Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: રાજ્ય સરકાર દ્વારા કોવિડ મહામારીને પગલે પરીક્ષા નહિ લરવાના નિર્ણય બાદ એકેડેમિક માસ પ્રમોશન આપવાનું જાહેર કરવામાં આવતા ધો-12માં તમામ વિધાર્થીઓ પાસ થયા હોવાથી આ વર્ષે પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર વિધાર્થીઓની સંખ્યામાં વધારો થશે.એમ એસ યુનિ.માં પ્રથમ વર્ષમાં દર વર્ષ કરતા વધુ વિધાર્થીઓ આવશે તેથી દરેક ફેકલ્ટીઓમાં ઓરથમ વર્ષની બેઠકોમાં વધારો કરવાની માંગ સાથે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા અગાઉ અનેક વાર બેઠકો વધારવા મુદ્દે  આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. ત્યારે મંગળવારે પુનઃ એબીવીપીના વિધાર્થીઓએ સુત્રોચ્ચારો કરીને હેફ ઓફીસ ખાતે દેખાવો યોજવામાં આવ્યો હતો.

વડોદરા ની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના એબીવીપી ના વિદ્યાર્થીઓ દ્વારા હાલ ની પ્રવેશ બેઠકો માં 25 ટકા વધારો કરવા ની માંગ સાથે યુનિવર્સિટી ના  રજિસ્ટ્રાર ને આવેદન પત્ર આપવા માં આવ્યું હતું અને જણાવ્યું હતું કે  યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓ માં કેટલાય વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે પ્રવેશ થી વંચિત છે કોરોના મહામારી ના પગલે સરકાર દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપવા માં આવ્યું હતું જેથી વિવિધ યુનિવર્સિટીમાં માં પ્રવેશ ની પ્રક્રિયા જટીલ બની છે ત્યારે વડોદરા ની મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીમાં પ્રવેશ બેઠકો માં 25 ટકા જેટલી વધારવાની માંગ કરવાની સાથે રાજીસ્ત્રરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

અને જો બેઠકો વધારવા માટે નહીં આવે અને વિધાર્થીઓ પ્રવેશ વગર રહી જશે તો  એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ એબીવીપીના વિધાર્થી અગ્રણી નિશિત વરિયાએ જણાવ્યું હતું. યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડો. કે.એમ. ચુડાસમા એ જબાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીને પગલે એકેડેમિક પ્રમોશન આપવામાં આવ્યું હોવાથી  એમ એસ યુનિ. દ્વારા જે જનરલ અભ્યાસક્રમો છે તેવી ફેકલ્ટીમાં દરેકનો સમાવેશ કરવાનો અમારો પ્રયત્ન રહેશે.પરંતુ એન્જીનીયરીંગ, પોલીટેક્નિક, મેનેજમેન્ટ, બીબીએ, સ્પેશિયલ કોર્સ જેમાં એટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે.

To Top