Top News

More Posts

   The Latest

Most Popular

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે સિદ્ધેશ્વરી સોસાયટીના એક મકાનમાંથી ૮૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જો કે, બુટલેગર મકાનમાં નહીં મળી આવતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે. અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો તહેવારને પેટ્રોલિંગ હતો. એ દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના હસ્તી તળાવ પાસેની સિદ્ધેશ્વરી સોસાયટીના મકાન નં.૩૦૯માં રહેતા રામપ્રસાદ ઉર્ફે રમણ બદિયા ડીંડોરના ઘરે દરોડા પાડ્યા હતા.

જો કે, બુટલેગર રમણ ડીંડોર ઘરે હાજર નહીં રહેતાં પોલીસે મકાનના દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશતાં ઘરમાંથી વિવિધ બ્રાન્ડની દારૂની મોંઘીદાટ નાની-મોટી બોટલો ૧૪૮ મળી રૂપિયા ૮૮,૭૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી ફરાર બુટલેગર રામપ્રસાદ ઉર્ફે રમણ બદિયા ડીંડોરને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

To Top