આણંદ : આંકલાવના ગંભીરા પાસે 25 ટન લોખંડ ભરેલી ટ્રકની સનસનાટી ભરી લૂંટ થઇ હતી. ઉધનાની બંધ ફેક્ટરીમાંથી લોખંડનો ભંગાર ભરી ભાવનગર...
આણંદ : આંકલાવ તાલુકાના ભેંટાસી વાંટા ગામે આવેલી વૈશાલી ઇન્ડસ્ટ્રીઝમાં સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે દરોડો પાડી ફ્યુલ ઓઇલના નામે વેચાતા બાયોડિઝલનું...
આણંદ : સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ ખાતે એક દિવસીય જલઝીલણી સમૈયો ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સવારે નીજમંદિરમાં શ્રીહરિ તથા...
પાવી જેતપુર: છોટાઉદેપુર જીલ્લાના સરહદી ગામ દીયાવાંટમાં પ્રાથમિક શાળાની હાલત ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. હાલમાં બાળકોને બેસાડવા માટે...
સુરત: સુરત (Surat)ના ઉદ્યોગકારો સાથે યોજાયેલા ઇન્ટરેક્ટિવ સેશન (interactive session)ને સંબોધતા કેન્દ્રના ટેક્સટાઇલ (textile)અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે (Piyush goyel) જણાવ્યું હતું...
વડોદરા : વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિધાનસભાની ચૂંટણી આવનારને 11 મહિનાથી વધુ સમય બાકી છે ત્યારે અત્યારથી આડકતરી રીતે ભાજપને ટિકિટ માટે...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
વડોદરા: કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતુ કે, દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે છે. જેનું રૂ.એક લાખ...
સુરત : મક્કાઈ વેચીને તેમાંથી આવેલા નાણાં લઈને મગદલ્લા ખાતે રહેતી બે માસિયાઈ સગીર બહેનો (sisters) તેમજ બે સગીર મિત્રો (friends) ઘરેથી...
સુરત: 17 મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi)નો જન્મદિવસ (Birthday) હોવાથી આખા દેશમાં કોરોના (corona) સામેની લડતને નવો આયામ આપવા...
દિલ્હી-મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે છે, જેનું રૂ. એક લાખ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા...
બાળકોના યોગ્ય સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણ થકી જ આપણે ઉન્નત ગુજરાતનું નિર્માણ કરી શકીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તમ બનાવેલા ગુજરાતને સર્વોત્તમ બનાવી...
દિલ્હી-મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે છે, જેનું રૂ. એક લાખ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા...
દેશમાં પહેલી વખત ગુજરાતમાં જ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના હાઈકમાન્ડે એક નવીન રાજકિય પ્રયોગ કર્યો છે, તેના જ ભાગરૂપે આખે આખી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિને દેશમાં વેક્સીનેશનનો રેકોર્ડ સર્જાયો છે. વેક્સીનેશન મેગા ડ્રાઈવનો મોટી સંખ્યામાં લાભ ઉઠાવીને દેશની પ્રજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને...
STF એ ગુરુવારે લોહીની દાણચોરી (blood smuggling) કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ ગેંગના બે સક્રિય સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા...
વૉશિંગ્ટન, લંડન: એકવીસમી સદી (21 st century)ના ખતરાઓનો સામનો કરવા માટે અને સંરક્ષણ ક્ષમતાઓની બાબતમાં વધુ વ્યાપક ભાગીદારી માટે અમેરિકા (America), બ્રિટન...
એક પછી એક તહેવારોની મજા માણવાનું સુરતીઓ ચુકતા નથી. હજુ તો નવરાત્રિ આડે ઘણો સમય છે. સુરતીઓ નવરાત્રિનો તહેવાર દર વર્ષે ભારે...
વો દિન આહી ગયાં… જે દિવસની પેરેન્ટ્સ લાંબા સમયથી રાહ જોતા હતા. જી હા તમે સાચું વિચાર્યું. બાળકોની સ્કૂલ શરૂ થઈ એ...
અનંત ચૌદસના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરાય છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરોમાં ગણેશજીની પ્રતિમાની વિધિ વિધાનથી સ્થાપના કરે છે....
શહેરની મધ્યમાં નાનપુરા ટીમલીયાવાડ ખાતે આવેલા અને શહેરના કલાવારસાનો ચાર દાયકાથી સાક્ષી રહેલા ગાંધીસ્મૃતિ ભવનને (GANDHISMRUTI BHAVAN) નવા વાઘા પહેરાવાનો નિર્ણય લેવાયો...
એક…દો… તીન… ચાર… ગણપતિ નો જય જય કાર….ના નાદ સાથે સુરતમાં ગણેશોત્સવનો માહોલ જામ્યો છે. પણ હવે તો બે દિવસમાં તો બાપ્પા...
આણંદ : રાજ્ય સરકારમાં ધરખમ ફેરફાર કરી ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધાના એંધાણ આપી દીધાં છે. આ ફેરફારમાં...
આણંદ : પેટલાદ તાલુકાના ચાંગા ખાતે ચરોતર એજ્યુકેશન સોસાયટીના નામે શરૂ કરાયેલી વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ એકડમીમાં નિઃશુલ્ક શિક્ષણ આપવા માટે વાલીઓ પાસેથી ડિપોઝીટની...
આણંદ : આણંદના બાકરોલ ગામે રહેતી પરિણીતાને તેના પતિ રાજાપાઠમાં વારંવાર ત્રાસ આપી મારઝુડ કરતો હતો. દસ વરસ ઉપરાંત સમય સુધી ત્રાસ...
