National

ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગ: ભારતે પાકિસ્તાનને ખસેડી પ્રથમ સ્થાન મેળવ્યું

ઓવલ ટેસ્ટમાં જીતની સાથે જ ભારતીય ટીમ ત્રીજા સ્થાનેથી પહેલા નબરે, પાકિસ્તાન અને વેસ્ટઇન્ડિઝ બીજા ક્રમે તો ઇંગ્લેન્ડ ચોથા ક્રમે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ બીજી સાયકલમાં હાલ માત્ર ચાર દેશો જ પોઇન્ટ ટેબલમાં સામેલ થયા છે, બાકીના દેશોનો પ્રવાસ હજુ શરૂ નથી થયો

દુબઇ : ભારતીય ટીમે (Indian cricket team) ઓવલ (Oval)માં રમાયેલી ચોથી ટેસ્ટ (test match)માં ઇંગ્લેન્ડ (england)ને હરાવીને 50 વર્ષ પછી આ મેદાન પર ટેસ્ટ જીતવાની સાથે સીરિઝમાં પણ 2-1ની સરસાઇ મેળવી લીધી છે અને ભારતીય ટીમ આ જીતની સાથે જ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની રેન્કિંગ (ICC test championship ranking)માં ત્રીજા સ્થાનેથી સીધી ટોચના સ્થાને પહોંચી ગઇ છે. ભારતીય ટીમ પાકિસ્તાન (pakistan)ને હટાવીને પહેલા નંબરે પહોંચી છે. પાકિસ્તાન બીજા ક્રમે સરકી ગયું છે. સીરિઝમાં ચારમાંથી બે મેચ હારવાની સાથે ઇંગ્લેન્ડ ચોથા ક્રમે પહોંચ્યું છે.

પાકિસ્તાનની સાથે જ વેસ્ટઇન્ડિઝ પણ તેના જેટલા જ પોઇન્ટની સાથે જ તેના જેટલી જ જીતની ટકાવારીને પગલે બીજા ક્રમે છે. ભારતીય ટીમ પહેલા ત્રીજા સ્થાને હતી, જો કે હવે ભારતીય ટીમ 26 પોઇન્ટની સાથે જ 54.17ની ટકાવારી સાથે પહેલા ક્રમે પહોંચી ગઇ છે. ઇંગ્લેન્ડની ટીમના પોઇન્ટ તો 14 છે પણ તેની ટકાવારી 29.17 હોવાના કારણે તે સૌથી નીચલા ક્રમે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ બીજી સાયકલ છે અને તેમાં ઘણી ટીમોએ હજુ પોતાના પ્રવાસની શરૂઆત જ નથી કરી.

આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલ

ટીમમેચજીતહારડ્રોપેનલ્ટીપોઇન્ટટકાવારી
ભારત421122654.17
પાકિસ્તાન211001250.00
વેસ્ટઇન્ડિઝ211001250.00
ઇંગ્લેન્ડ412121429.17

ભારતને ખબર જ છે કે વળતો પ્રહાર કેવી રીતે કરવાનો છે : ક્રિસ સિલ્વરવુડ

ઓવલ ટેસ્ટમાં 99 રનથી પાછળ હોવા છતાં ટેસ્ટ જીતવા માટે ઇંગ્લેન્ડના કોચે ભારતીય ટીમની પ્રશંસા કરી હતી.

લંડન : ઇંગ્લેન્ડના મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે ચોથી ટેસ્ટના પહેલા દાવમાં 99 રનથી પાછળ હોવા છતાં એ ટેસ્ટ જીતવા માટે વિરાટ કોહલીની ટીમની પ્રશંસા કરીને કહ્યું હતું કે ભારતીય ટીમને ખબર જ છે કે તેમણે વળતો પ્રહાર કેવી રીતે કરવાનો છે. ભારતે બીજા દાવમાં 466 રન બનાવીને ઇંગ્લેન્ડને 368 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને તે પછી ભારતીય બોલરોએ કરેલા જોરદાર પ્રદર્શનને પગલે ટીમ ઇન્ડિયાએ આ ટેસ્ટ 157 રને જીતી હતી. સિલ્વરવુડે કહ્યું હતું કે 200 રનની આસપાસની સરસાઇ મેળવીને અમે ભારતીય ટીમને મુશ્કેલીમાં મુકી શક્યા હોત પણ અમે એવું કરવામાં નિષ્ફળ રહ્યા અને ડ્રેસિંગ રૂમમાં અમે એ બાબતે વાત કરી હતી. સિલ્વરવુડે કહ્યું હતું કે તેમના પર એટલી સરસાઇ પ્રભાવક રહી હોત પણ ફરી એકવાર ભારતીયોને એ શ્રેય જાય છે, તેમને ખબર જ છે કે વળતો પ્રહાર ક્યારે કરવાનો છે.

Most Popular

To Top