જે પોતાને ટોપ સ્ટાર માનતા હતા તે બધાનું સ્ટારડમ વિત્યા દોઢ વર્ષથી ‘હોલ્ડ’ પર છે. ઓલિમ્પિકમાં ભાલો ફેંકવા પહેલાં નીરજ ચોપરા પોતાને...
ગયા અઠવાિડયે અનિલ કપૂરની દિકરી રીઆના લગ્ન હતા અને તેમાં વટ હતો કપૂર દિકરીઓનો. બોની કપૂરની દિકરી અંશુલા અને ખુશી, જાન્હ્વી કપૂર,...
દિલ્હીમાં ફિલ્મ ‘’બેલ બોટમ’’ ની ટિમ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરીને આવી ગઈ છે, ત્યાં લારા દત્તાનો લુક રિવિલ થયો. લારા દત્તા ઇન્દિરા...
નીલ નીતિન મુકેશ દેખાય છે હેન્ડસમ, યુરોપ-અમેરિકાનો હોય એવો. અભિનય પણ સારો કરે છે ને છતાં તેને ધારી સફળતા નથી મળી. જોકે...
નિમ્રત કૌરનું કહેવું છે કે કોરોના મહામારીને કારણે હું લાઇફનો આભાર માનતા શીખી છું. કોરોનાએ લોકોની લાઇફ પર બ્રેક લગાવી દીધી છે....
શ્રીનિધી શેટ્ટી હજુ ઓળખ બનાવી રહી છે પણ જેમ કેટલાંક ખીણનાં પંખી હોય તો કેટલાંક શિખરના પંખી હોય. શરૂઆત કયાંથી કરો તે...
કેન્દ્ર સરકારની તિજોરીનું તળિયું દેખાઈ રહ્યું છે. સરકાર પાસે આઇ.ટી. કે જી.એસ.ટી.નું રિફંડ આપવાનાં ફદિયાં નથી. લોકડાઉનને કારણે દેશનો જીડીપી તળિયે પહોંચ્યો...
આપણા દેશની જનતા ત્રાહીમામ પોકારી ગઇ છે. લોકોનો જઠરાગ્નિ પણ ઠરી ગયો હશે, શું?! ભ્રષ્ટાચાર, ભૂખમરો, બેકારી, મોંઘવારી વગેરેએ માઝા મૂકી છે,...
રાહુલ ગાંધી પોતાનું નામ કાઢવા નવા નુસ્ખા પ્રયોગમાં લાવે છે. કેટલી વાર માથું ફાટી જાય તેવું વકતવ્ય જાહેરમાં કરે છે. ખોટા નિવેદનો...
જાપાન ઉપર વિશ્વયુદ્ધમાં બે પરમાણું બોંબ ઝીંકાયા તેથી તબાહ થઇ ગયા પણ આજે વિશ્વના ટોચના ચીન, અમેરિકા અને ઇંગ્લેન્ડના દેશો પણ આશ્ચર્ય...
ન્યાય, સત્ય, પ્રામાણિકતા, ફરજ, માનવતા, ચારિત્ર્ય, પ્રેમ, સમભાવ વગેરે મૂલ્યોનું જીવનમાં મહત્ત્વ સમજવાને બદલે આપણે ટીલાં-ટપકાં જેવાં પ્રતીકો સાથે ભજન-આરતી, નમાજ, પૂજા,...
કામધંધામાં વ્યસ્ત લોકોને પ્રભુસ્મરણનો પણ સમય મળતો નથી. હાલ શ્રાવણ માસ ચાલે છે. કથાશ્રવણ કરવા પણ ફરકતા નથી. પરંતુ જયારે આપત્તિ કે...
હાલમાં જ આપણા દેશમાં સૌથી મોટી સ્ક્રેપ પોલીસીની જાહેરાત થઈ. આ પોલીસીને ‘કચરામાંથી કંચન’ના અભિયાન તરીકે ગણાવી શકાય.આ પોલીસી મુજબ ફક્ત વેપાર...
જીમ કોર્બેટ એક મહાન શિકારી તરીકે પ્રખ્યાત હતા.તેમના જીવનનો એક પ્રસંગ છે.ગામમાં એક વ્યક્તિને હૈજા [કોલેરા] ની બીમારીથી અને ગામમાં બધાને લાગ્યું...
આપણા માનસને, માનસિકતાને ઘડવામાં અનેક પ્રકારનાં પરિબળો કામ કરતાં હોય છે. ખાસ કરીને કુમળી વયે આરોપાયેલા ઘણા ગુણો ગજવેલ સમા બની રહે...
અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાન છોડીને જઈ રહ્યા છે ત્યારે આખા જગતમાં અત્યારે અફઘાનિસ્તાન વિષે ચર્ચા થઈ રહી છે. વિશ્વસમાજ અફઘાન પ્રજાની દયા ખાઈ...
જે કોરોનાની ત્રીજી લહેરનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો તે ભય આખરે સાચો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કોરોનાની...
