Top News

More Posts

   The Latest

Most Popular

સીબીઆઈના જોઈન્ટ ડાયરેકટર મનોજ શશીધર ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે જેમને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના વડા, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના વડા, રાજકોટમાં આઇજી તરીકે પણ સેવા આપી છે. સીબીઆઇમાં સંયુક્ત નિદેશક તરીકે તેઓ હાલમાં એન્ટિ કરપ્શન હેડક્વાર્ટર -2, એસઆઇટી અને સિસ્ટમ વિભાગના ઇન્ચાર્જ છે.

તેઓ વિજય માલ્યા કેસ, ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસ, અનિલ દેશમુખ કેસ જેવા કેટલાક કેસો પર નજર રાખી રહ્યાં છે અને તેમના વિભાગે કેટલાક મોટા ભ્રષ્ટાચારના કેસો શોધી કાઢ્યા છે જેમ કે ગુવાહાટીમાં તૈનાત રેલવે એન્જિનિયરનો 1 કરોડનો ટ્રેપ કેસ (સીબીઆઈના ઇતિહાસમાં સૌથી મોટો ટ્રેપ કેસ), અન્ય રેલવે એન્જિનિયર (નિવૃત્ત)નો ટ્રેપ કેસ, જેમાં કરોડોની રોકડ-બેંક જમા ઉપરાંત ટ્રેપ મની અને 25 કિલોથી વધુની સોનાની પટ્ટીઓ મળી આવી હતી

ગુજરાતના 19 પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિના મેડલની જાહેરાત થઈ
ગાંધીનગર : આવતીકાલે 15મી ઓગસ્ટનીપૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના 19 પોલીસ કર્મીઓને વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય સેવા માટે મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એક આઈપીએસ તથા અન્ય બિન આઈપીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે.
19 પોલીસ કર્મીઓની જાહેર કરવામાં આવેલી યાદી મુજબ આઈપીએસ અધિકારીમાં સીઆઈડી ક્રાઈમમાં વાબાંગ જામીર, વાલિયા એસઆરપી જૂથના ડીવાયએસપી ડીએસ પટેલ , એસઆરપી ગ્રુપ વાવ – 11ના ડીવાયએસપી અનિલકુમાર મગનલાલ પટેલ અને સુરત શહેર પોલીસ કમિશનર ઓફિસ હેઠળના પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર મોહનલાલ પટેલનો સમાવેશ થાય છે.

To Top