Top News

More Posts

   The Latest

Most Popular

કોંગ્રેસના પીઢ નેતા ઓસ્કાર ફર્નાન્ડિઝનું 80 વર્ષની ઉંમરે મેંગ્લોરની હોસ્પિટલમાં નિધન થયું છે. ફર્નાન્ડિઝ લાંબા સમયથી બિમાર હતા. યોગા કરતી વખતે તેમને ઈજાઓ થઈ હતી. ત્યાર બાદથી તેમની તબિયત કઠળી હતી. થોડા અઠવાડિયા પહેલાં જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.


ગાંધી પરિવારના નજીકના ગણાતા ઓસ્કાર ફર્નાન્ડિઝે યુપીએ સરકારમાં માર્ગ પરિવહન પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીના વિશ્વાસુ લોકો પૈકીના એક હતા. ગયા વર્ષે અહેમદ પટેલ બાદ આ વર્ષે ઓસ્કાર ફર્નાન્ડિઝના મૃત્યુથી કોંગ્રેસ પક્ષને ખૂબ મોટો ફટકો પડ્યો છે. ફર્નાન્ડિઝ રાજીવ ગાંધીના સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે. તેઓ રાજ્યસભાના સાંસદ હતા.


વર્ષ 1980 માં તેઓએ કર્ણાટકની ઉડ્ડપ્પી લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે જીત મેળવી હતી. ત્યાર બાદ ફર્નાન્ડિઝ 1996 સુધી આ બેઠક પરથી સતત જીતતા રહ્યાં હતાં. 1998માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા ત્યારથી જ તેઓ છેક સુધી રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત રહ્યાં હતાં.

To Top