Top News

More Posts

   The Latest

Most Popular

વરસો પહેલા વાગલે કી દુનિયા સીરીયલ ટીવી ઉપર આવતી હતી તે વખતે પણ આ સીરીયલની ઘણી પ્રશંસા થયેલ છે. હવે નવા કિસ્સાઓ તથા નવા કલાકારો સાથે સબી ટીવી ઉપર રાત્રે 9.30 કલાકે વાગલે કી દુનિયા સીરીયલ પ્રસારિત થાય છે જેમાં રોજબરોજના થતા પ્રોબ્લેમ જે આપના કુટુંબમાં પણ સતત જોવા મળે છે. તેમાંથી સરળતાથી કેવી રીતે બહાર આવવું તે સરસ દર્શાવવામાં આવેલ છે. સંયુકત પરિવારમાં બાળકો અને વૃધ્ધ માતા-પિતા કે પછી વડીલોને કેવી રીતે સાચવવા તે અદભૂત રીતે સમજાવવામાં આવ્યું છે. નવા જમાનામાં બાળકોને જૂની સંસ્કૃતિની યાદ અપાવવી દાદા-દાદીની સાથે રહીને બાળકોેને મળતો  પ્રેમ ઘણો સરસ દર્શાવવામાં આવ્યો છે. ડીજીટલ જમાનાનાં અનુકરણ સાથે જુની ભારતીય સંસ્કૃતિ પણ ન ભુલાવી જોઇએ. દા.ત. સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન તેમજ ભારતીય તહેવારોની અગત્યતા સારી રીતે સમજાવવામાં આવી છે. પરિવાર સાથે જોવા જેવી સીરીયલ છે.
સુરત              કલ્પના વૈદ્ય-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top