અમાયરાનો અર્થ થાય છે રાજકુમારી. અમાયરા દસ્તૂરને જુઓ તો એ અર્થ પ્રમાણે લાગે ય છે પણ ફિલ્મોના રાજકુમારી થવા તો ઘણું કરવું...
તમન્ના, અનુષ્કા શેટ્ટી, કાજલ અગ્રવાલ વગેરે સાઉથની ફિલ્મોમાં દબદબો ધરાવે છે. તમિલ, તેલુગુ ફિલ્મોમાં કામ કરવા સાથે તેમણે હિન્દીમાં પણ ચાન્સ મારવો...
ભારતની આઝાદીના પંચોતેરમા વર્ષે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભારતીયો ગણતંત્રની અનુભૂતિ કરે છે ખરા? ગણતંત્રમાં ન તો કોઈ રાજા હોય...
દેશની વિવિધ ટ્રિબ્યુનલ્સમાં લાંબા સમયથી ખાલી જગ્યાઓ ભરવામાં નહીં આવતા તથા ‘‘ટ્રિબ્યુનલફિડ રિફોર્મ એક્ટ’’ પસાર કરવા બદલ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર...
ભૂતકાળની અટારીમાં ખોવાઇ ગયેલ એક અચ્છા ભાવવાહી કથ્થક-શૈલીના નૃત્યકલાકારની આ વાત છે. ગરીબી તેમજ સગાંવહાલાં (સગાં અને તે પણ વહાલાં?!)ના અસહકારને લીધે...
આળસ અને ધીરજ વચ્ચે બહુ બારીક રેખા છે. આળસુ માણસ એમ જ માન્યા કરે છે કે હું ધીરજ રાખીને બેઠો છું. ધીરજનું...
વર્ષ 1947થી લઈને આજદિન સુધી નહેરૂવાદી અને માર્કસવાદી, ચિંતકો અને બુધ્ધીજીવીઓ દ્વારા વિશ્વના સૌથી મોટા સ્વૈચ્છીક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.આર.એસ.-સંઘ)ના સિધ્ધાંતો...
કૃષ્ણ ભગવાનની બાળલીલાનો એક પ્રસંગ છે.ગોકુળમાં યમુના નદીના નમન અને પૂજનનો ઉત્સવ હતો અને આખું ગામ યમુના નદીના કાંઠે ભેગું થયું હતું...
જીવદયા એટલે આમ તો જીવ માત્ર પ્રત્યે દયા કે અનુકંપા રાખવી તે. આપણે ત્યાં આ શબ્દનો અર્થ પશુ પ્રત્યે દયા રાખવી એમ...
૨૦૧૬ના ઓગસ્ટ મહિનામાં આનંદીબહેને પટેલે વિજયભાઈ રૂપાણીની માફક અચાનક પોતાનાં રાજીનામાંની જાહેરાત કરી હતી અને તેમના અનુગામી મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીને...
છેલ્લા ઘણા સમયથી દેશમાં એવી સ્થિતિ છે કે જે વ્યક્તિ ધનિક છે તે વધુને વધુ ધનિક થઈ રહી છે. જ્યારે જે ગરીબ...
તાલિબાને કાબુલના રાજમહેલ પર કબજો જમાવ્યો તેને એક મહિનો પૂરો થયા પછી પણ તેઓ સરકારની સોગંદવિધિ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી જાતજાતના તર્કવિતર્કો...
નડિયાદ તાલુકાના નવા બિલોદરામાં આવેલ કર્મવીર નગર તરફ જવાનો માર્ગ ખખડધજ બનતાં આ વિસ્તારમાં આવેલ ૧૦ કરતાં વધુ સોસાયટીના રહીશોની હાલત અતિ...
આણંદ : આણંદના સદાનાપુરા ખાતે રહેતા યુવકે એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ચાર વર્ષ પહેલા ભગાડી જઇ દૂષ્કર્મ આચર્યું હતું. આ...
આણંદ : આણંદમાં ગણેશ વિસર્જન નિમિત્તે પાલિકાના ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ગોયા તળાવમાં સવારથી સાંજ સુધીની કામગીરી બજાવવામાં આવી રહી છે. આણંદમાં 19મીના રોજ...
