Gujarat

ઓગસ્ટમાં વેક્સિનના ૧ કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક માત્ર ૨૩ દિવસમાં જ પૂર્ણ કરાયો

ગુજરાતમાં કોરોના વેક્સિન માટેની ઝૂંબેશ વેગવંતી બનાવી ત્યાર બાદ સુધીમાં ૪ કરોડ ૩૧ લાખ ૬૮ હજાર ૪૯૭ વેક્સિનના ડોઝ આપવાની સિદ્ધિ મેળવી છે. સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના વેક્સિનેશન અભિયાનને વધું વ્યાપક બનાવી ઓગસ્ટ મહિના દરમિયાન સમગ્ર રાજ્યમાં વેક્સિનના ૧ કરોડ ડોઝ અપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.

જો કે તા. ૨૩ ઓગસ્ટ સુધીમાં ૧ કરોડ ૧૮ હજાર ૧૧૮ ડોઝ આપવાનો લક્ષ્યાંક પાર કરી દીધો છે. ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૩,૨૫, ૮૪, ૧૯૮ પ્રથમ ડોઝ અને ૧, ૦૫, ૮૪, ૨૯૯ બીજો ડોઝ મળી સમગ્રતયા વેક્સિનેશનના ૪,૩૧,૬૮,૪૯૭ ડોઝ આપવામાં આવ્યા છે.

ગુજરાત પર મિલિયન વેક્સિનેશનમાં દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે. એટલુ જ નહીં, સોમવાર તારીખ ૨૩ ઓગસ્ટના એક જ દિવસમાં રાજ્યમાં ૫ લાખ ૧ હજાર ૮૪૫ રસીના ડોઝ આપવાની સિદ્ધિ પણ ગુજરાતે મેળવી છે.

Most Popular

To Top