Charchapatra

ચૂંટાયા વગર હોદ્દા ગ્રહણ કરવા કેટલા વાજબી?

રાજય હોય કે કેન્દ્ર સરકારમાં ચૂંટણીમાં જેને પક્ષનો સભ્ય ચૂંટાયેલ હોય તો જ રાજયમાં મુખ્યમંત્રી કે કેન્દ્રમાં વડાપ્રધાન બની શકે તેવી વ્યવસ્થા હોવી જોઇએ. ચૂંટાયા વગર તે જે તે પક્ષનો સામાન્ય કાર્યકર માત્ર છે. છ મહિના ચૂંટાવાનું હોય છે પણ જો તે ન ચૂંટાય તો તેણે એ દરમ્યાન શાસન કરીને અનેક નિર્ણયો અને હોદ્દાની રૂએ લાભો મેળવ્યા છે જેનું શું? હોદ્દા દરમ્યાન લીધેલ નિર્ણયો પાછા ઠેલી શકાતા નથી તેપણ હકીકત છે. આ એક લોકશાહી પ્રણાલીમાં ખામી કહી શકાય. હા, જે તે પક્ષ તેઓને ચૂંટાયા વગર પક્ષમાં ભલે ગમે તે હોદ્દા આપે તેની સામે કોઇને વાંધો ન હોઇ શકે. તે તેમની આંતરિક બાબત છે. તેને રાજય કે દેશને કોઇ લેવાદેવા નથી. બંધારણમાં બધુ જ સાચુ અને સારૂ છે એમ માનવાને કોઇ કારણ નથી. હાલમાં જ પશ્ચિમ બંગાળમાન મમતા બેનરજી ચૂંટણીમાં હારી જવાથી ચૂંટાયા વગર મુખ્યમંત્રી તરીકે સત્તા ઉપર બિરાજમાન છે જે તેનો તાજો જ દાખલો છે.
ગાંધીનગર – ભગવાનભાઇ ગોહેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top