Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઈ: (Mumbai) દર્શકોમાં ખૂબજ લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta Ka Ulta Chashma) કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હવે આ સિરિયલ ચાહકોને જાણીને આશ્ચર્ય થશે જ્યારે તેમને ખબર પડશે કે સિરિયલના બે કલાકારો હાલ ડેટ કરી રહ્યાં છે અને એક બીજાના ગળાડૂબ પ્રેમમાં (Love) છે. સિરિયલની સૌથી સુંદર એક્ટ્રેસ બબીતાજી એટલેકે મુનમુન દત્તા (Munmun Datta) પોતાનાથી 9 વર્ષ નાના યુવકના પ્રેમમાં છે. અને મજાની વાત તો એ છે કે આ યુવક તારક મહેતા.. સિરિલયમાં લીડ રોલ ભજવી રહ્યો છે.

લાંબા સમય સુધી એક જ સિરિયલમાં કામ કરવાને કારણે કલાકારો વચ્ચે પ્રેમસંબંધ ના બંધાય તો જ નવાઈની વાત છે. અહીં વાત છે હોટ કલાકાર બબીતાના પ્રેમની. સિરિલયમાં તો ટપુડાના પપ્પા એટલેકે જેઠાલાલ હમેશા બબીતાજીના સપનાઓ જોતા રહે છે પરંતુ ખરેખર સેટ પર બબીતા એટલે કે મુનમુન દત્તાનો અસલી પ્રેમ છે ટપુડો એટલેકે રાજ અનડકટ. આ બન્ને વચ્ચે અફેર હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. મુનમુન તથા રાજ એકબીજાના ગાઢ પ્રેમમાં છે. ઉલ્લેખનીય છે કે બંને સો.મીડિયામાં એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરવાનું ક્યારેય ભૂલતાં નથી. આ વાત પર ઘણીવાર બંનેને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ પણ કર્યા છે.

જણાવી દઈએ કે રાજ અનડકટ 24 વર્ષનો છે અને મુનમુન દત્તા તેનાથી 9 વર્ષ મોટી છે. મુનમુને હાલ 2 મહિનાની લાંબી રજા બાદ શોમાં વાપસી કરી છે. જ્યારે રાજ સતત આ શોનો ભાગ રહ્યો છે. બંને સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુનમુન દત્તા તથા રાજ અનડકટના પરિવારને પણ બંનેના સંબંધોની જાણ છે. આટલું જ નહીં ‘તારક મહેતા..’ની આખી ટીમને પણ બંનેના સંબંધો વિશે ખબર છે. એવી પણ ચર્ચા છે કે બંને આ સંબંધ અંગે ઘણા જ ગંભીર છે. ‘તારક મહેતા..’ના કલાકારો બંનેના પ્રેમ અંગે કોઈ મજાક ઉડાવતા નથી અને તેમના પ્રેમને ઘણું જ માન આપે છે.

મુંબઈમાં જન્મેલા રાજે 2016માં ટીવી સિરિયલ ‘એક રિશ્તા સાંઝેદારી કા’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. માર્ચ, 2017 સુધી ‘તારક મહેતા..’માં ભવ્ય ગાંધી ટપુનો રોલ પ્લે કર્યો હતો. તેણે સિરિયલ છોડી પછી રાજને ટપુના રોલ માટે લેવામાં આવ્યો હતો. જ્યારે મુનમુન દત્તા મૂળ પૂણેની છે અને તે કરિયર માટે મુંબઈ આવી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 2004માં તેણે ઝી ટીવીની સિરિયલ ‘હમ સબ બારાતી’થી ટીવી ડેબ્યુ કર્યું હતું.

To Top