વડોદરા: લાખો રૂપિયાના ડોલર તદ્ન નજીવા ભાવે આપવાની લાલચ આપીને ગ્રાહકને ચૂનો લગાવતી ટોળકીનાં પાંચ ઈસમોને એસઓજીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતાં....
સુરત: તાલીબાન દ્વારા ગઈકાલે કાબૂલની સાથે સમગ્ર અફઘાનિસ્તાન ઉપર કબ્જો કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ત્યારે સુરતમાં અફઘાનિસ્તાનના 14 જેટલા વિદ્યાર્થીઓ...
લોર્ડસ ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે મહંમદ શમી અને જસપ્રીત બુમરાહે 89 રનની ભાગીદારી કરીને ઇંગ્લેન્ડની વિજયની સંભાવનાઓને મારી હઠાવીને આ બંનેની...
સુરતના અગ્રવાલ સમાજના મોભી અને અગ્રસેનભવનમાં ફાઉન્ડરના પુત્ર એવા પાંડેસરા જીઆઈડીસીના જાણીતા બંધુઓએ 50 કરોડથી વધુની નાદારી નોંધાવતા બેંક ઓફ બરોડાએ પોતાનું...
સુરત શહેરની વસતી પોણો કરોડને પાર ભલે પહોંચી છે પરંતુ રેલવે સ્ટેશન આજે પણ 1980ના દાયકામાં જે અવસ્થામાં હતુ તે અવસ્થામાં જ...
અમેરિકાની ઇન્સિટ્યુટ જેવા જ ડુપ્લિકેટ ડાયમંડ સર્ટિફિકેટના આધારે સુરતમાં હીરાનો વેપાર કરતા એક વેપારીને મહિધરપુરા પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે આ વેપારીની...
શહેરના હાર્દ સમાન કોટ વિસ્તારના ચોક બજારમાં આવેલી જૂની સિવિલ હોસ્પિટલની દિવાલ ઉપર અસામાજિક તત્વો દ્વારા રાષ્ટ્ર વિરોધી લખાણ લખતા ભારે વિવાદ...
અમેરિકી પ્રમુખ જો બાઇડન તથા ટોચના અમેરિકી અધિકારીઓ તાલિબાનોએ જે ઝડપથી આખું અફઘાનિસ્તાન કબજે કરી લીધું તેનાથી ડઘાઇ ગયા છે અને અમેરિકાના...
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે તાલિબાનોને ખુલ્લું સમર્થન આપતા હોય તે રીતે કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકોએ ગુલામીની સાંકળો તોડી નાખી છે.પહેલા...
અફઘાનિસ્તાનના પ્રમુખપદેથી રાજીનામુ આપ્યા બાદ અશરફ ગની જે હેલિકોપ્ટરમાં દેશ છોડીને જતા રહ્યા હતા તે હેલિકોપ્ટરમાં રોકડ નાણુ ઠાંસી ઠાંસીને ભર્યું હતું...
રવિવારે ભારત જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું હતું ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પશ્ચિમી ટેકાની સરકારને ઉથલાવીને અફઘાનિસ્તાન અને એની રાજધાની કાબુલ પર...
એક બાજુ રાજ્યમાં વરાસદ ખેંચાયો છે ત્યારે 15 ઓગસ્ટે માત્ર એક જ દિવસમાં ૧૦.૩ કરોડ યુનિટ્સ ખેડૂતોને પૂરા પડાયા છે. જે ગત...
ગરીબોને ૫ લાખ ગેસ કનેક્શન અપાશે: ખેડૂતોને ગોડાઉન બાંધવા ૩૦ હજારની સહાયમાં વધારો કરી ૫૦ હજાર ચુકવાશે.જુનાગઢમાં પોલીસને ૧૦,૦૦૦ બોડી વોર્ન કેમેરા...
કેટલીકવાર યુગલો (couple) પ્રેમની ઊંડી તપાસ કરવા માટે લિવ-ઇન રિલેશનશિપ (live in relationship)માં રહેવાનું નક્કી કરે છે. સાથે રહેતા પછી, જીવનસાથીની સારી અને...
રાજ્યમાં હેવ કોરોનાના કેસ નહીંવત થઈ ગયા છે, રોજના નવા કેસની સંખ્યાં લગભગ 20ની અંદર આવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ...
રાજ્યના 4 કરોડથી વધુ નાગરિકો કોરોનાની રસીનો પ્રથમ અથવા બીજો ડોઝ મેળવી ચૂક્યા છે. જેના આધારે ગુજરાત રાજ્ય કોરોના રસીકરણમાં પ્રતિ મિલિયન...
ગાંધીનગરમાં શ્રી કમલમ કાર્યાલય ખાતે 15મી ઓગસ્ટે ધ્વજ વંદન કાર્યક્રમ બાદ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું હતું કે, સરકારમાં કોઈ નેતૃત્વ...
