ થઈ ગઈ છે. પોતાની ઓળખ પ્રમોદલાલ તરીકે આપીને કહ્યું હતું કે ‘અમે પીએમ નરેન્દ્ર મોદીની સલાહકાર સમિતિના સભ્યો છીએ.’

ગત તા.13મી જુલાઈના રોજ બપોરે 1.45 વાગ્યે એક વ્યક્તિએ પોતાની ઓળખ પ્રમોદલાલ છે એટલું જ નહીં ‘અમે પીએમ મોદીની સલાહકાર સમિતિના સભ્યો છીએ’, તેમ કહી નીજ મંદિરમા દર્શન કરાવવાની વાત કરી હતી.

તેમની રિકવેસ્ટ મુજબ અંદર ગર્ભગૃહમાં લઈ જઈને માતાજીના દર્શન કરાવવામાં આવ્યા હતા. આ લોકો બોગસ હોવાનું ધ્યાને આવતાં હવે આ મામલે ટેમ્પલ ઈન્સ્પેકટર દ્વારા અંબાજી મદિર ખાતે ફરિયાદ દાખલ કરાઈ હતી. અંબાજી પોલીસે પ્રમોદલાલ સહિત છ શખ્સો સામે તપાસ શરૂ કરી છે. જેમાં મંદિરના સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે

To Top