નડિયાદ: નડિયાદ શહેરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવકે વ્યાજખોરોના ત્રાસથી છૂટવા માટે જીંદગીનો અંત આણ્યો હતો. યુવકના આપઘાતના ૪૮ કલાક બાદ મૃતકને બહેને...
વડોદરા: રાજ્યના નવ નિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઇ હતી. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ...
વડોદરા : વડોદરામાં ગણેશઉત્સવનો માહોલ જામ્યો છે.શ્રીજી ભક્તો દ્વારા શહેરમાં પરંપરા મુજબ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે.પરંતુ પાલિકા તંત્ર...
સુરત : અમરેલીમાં અઠવાડિયા પહેલા પતિના અવસાન બાદ વિધવા (widow)એ તેની પાસેના અઢી લાખના સોના-ચાંદીના દાગીના (jewelry) તેમજ રૂા. 50 હજાર રોકડા...
વડોદરા: શહેરમાં આમ આદમી પાર્ટીના શ્રીજી ઉત્સવના બેનરોને મહાનગરપાલિકા દ્વારા હટાવી દેવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા મ્યુનિ. કમિશ્નરશ્રીને આવેદનપત્ર...
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
આણંદ : આંકલાવના ગંભીરા પાસે 25 ટન લોખંડ ભરેલી ટ્રકની સનસનાટી ભરી લૂંટ થઇ હતી. ઉધનાની બંધ ફેક્ટરીમાંથી લોખંડનો ભંગાર ભરી ભાવનગર જવા નિકળેલાં ટ્રક ચાલકે ચા પાણી માટે સુરત રોકાયો હતો. આ સમયે મુસાફરના સ્વાંગમાં ત્રણ યુવક ટ્રકમાં જોડાયાં હતાં. બાદમાં તેઓએ છરીની અણીએ ટ્રક ચાલકને બંધક બનાવી તેને ગંભીરા ઉતારી દઇ લોખંડ અને ટ્રક સહિત રૂ.19 લાખનો મુદ્દામાલ લૂંટીને ફરાર થઇ ગયાં હતાં. આ અંગે આંકલાવ પોલીસે અજાણ્યા ત્રણ શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરના કુંભારવાડા ખાતે રહેતા પરેશભાઈ કરેણીયા છેલ્લા દસેક માસથી ભાવનગરની રવેચી કૃપા ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને વર્ધી પ્રમાણે ટ્રક ફરવે છે. પરેશ 11મી સપ્ટેમ્બરના રોજ ભાવનગરથી ટ્રકમાં કોલસા ભરી સુરત પાંડેસરા સિદ્ધી વિનાયક મીલમાં જવા નીકળ્યો હતો અને બીજા દિવસે સાંજના પાંચેક વાગે પાંડેસરા પહોંચી ટ્રક ખાલી કરી હતી. પરેશભાઈના શેઠ અશ્વિનભાઈ કેરાસીયાએ ફોન કરી નજીકની હોટલમાં રોકાવા જણાવ્યું હતું.
બાદમાં 16મી સપ્ટેમ્બરના રોજ પરેશને ઉધના સ્વામીનારાયણ મંદિરની બાજુમાં આવેલી બંધ ફેક્ટરીમાંથી લોખંડનો ભંગાર લાવવાની સુચના આપતાં પરેશ ત્યાં પહોંચ્યો હતો અને ટ્રકમાં 25 ટન જેટલો લોખંડનો ભંગાર ભરી રાત્રીના 11-30 વાગે ભાવનગર જવા નીકળ્યો હતો. પરેશ ટ્રક લઇ સુરતની બહાર હાઈવે પર આવતાં રાજ હોટલે ચા પીવા ઉભો રહ્યો હતો. આ સમયે ત્યાં ઉભેલા આશરે 25થી 30 વર્ષના ત્રણ યુવકે ભાવનગર લઇ જવા જણાવ્યું હતું. ભાડાની લાલચમાં પરેશે ત્રણેયને ટ્રકમાં આગળના ભાગે બેસાડી દીધાં હતાં.
દરમિયાનમાં જંબુસર નજીક મુવાલ ચોકડી પસાર કરતાં આશરે સાડા ચારેક વાગે આ યુવકોએ છરી બતાવી ટ્રક ઉભી રખાવી હતી અને પરેશને બાજુમાં ખેંચી લઇ ટ્રકની અંદર કેબીનમાં દબાવી દીધો હતો. બાદમાં દોરડાથી બાંધી દીધો હતો. બે યુવક છરી લઇ બેઠેલા તથા ત્રીજાએ ટ્રક ઉપાડી હતી. ગંભીરા બ્રીજ પસાર કરી ગંભીરા ચોકડી તરફ આવતા હતા ત્યારે સવારના આશરે છ વાગે તેઓએ રોડની સાઇડમાં ટરક ઉભી કરી દીધી અને પરેશને ધક્કો મારી ગાડીમાંથી નીચે ઉતારી દઇ તેઓ ટ્રક લઇ જતાં રહ્યાં હતાં. લૂંટારૂઓ ટ્રક જતાં રહેતાં જેથી પરેશે બુમાબુ કરી હતી. પરંતુ લોખંડનો ભંગાર ભરેલી ટ્રક લઇ ગંભીરા ચોકડી તરફ જતા રહ્યાં હતાં. આ અંગે નજીકની એક હોટલ પર પહોંચી ફોન કરી હતી. આખરે તેઓએ પોલીસ મથકે ફરિયાદ આપવાનું કહેતાં આંકલાવ પોલીસ મથકે ત્રણ અજાણ્યા શખસ સામે છરીની અણીએ રૂ.7 લાખનો ભંગાર અને રૂ.12 લાખના ટ્રકની લૂંટની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.