કેન્દ્રીય આરોગ્ય મંત્રી (Health minister) મનસુખ માંડવિયા (mansukh mandviya) સોમવારે કેરળ (kerala)ની રાજધાની તિરુવનંતપુરમ પહોંચ્યા હતા અને કેરળમાં કોરોના વાયરસ (Covid)ની મહામારીની...
ભારત (India)ના લોઅર ઓર્ડર બેટ્સમેન મોહમ્મદ શમી (Mo sami) અને જસપ્રીત બુમરાહે (Jaspreet bumrah) ઈંગ્લેન્ડ (England) સામેની બીજી ટેસ્ટ ક્રિકેટ મેચ (2nd...
હાલ ભારત (India) દેશમાં પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ના ભાવ પોતાની સૌથી વધુ ઊંચાઈ (Highest hight) પર છે. અને સતત વધતા જ જઈ...
સુષ્મિતા દેવે (Sushmita dev) કોંગ્રેસ (Congress) છોડી દીધી છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ (former mp) સુસ્મિતા દેવ પાર્ટીમાંથી રાજીનામું (resignation) આપીને...
ઇન્ડિયન આઇડોલ -12 (Indian idol-12) વિજેતા પવનદીપ (Pawandeep) રાજન બોલિવૂડ (Bollywood)ના દિગ્ગજ સલમાન ખાન (Salman khan) માટે ગાવા માંગે છે. તે કહે છે...
અફઘાનિસ્તાન (Afghanistan)માં ફરી તાલિબાન (Taliban) શાસનની સ્થાપનાથી ડરી ગયેલા લોકો કોઈપણ રીતે દેશ છોડવા માંગે છે. આનું એક ભયાનક દ્રશ્ય સોમવારે કાબુલ એરપોર્ટ...
સુરત: 2 વર્ષ પૂર્વે જ તાપી નદી (Holy river tapi)માં મૂર્તિઓના વિસર્જન (dasama visarjan) પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જેના પગલે હવે...
સુરત: ડિંડોલીમાં હિન્દુ યુવતી (Hindu girl)ને પોતાની પ્રેમજાળ (love scam)માં ફસાવી ધર્મ અંગીકાર (religion transfer) કરવાનું દબાણ કરનાર મો.અખ્તરને પોલીસે પકડી પાડ્યો...
સુરત (Surat) શહેરના સૌથી મોટા ગણેશોત્સવ (Ganesh utsav) માટે મ્યુનિસિપલ કમિશરે તમામ ઝોનના અધિકારીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં સ્પષ્ટ થાય...
સુરત: કોરોના (Corona)ની પ્રથમ અને બીજી લહેર (Wave) પછી હવે સુરત (Surat)માં સામાન્ય સ્થિતિ છે. ત્યારે રાજ્ય સરકારની કોવિડ-19ની ગાઇડલાઇન (covid guideline)...
કાબુલ: તાલિબાન (Taliban)ના કબજા બાદ અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિ ભયાનક (Life in danger) થઇ રહી છે. લોકો કોઈ પણ સામાન લીધા વગર દેશ છોડીને...
જમ્મુ અને કાશ્મીર અંગે, પીએમ મોદીએ લાલ કિલ્લાના પ્રાંત પરથી કહ્યું હતું કે બધાની ક્ષમતાને યોગ્ય તક આપવી એ લોકશાહીની વાસ્તવિક ભાવના...
ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતે સાત મેડલ મેળવ્યા. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સૌ ખેલાડીઓને અભિનંદન પાઠવીએ.નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં જીતેલો ગોલ્ડ મેડલ એથ્લેટિક્સમાં પહેલો અને...
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
વડોદરા: લાખો રૂપિયાના ડોલર તદ્ન નજીવા ભાવે આપવાની લાલચ આપીને ગ્રાહકને ચૂનો લગાવતી ટોળકીનાં પાંચ ઈસમોને એસઓજીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. અને છાણી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ગણત્રીના કલાકો ઉકેલીને ડોલર, રોકડ, ફોન, બાઈક સહિત 2.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રામાકાકાની ડેરી પાસે 25 થી 35 વર્ષની વયના ચારથી પાંચ ઈસમો સસ્તાભાવે ડોલરની લાલચ આપીને ઠગાઈનું ષડયંત્ર રચી રહ્યા છે. ચુનંદા સ્ટાફે ઘટનાસ્થળે કોર્ડન કરીને છાપો માર્યો હતો.