આણંદ : બોરસદમાં દિવાળીના તહેવારમાં હિન્દુ દેવી – દેવતાંના ફોટાવાળા ફટાકડાં ન વેચવા માટે દારૂખાનું વેચાણ કરતાં વેપારીઓની મીટીંગ બોલાવવામાં આવી હતી....
આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં દર વર્ષે ચોક્સી માંહાજન એસીસીએશન દ્વારા બાળકોને અભ્યાસમાં પ્રોત્સાહન મળે તે હેતુથી ઇનામો તથા ટ્રોફી આપવામાં...
નડિયાદ: કોરોના કાળ દરમિયાન ઠાસરા તાલુકાના પીપલવાડાથી ડાકોરની સવારના સમયની બંધ કરાયેલી એસ.ટી બસ ડાકોર ડેપો દ્વારા શરૂ કરવામાં આવી નથી. આથી,...
દાહોદ: સ્માર્ટ સીટી દાહોદમાં પ્રવેશ દ્વાર ગણાતા સ્માર્ટ સીટીના બોર્ડની સામે આવેલ રસ્તા ઉપર વરસાદી માહોલ વચ્ચે એક ટ્રેક્ટરની નીચે મોટરસાઈકલ સવાર...
વડોદરા : ગણેશોત્સવને અનુલક્ષીને શહેરમાં નીકળનારી વિસર્જન યાત્રામાં અગવડ ઉભી ના થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ અને નો એન્ટ્રીનું...
સંખેડા : સંખેડા તાલુકાના પીપળસટ ગામની સીમમાં ખેતરે ગયેલ પિતા અને પુત્રનું કરંટ લાગતા મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ તેનાથી 500 મીટર...
વડોદરા : સાવલી ના ધારાસભ્ય કેતન ઇનામદારના બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ પહેલી વાર બરોડા ડેરીની 64 મી સાધારણ સભા મળી હતી....
વડોદરા: શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિત અન્ય રોગોએ માથું ઉચક્યું છે.તેને લઈને પાલિકા દ્વારા મેડિકલ ઓફિસર હેલ્થ વર્કર...
અમદાવાદ: સ્ટેટ જીએસટી વિભાગની બોગસ બિલીંગ સંદર્ભે મોટી કાર્યવાહી ગોધરાના ઉદ્યોગપતિ ઈરફાન મોહંમદફીરદોશ કોઠી અને ભાવનગરના અસલમ કલીવાલાની ઘરપકડ સ્ટેટ જીએસટી વિભાગની...
એક તરફ આજે દિવસભર ગાંધીનગરમાં ભાજપની છાવણીમાં વિદાય લઈ રહેલા મંત્રીઓએ ધારાસભ્યો દ્વારા રજૂઆતોનો દોર ચાલુ રહ્યો હતો. બીજી તરફ આજે પાર્ટી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને સુરત મનપામાં 4-4 વધુ નવા કેસ સાથે કુલ 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં હાલમાં...
ગુજરાત ભાજપમાં ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. આંતરિક અસંતોષ અને ડખો ખુલીને બહાર આવ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કુંવરજી બાવળિયાના સમર્થકોએ ભાજપને...
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કેબિનેટની રચના પહેલાં મુખ્યમંત્રી કાર્યાલયમાં મોટા ફેરફારો થયાં છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કામ કરતાં ઉચ્ચ અધિકારીઓની...
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં પૂર્વ સરકારના એકપણ મંત્રીને નહીં સમાવવા સાથે નો રિપીટ થિયરી આગળ ધરીને ભાજપ હાઇ કમાન્ડ આગળ વધતાં...