ભરૂચ શહેરમાં આવેલ વોર્ડ નં.10 એટલે કે સૈયદવાડ, ફુરજા, ચાર રસ્તા, ફાટા તળાવ સહિતના વોર્ડના વિસ્તારોમાં જે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે...
અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામની સીમમાં કેમિકલ સોલિડ વેસ્ટ ભરેલી ટ્રકને ગ્રામજનોએ ઝડપી પાડી હતી, અને તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી...
ગણેશ ઉત્સવને ધ્યાને લઈ બારડોલી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં ડી.વાય.એસપી રૂપલબેન સોલંકી, મામલતદાર જીજ્ઞાબેન...
સુરતમાં વસતા ટપોરીઓ તેમજ ગુનાખોરી સાથે સંકળાયેલા લોકોને પોલીસનો કે કાયદાનો કોઇ ડર જ નથી. સુરત ન્યાયાલયના પાર્કિંગમાં જ હત્યાના એક આરોપીનું...
રાજ્ય સરકારે આપેલી મંજૂરીને પગલે સુરતમાં પણ શહેરની 928 અને જિલ્લાની 419 ખાનગી શાળાઓમાં ધો.6થી 8ના વર્ગો ધમધમતા થઈ જશે. સ્કૂલ શરૂ...
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી પ્રદુષણની માત્રામાં એકાએક વધારો થયો છે. લોકડાઉન બાદ શહેરની પાંડેસરા જીઆઇડીસીના કેટલાક ઉદ્યોગો ખર્ચ બચાવવા માટે ચિંધી...
કામરેજ પોલીસે શેખપુર ગામે ભક્તિધારા ઈન્ડસ્ટ્રિયલમાંથી ડુપ્લિકેટ સેનિટાઈઝર બનાવતી ફેક્ટરી પકડી પાડી 9,18,598નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. મંગળવારે કામરેજ પોલીસમથકની એક ટીમ...
ઓટો ઉદ્યોગના અગ્રણીઓ મારૂતિ સુઝુકી ઈન્ડિયાના આર સી ભાર્ગવ અને ટીવીએસ મોટર્સના વેનુ શ્રીનવાસે બુધવારે સરકારી અધિકારીઓ પર માત્ર વાતો કરવા અને...
તાપી જિલ્લામાં ચૂંટણી આવે એટલે વાહનચાલકોનો મત બેંક તરીકે ઉપયોગમાં લેવા ટોલ ટેક્સમાં સ્થાનિકોને મુક્તિનો લોલીપોપ છેલ્લા ઘણા સમયથી આપવામાં આવી રહ્યું...
આતંકવાદી જૂથે અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ ચીને તાલિબાન સાથે પ્રથમ રાજદ્વારી સંપર્ક સ્થાપિત કર્યો છે અને બંને પક્ષો વચ્ચે હવે ‘સરળ...
અમેરિકામાં ભારતીયોની સરેરાશ પારિવારિક આવક 1,23,700 ડોલર છે, 79 ટકા કોલેજ ગ્રેજ્યુએટ છે. આમ તેમણે પૈસા અને કોલેજ શિક્ષણની બાબતમાં અમેરિકન વસતીને...
કેન્દ્રએ આજે મિલોએ શેરડી પકવનારા ખેડૂતોને જે ઓછમાં ઓછી કિમત આપવાની એમાં નાણા વર્ષ 2021-11 માટે ક્વિન્ટલે રૂ. 5નો વધારો કરીને ક્વિન્ન્ટલે...
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે જણાવ્યું હતું કે, આ મહિને બે કરોડથી વધુ કોરોનાની રસીના ડોઝ રાજ્યોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા...
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
વડસર બ્રિજ ઉપર બે બાઈક સવાર વચ્ચે નજીવો અકસ્માત, બોલાચાલીથી ટ્રાફિક જામ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સ્વાધ્યાય પરિવારના અધ્યક્ષા પૂજ્ય દીદીજીને ‘D.Litt.’ ની માનદ પદવી અર્પણ કરાઇ
નવલખી મેદાનના કૃત્રિમ તળાવમાં ભારે ગંદકી, દુર્ગંધ ફેલાઈ
VMCની ‘થ્રી-વે’ સ્વચ્છતા પહેલ: પશ્ચિમ ઝોનમાં નવી ટેક્નોલોજીથી સજ્જ કચરા સંકલન શરૂ
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, સોનાના ભાવે પણ રેકોર્ડ તોડ્યો
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
જે પોતાને ટોપ સ્ટાર માનતા હતા તે બધાનું સ્ટારડમ વિત્યા દોઢ વર્ષથી ‘હોલ્ડ’ પર છે. ઓલિમ્પિકમાં ભાલો ફેંકવા પહેલાં નીરજ ચોપરા પોતાને પૂરવાર ન કરી શકે તેવું જ સ્ટારડમનું છે. ફિલ્મ રિલીઝ થાય પછી જ લોકો કહે કે હા, આ સ્ટાર છે. સલમાન, શાહરૂખની વાત જવા દો. વિત્યા થોડા વર્ષથી રણવીર સીંઘનું સ્થાન નવા ટોપ સ્ટાર તરીકે છે, પણ 2019માં તેની ‘ગલી બોય’ રજૂ થઇ હતી. મોટા સ્ટાર અને મોટા બેનરની ફિલ્મોની તકલીફ એ છે કે તેઓ પોતાની જે ફિલ્મને સારી માનતા હોય તેને પણ રજૂ કરી શકતા. ઓટીટી પ્લેટફોર્મ તેમને વધારે નામ કે દામ આપી ન શકે.