બે મોટર સાઈકલ ઉપર પાંચ શંકાસ્પદ ઈસમની પુછતાછ કરીને અંગઝડતી લેતા ડોલરની 11 નોટ, રોકડા 1.50 લાખ, 3 મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસે કડકાઈભરી પુછતાછ કરતા જ આરોપી ખેડાની કુખ્યાંત તળપદા ગેંગ હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી. સુત્રધાર મનાતો (૧) નવીન વિનુભાઈ (ર) સુિનલ કાભાઈ (3) વિજય રયજીભાઈ (4) રમણ ઉર્ફે ટીનો કનુભાઈ (5) અને જગદીશ ઉર્ફે ગગુ કનુભાઈ (તમામ રહે- ચલાલી, તા.નડીયાદ, જી.ખેડા) રહેવાસી છે. ભેજાબાજે નવિન અને દિનેશ મહારાજના નામે ઓળખ અાપી સસ્તા ભાવે ડોલર પધરાવી દેવાની લાલચ ગ્રાહકને આપતા હતા.
૧૦૦ ડોલરવાળી નોટની થપ્પીમાં ઉપર એક જ નોટ 100 ડોલરની રાખીને અંદર 99 નોટ 1 ડોલરની મુકતા હતા. અને ગ્રાહક પાસેથી નાણાં મળતા જ 199 ડોલરની મળી આવતા જ રસ્તામાં નોટ ગણવી નહીં ની મોડસ ઓપરેન્ડી અપનાવતા હતા. ત્રણ સપ્તાહ પૂર્વે આરોપીઓએ બે ગ્રાહકો સાથે ઠગાઈ કરીને 1.50 લાખ ખંખેર્યા હતાં. નવિન તો ઠગાઈના ગુનામાં પાંચ વર્ષ પૂર્વેથી પાવરધો બની ચૂક્યો છે. 2016 માં ભાલેજમાં ચાંદીના સિક્કા સસ્તા ભાવે આપવાની લાલચ આપીને ગ્રાહકના 6.11 લાખ રૂપિયા લઈ ગયાનો ગુનો નોંધાયો હતો. પોલીસને ચોક્કસ સંદેહ છે કે આરોપીઓની વધુ પુછતાછમાં અનેક ઠગાઈના ગુના સપાટી પર આવશે.
બાજવા કરોડીયા રોડ સ્થિત યોગીદર્શન સોસાયટીમાં રહેતા મનોજ ચક્રબહાદુર સોની એલેમ્બીક સ્કૂલ સામે ચાઈનીઝ લારી ધરાવે છે. એક માસ પૂર્વે દિનેશ મહારાજ નામના માણસે ફોન કરીને જણાવેલ કે પાદરા સ્વામિનારાયણ મંદિરનો મહારાજ છું. સત્સંગી ઘનશ્યામ પટેલે તમારો નંબર આપ્યો હતો. મંદિરમાં દાન પેટે મળેલા ડોલર આપો તો અડધા ભાવે આપીશ. મનોજભાઈને વિશ્વાસ આવતા દિનેશ મહારાજને 100 ડોલરની નોટ આપીને વધુ 100 નોટ હોવાની લાલચ આપી હતી. મનોજભાઈએ 100 ડોલર મની એક્સચેન્જમાં વટાવતા 77205 રૂપિયા મળતા જ ઠગટોળકીએ જાળ પાથરીને 20 હજારના બદલામાં 100 ડોલરની 100 નોટ આપવાની લાલચ આપી હતી.
જે ડોલર દિનેશ મહારાજનો પુત્ર નવીન મહારાજની ઓળખ આપીને મનોજભાઈ પાસે આવ્યો હતો. છાણી બસ સ્ટેન્ડ પાસે એકઠા થયેલા ભેજાબાજે 100 ડોલરની નોટની થપ્પી બતાવી હતી. િવશ્વાસ કેળવવા ગઠીયાએ જણાવેલ કે હમણા 10 હજાર અાપો બાકીના 1 લાખ ડોલર વટાવ્યા પછી આપજો જણાવી થપ્પી આપીને 10 હજાર કોડા લઈને ફરાર થઈ ગયો હતો. મનોજભાઈએ ડોલર ગણતા માત્ર 85 ડોલરની જ થપ્પી જોવા મળતા ચોંકી ઉઠ્યા હતા. બીજો ઈસમોએ ફોન કરતા મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવતા છેતરપીંડી થયાનું જણાઈ આવ્યું હતું. તપાસ કરતા નવીન મહારાજ સાથે હાઈવે પર ચાર માણસો સાથે જતા મનોજભાઈના મિત્રએ નિહાળ્યા હતા. વિશ્વાસઘાત કરનારા ઈસમો વિરૂધ્ધ છાણી પોલીસ મથકે મનોજભાઈએ છેતરપીંડીનો ગુનો નોંધાવતા પોલીસે કાનુની કાર્યવાહી હાથ ધરી હતી.