Top News

More Posts

   The Latest

Most Popular

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વધતી જતી કિંમતોને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, ખેડૂતો, નાના વેપારીઓ અને પગારદાર વર્ગને ડિમોનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે અને ગરીબોની સંપત્તિ કેટલાક વડાપ્રધાનના ઉદ્યોગવાદી મિત્રોને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન ગભરાટમાં છે અને દેશમાં વાસ્તવિકતાનો સામનો કરવામાં અસમર્થ છે. તેમજ તેઓ માળખાકીય સમસ્યાને કારણે પીડાય છે અને તેમને નવા દ્રષ્ટિકોણની જરૂર છે.

ગાંધીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, વડાપ્રધાનને ગભરાટમાં જોઈને ચીન પણ પોતાની યોજના બનાવી રહ્યું છે કે ભારત ‘આર્થિક અને નેતૃત્વ સંકટ’માં છે અને ચીન તેનો ફાયદો ઉઠાવી શકે છે.ઘરેલું રાંધણ ગેસ, ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં વધારાને લઈને કેન્દ્રની નિંદા કરતા તેમણે આરોપ લગાવ્યો કે, સરકારે છેલ્લા સાત વર્ષમાં આ ચીજવસ્તુઓ પરના ટેક્સમાંથી 23 લાખ કરોડ રૂપિયા જેટલી કમાણી કરી છે અને પૂછ્યું હતું કે, આ પૈસા ક્યાં ગયા છે. રસપ્રદ વાત એ છે કે, એક બાજુ ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓ, એમએસએમઇ સેક્ટર, કોન્ટ્રાક્ટ કામદારો, પગારદાર વર્ગ, પ્રમાણિક ઉદ્યોગપતિઓને ફટકો પડી રહ્યો છે અને બીજી બાજુ પ્રધાનમંત્રીના 3થી 5 મોટા ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો થઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે દેશના યુવાનો આ અંગે વિચારે. કારણ કે, તે તેમના ભવિષ્યનો પ્રશ્ન છે અને તેમને પૂછવું જોઈએ કે આ 23 લાખ કરોડ રૂપિયા ક્યાં જઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર જીડીપીનો નવો ખ્યાલ લઈને આવી છે. જેમાં જીડીપીમાં વધારો કરવા વધારો ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવે છે. ગાંધીએ ઉમેર્યું હતું કે, જે દિવસે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઑઇલની કિંમતો લગભગ 90-100 ડોલર સુધી વધશે ત્યારે અહીંની પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ જશે.

To Top