થિયેટર વિના ઉધ્ધાર નથી અને થિયેટરો હવે થોડા થોડા શરૂ થયા છે પણ પ્રેક્ષકો થિયેટરમાં જવા તૈયાર નથી. અત્યારે તેઓ મોંઘી ટિકીટ ખરીદી ન શકે. અક્ષયકુમાર, અજય દેવગણે ફિલ્મ રિલીઝ કરી જોઇ પણ માર ખાઈ ગયા. એવામાં રણવીરસીંઘ તેનું પત્તુ ખોલવા માંગતો નથી. બાકી તેની ‘સૂર્યવંશી’ તો ગયા વર્ષે માર્ચમાન રજૂ થવાની હતી. ત્યાર પછી ત્રણેક તારીખ જાહેર થઇ પણ ફિલ્મ અત્યારેય રોહિત શેટ્ટીના ડબ્બામાં છે. પહેલાં એવું હતું કે જે ફિલ્મ ન ચાલે તેને ‘ડબ્બામાં ગઇ’ એમ કહેવાતું અત્યારે ચાલવાની વાત તો પછી, રિલીઝ જ નથી થતી અને ડબ્બામાં જાય છે.
રણવીર સીંઘની ચારેક ફિલ્મો કમ્પલીટ થઇને પડી છે અને તેમાં ‘સરકસ’, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને ‘૮૩’ છે. ‘૮૩’ની ખૂબ ચર્ચા થઇ છે પણ મેદાનમાં જ જે ટીમ ઉતરે નહીં તેનો સ્કોર કેવી રીતે થાય? ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ તો કરણ જોહરના દિગ્દર્શનમાં બની છે અને રણવીર સાથે આલિયા ભટ્ટ છે ઉપરાંત ધર્મેન્દ્ર ય છે. પણ આ કાસ્ટિંગ અત્યારે વાંચવા પૂરતું જ રહી ગયું છે. ‘સરકસ’ તો રોહિત શેટ્ટીની ફિલ્મ છે. રોહિતે અજય દેવગણ પછી અક્ષયને જ નહીં રણવીરને ય ખાસ બનાવ્યો છે પણ તેનું કરવું શું? એ ફિલ્મ આ મહિનાની પાંચમી ઓગસ્ટે રજૂ થવાની હતી પણ રોહિતે ‘સૂર્યવંશી’ની જેમ ‘સરકસ’ને ય રોકી રાખી છે.
રણવીર આમ ટી.વી. માટે તૈયાર થતો નથી પણ હમણાં ‘ધ બિગ પિકચર્સ’ નામના ગેમ શોને હોસ્ટ કરવા તૈયાર થયો છે. આ શો મૂળ ઇઝરાયલમાં ડેવલપ થયો હતો અને જબરદસ્ત સફળ રહેલો, પણ તેને સફળ કરવાની સોપારી રણવીર સીંઘે લીધી છેપણ આ શો તો તેના માટે જસ્ટ ટેકારૂપ છે. જો ન ચાલ્યો તો રણવીરને માથે ય પડી શકે. પણ આમાં વાંક રણવીરનો નથી, અત્યારના સમયનો છે. તેની ‘જયેશભાઇ જોરદાર’ શીર્ષકમાં ‘જોરદાર’ તો છે પણ રજૂ થાય તો ખબર પડે કે નહિં? અરે ‘તખ્ત’માં તો તે દારા સુકોહ બન્યો છે. સંજય લીલા ભણશાલીએ તેને જે ઇમેજ બનાવી આપી તેના આધારે ફિલ્મ મળી છે પણ પોતે જ એ ‘તખ્ત’ પર બેસી શકતો નથી. એસ. શંકર જેવા સાઉથના દિગ્દર્શકે પણ રણવીર સાથેની ફિલ્મ જાહેર તો કરી દીધી છે પણ જાહેરાત કરવાથી ફિલ્મ ન બને. શૂટિંગ શરૂ થતું નથી. તો હવે તેશું કરશે? જવાબ છે, રાહ જોશે. મામલો હાથ પર જ ન આવે તો એમ જ કરવું પડે. તેની શું દિપીકાની ય કોઇ ફિલ્મ રજૂ થાય એમ નથી બાકી બંને મોટા સ્ટાર્સ છે. સ્ટારડમ હોલ્ડ પર રહેવા જેવું ખરાબ કોઇ સ્ટાર માટે નથી હોતું પણ તે કાંઇ એકલો નથી. બસ એજ એનું આશ્વાસન છે.