Top News

More Posts

   The Latest

Most Popular

આણંદ : આણંદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બીપીએલ રેશનકાર્ડનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે, તેવી ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી. આ અંગે નિમાયકે બીપીએલ રી-સર્વે કરવાની સૂચના આપી હતી. આણંદ જિલ્લા ઉંપરાત સમગ્ર રાજ્યમાં આર્થિક રીતે સમૃદ્ધ હોય તેવા પરિવાર પણ બીપીએલ રાશનકાર્ડ ધરાવે છે તથા તેઓ ખોટો ગેરલાભ ઉઠાવતા હોવાની ફરિયાદ ઘણા સમયથી ઉઠી રહી હતી. આ અંગેની ફરિયાદના પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બીપીએલ રીસર્વે કરવાની સૂચના આપી હતી. આણંદ જિલ્લામાં પણ સમૃદ્ધ હોય તેવા પરિવારઓને પોતાના મળતિયાઓની મદદથી બીપીએલ રાશનકાર્ડ આપી સમાવેશ કરાયો હોવાની છેલ્લા ઘણા સમયથી ફરિયાદો ઉઠી રહી છે જેના કારણે જમીન, ઘર, માલમિલકત વિહોણા અને પાત્રતા ધરાવતા લોકોને આ કાર્ડ મેળવાથી વંચિત રહ્યાં છે. કાર, મોટર, પાકું ઘર સહિતની આર્થિક રીતે સંપન્ન લોકો પણ તંત્રની આંખમાં ધૂળ નાખીને બીપીએલ રેશનકાર્ડ મેળવી સરકારી યોજના તથા નાગરિક પુરવઠા નિગમ દ્વારા મળતા અનાજ ફાયદો ઉઠાવતા અંગે ફરીયાદ ઉઠતા રીસર્વે કરવા માટે જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિમાયક દ્વારા આદેશ અપાયો હતો.

રી-સર્વેમાં ખોટા લાભાર્થીઓના રાશનકાર્ડ રદ કરવામાં આવશે

આણંદ જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીને રી-સર્વે કરવા માટેની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે જે લોકો ખરેખર પાત્રતા ધરાવતા હોય તો તે અંગે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું છે. તે ઉપરાંત રી-સર્વેમાં જે પણ ખોટા કાર્ડધારકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

To Top