National

પીએમ મોદીની અફઘાનિસ્તાન, ગૃહ, સંરક્ષણ, નાણામંત્રી અને NSA સંબંધિત ઉચ્ચ સ્તરીય બેઠક

નવી દિલ્હી : અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિએ ભારત (India) માટે ચિંતા વધારી છે. ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા (review) કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે ​​તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક (meeting) બોલાવી હતી. 

આ બેઠકમાં સંરક્ષણ મંત્રી (defense minister) રાજનાથ સિંહ (rajnath sing), ગૃહમંત્રી અમિત શાહ (amit shah), નાણામંત્રી નિર્મલા સીતારામન ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (ajit dobhal) પણ હાજર છે.મળતી માહિતી અનુસાર, વડાપ્રધાન અફઘાનિસ્તાનની સ્થિતિ લઈને સતત ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં છે. તેઓ મોડી રાત સુધી પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી રહ્યા હતા અને કાબુલથી ઉડતી ફ્લાઇટ વિશે અપડેટ કરવામાં આવ્યા હતા. જેમાં ભારતીય વાયુ સેનાના એક વિમાન ગુજરાતના જામનગર પરત ફરવા પર હાશકારો અનુભવ્યો હતો તો પીએમએ જામનગર પરત આવેલા લોકો માટે ભોજન અને અન્ય વ્યવસ્થા માટે સૂચનાઓ પણ આપી હતી. 

અફઘાનિસ્તાનથી ભારતીય એરફોર્સ વિમાન ગુજરાતના જામનગર પહોંચ્યું

ઉલ્લેખનીય છે કે કાબુલમાં ભારતીય રાજદૂત અને દૂતાવાસના કર્મચારીઓ સહિત 120 લોકોને લઈને ભારતીય વાયુસેનાનું વિમાન મંગળવારે અફઘાનિસ્તાનથી ગુજરાતના જામનગર પહોંચ્યું હતું. સી -19 વિમાન સવારે 11.15 વાગ્યે જામનગરના એરફોર્સ બેઝ પર ઉતર્યું હતું, આ વિમાન દ્વારા આશરે 120 લોકોને સુરક્ષિત રીતે તેમના ઘરે લાવવામાં આવ્યા છે. દરેક વ્યક્તિ પોતાના દેશમાં પહોંચ્યા બાદ ખૂબ ખુશ દેખાઈ રહ્યો છે અને આ દરમિયાન દરેક વ્યક્તિએ ભારત માતા કી જયના ​​નારા પણ લગાવ્યા હતા. અને ત્યારબાદ રિફ્યુઅલિંગ બાદ બપોરે 3 વાગ્યે દિલ્હી નજીક હિન્ડન એરબેઝ માટે રવાના થયું હતું. આ વિમાન સાંજે હિન્ડન એરપોર્ટ પહોંચ્યું.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાનના કબજા બાદ ત્યાં ઉભી થયેલી પરિસ્થિતિને જોતા આ વિમાન ભારતીય કર્મચારીઓ સાથે કટોકટીમાં લોકોને બહાર કાવા માટે કાબુલથી ઉપડ્યું હતું. અફઘાનિસ્તાનમાં ભારતના રાજદૂત રુરેન્દ્ર ટંડને જણાવ્યું હતું કે કાબુલમાં પરિસ્થિતિ હવે ખૂબ જટિલ છે. અને નાજુક છે, ત્યાં ફસાયેલા લોકોને વાણિજ્યિક ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે એવું નથી કે અમે અફઘાનિસ્તાનના લોકોને છોડી દીધા છે, તેમના કલ્યાણ અને તેમની સાથેનો અમારો સંબંધ કાયમ ચાલુ રહેશે. અમે તેમની સાથે અમારી વાતચીત ચાલુ રાખવાનો પ્રયત્ન કરીશું. 

તેમણે કહ્યું કે અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ કારણ કે ત્યાં હજુ પણ કેટલાક ભારતીય નાગરિકો છે. એટલા માટે જ્યાં સુધી કાબુલમાં એરપોર્ટ કાર્યરત છે, એર ઇન્ડિયા કાબુલ માટે તેની વ્યાપારી સેવાઓ ચાલુ રાખશે.

Most Popular

To Top