Top News

More Posts

   The Latest

Most Popular

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ના 48 માં સત્રમાં ભારતે પાકિસ્તાન (India on Pakistan) પર જોરદાર હુમલો કર્યો. ભારતે કાઉન્સિલના લક્ષ્યો પર સ્પષ્ટપણે સવાલ ઉઠાવતા કહ્યું કે પાકિસ્તાન તેના ખોટા અને દૂષિત એજન્ડાને ફેલાવવા માટે UNHRC પ્લેટફોર્મ (Platform)નો દુરુપયોગ કરવાનું ચાલુ રાખે છે.

આ સિવાય ભારતે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) પર પણ હુમલો કર્યો અને કહ્યું કે આ સંગઠનને જમ્મુ-કાશ્મીર (J & K) પર કંઈપણ બોલવાનો અધિકાર નથી, કારણ કે તે ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાન આતંકવાદી (terrorist)ઓને આશ્રય આપવા માટે યુએન (UN) દ્વારા નિયુક્ત દેશ છે. યુએનએચઆરસી ફોરમ તરફથી જવાબ આપતા ભારતે જણાવ્યું હતું કે, “પાકિસ્તાન એક એવો દેશ છે જે તેની આંતરિક નીતિના ભાગ રૂપે યુએન દ્વારા નિયુક્ત આતંકવાદીઓને ટેકો, તાલીમ, નાણાકીય સહાય અને હથિયારો પૂરા પાડવા માટે કુખ્યાત છે. ઘણી બહુપક્ષીય સંસ્થાઓ પણ પાકિસ્તાન વિશે ચિંતિત છે. આતંકવાદીઓને નાણાંકીય સહાય કરવી અને આતંકવાદી સંગઠનો સામે અસરકારક પગલાં ન લેવા તેમની નીતિનો ભાગ છે.

ભારત વતી, આગળ કહેવામાં આવ્યું હતું કે – “હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ દ્વારા પૂરા પાડવામાં આવેલા પ્લેટફોર્મનો દુરુપયોગ હવે પાકિસ્તાનની આદત બની ગયો છે. તે તેનો ઉપયોગ અમારા દેશ વિરુદ્ધ ખોટા અને દુર્ભાવનાપૂર્ણ પ્રચાર ફેલાવવા માટે કરે છે. અમે જાણીએ છીએ કે પાકિસ્તાન કાઉન્સિલનું ધ્યાન તેની સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ગંભીર માનવ અધિકારોના ઉલ્લંઘનથી દૂર રાખવાનું ચાલુ રાખે છે, ખાસ કરીને પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા વિસ્તારોમાંથી હટાવવાનો પ્રયત્ન કરવા માટે. “

જમ્મુ -કાશ્મીર અંગેના નિવેદન બદલ ભારતે OIC ની ઝાટકણી કાઢી
ભારતે માનવાધિકાર પરિષદને આપેલા જવાબ દરમિયાન જમ્મુ અને કાશ્મીર પર ઇસ્લામિક દેશોના સંગઠન OIC (ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન) દ્વારા આપેલા નિવેદનની નિંદા કરી હતી. ભારતે કહ્યું કે અમને OIC ના નિવેદન પર ખેદ છે. જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. OIC ને આપણા આંતરિક મુદ્દાઓ પર બોલવાનો કોઈ અધિકાર નથી. UNHRC ના જવાબમાં ભારતે કહ્યું, “OIC એ પોતાને એક લાચારની જેમ પાકિસ્તાન દ્વારા બંધક બનાવવાની સ્વતંત્રતા આપી છે.

પાકિસ્તાન હાલમાં OIC ના જિનીવા ચેપ્ટરની અધ્યક્ષતા કરી રહ્યું છે અને પોતાના એજન્ડાને આગળ વધારવામાં વ્યસ્ત છે. હવે તે OIC ના સભ્ય દેશોનો નિર્ણય કે તેઓ પાકિસ્તાનને તેમની ઈચ્છા મુજબ ચલાવવા દેશે કે નહીં.

To Top