Charchapatra

આળસ અને ધીરજ

આળસ અને ધીરજ વચ્ચે બહુ બારીક રેખા છે. આળસુ માણસ એમ જ માન્યા કરે છે કે હું ધીરજ રાખીને બેઠો છું. ધીરજનું મહત્વ જીવનમાં બહુ મોટુ છે. ધીરજ વિના કોઇ કામ પાર પડતું નથી. પરંતુ દોસ્તો કામ નહીં કરવાની વૃત્તિને ધીરજનું નામ આપી શકાય નહિ. ખેડૂત બીજ વાવે અને પાક લણે એ બે વચ્ચેના ગાળામાં એમણે ધીરજ રાખવી પડે છે. ઉતાવળ કરવાથી પાક થતો નથી. કહેવાય છે કે ઉતાવળે આંબા ન પાકે. જે બીજ વાવે જ નહીં કામ કરે જ નહીં તો તે આળસુ જ છે. બીજ વાવ્યા વિના માણસ ગમે તેટલી ધીરજ રાખે તો કશું ઉગતુ નથી. આળસુ અને ધીરજવાનમાં આ પાયાનો તફાવત છે. પોતાની પૂરતી સમજશકિત, બુધ્ધિશકિત વાપરીને કામ કર્યા પછી જ તેનું ફળ મળે છે. પરંતુ કામનું ફલ પ્રાપ્તિ માટે જે રાહ જુએ તે ધીરજવાન અને કશું કર્યા વિના જ માત્ર તરંગોમાં રચ્યા પચ્યા કરે તે આળસુ. કહેવાય છે ને કે આળસ મનુષ્યનો મોટામાં મોટું શત્રુ છે.
અમરોલી            – આરતી જે. પટેલ ગુજરાતી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top