સુરત: (Surat) સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીતેલા ચાર-પાંચ દિવસથી સતત વરસાદ (Rain) વરસી રહ્યો છે. આજે પણ જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા

અમાયરાનો અર્થ થાય છે રાજકુમારી. અમાયરા દસ્તૂરને જુઓ તો એ અર્થ પ્રમાણે લાગે ય છે પણ ફિલ્મોના રાજકુમારી થવા તો ઘણું કરવું પડે. બ્યુટીથી થોડુંક જ થાય પછી ઘણું કરો ત્યારે થોડું થાય. અત્યારે આલિયા, દિપીકા, કંગના, તાપસી, કિયારા સારી પોઝીશન પર છે. અમાયરા હજુ પોતાની પોઝીશન શોધી રહી છે. અમાયરા મોડલીંગમાંથી અભિનયક્ષેત્રમાં આવી છે. પ્રતિક બબ્બર સાથેની ‘ઇશાક’માં તે પ્રથમવારઆવી હતી.
પરંતુ ત્યારે જ તેણે તમિલ, તેલુગુ, ઇંગ્લિશ ફિલ્મોમાં પણ કામ શરૂ કરેલું. ‘ફુંગ ફૂ યોગા’ જેવી ત્રણ ભાષાની ફિલ્મમાં તે જેકી ચેન સાથે આવી હતી પણ આખર તે હિન્દી ફિલ્મોમાં જ સેટ થઇ છે. સૈફી અલી ખાન સાથેની ‘કાલાકાંડી’ પછી તે વધારે નિયમિત બની છે. રિશીકપૂર માટેની ‘રાજમા ચાવલ’માં પણ તે હતી પરંતુ મોટી ફિલ્મો તેને કયારેક જ મળે છે અથવા એમ કહી શકો કે મોટી ભૂમિકા માટે હજુ તેને ગણવાની શરૂઆત થઇ છે. બાકી, ઘણા બધા સ્ટાર્સ સાથેની ફિલ્મમાં કામ કરો તો પ્રેક્ષકોને એ ફિલ્મ મોટી લાગે પણ અમાયરા જેવા માટે તો નાની જ હોય.
‘જજમેન્ટલ હે કયા’ કંગનાની ફિલ્મ હતી ને ‘પ્રસ્થાનમ’માં તો સંજય દત્ત, અલી ફઝલ, જેકી શ્રોફ વગેરે હતા એટલે ટાઇટલમાં તેનું નામ પણ ૫-૬ કળાકારો પછી આવતું.પણ હવે તેની સ્થિતિ થોડી થોડી બદલાય રહી છે. ‘કોઇ જાનેના’ માં તે કુણાલ કપૂર સાથે આવી રહી છે જે એક થ્રીલર છ. વર્ધન કેતકરની ફિલ્મમાં તે સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે આવશે. તે સુપરહીટ રહેલી ‘થડમ’ની રિમેક છે પણ હા, ફિલ્મમાં અમાયરા ઉપરાંત મૃણાલ ઠાકુર પણ છે. મતલબ કે હજુ લાંબી મજલ છે. તે પોતે પણ આ જાણે છે એટલે વેબ સિરીઝમાં ય કામ કરી લે છે. હમણાં તે ‘તાંડવ’માં અદા મીર તરીકે આવી હતી અને હવે ‘ડોંગરી ટુ દૂબઇ’ નામની વેબસિરીઝમાં તે ઘણા બધા વચ્ચે આવી રહી છે. તેની પાસે પ્રભુદેવા સાથેની ‘બધીરા’ પણ છે પરંતુ તે તેલુગુ ફિલ્મ છે.
અમાયરા દક્ષિણની ફિલ્મોમાં કામ કરવું તરત પસંદ નથી કરતી. મોટું બેનર હોય તો ના નહિ પાડે બાકી તેણે હિન્દીમાં જ વધુ ફિલ્મો કરવી છે. ‘કોઇ જાને ના’ વિડીયો ફિલ્મ છે એટલે અેમેઝોન પ્રાઇવ વિડીયો પર દર્શાવાશે. મતલબ કે થિયેટરમાં રજૂ થઇ જશે એવી કોઇ જાનદાર ફિલ્મ તેની પાસે નથી. આ બાબતે તે ચૂપ રહે છે. કારણકે કયા સ્ટાર્સ કોની સાથે આવવા માંગે છે તે નકકી કરવું મુશ્કેલ છે. અમાયરા બાકી પોતાને રાજકુમારી માની શકે. બસ પ્રેક્ષકો પાસે આશા નહિ રાખવી.