Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : ગણેશોત્સવને અનુલક્ષીને શહેરમાં નીકળનારી વિસર્જન યાત્રામાં અગવડ ઉભી ના થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ અને નો એન્ટ્રીનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. ગણેશોત્સવમાં પાંચમા,સાતમા અને અંતિમ દિવસે થનારા વિસર્જનને અનુલક્ષીને નાગરિકોને અગવડ ના પડે તે માટે નો પાર્કિંગ, નો એન્ટ્રી, ડાયવર્ઝન તેમજ વૈકલ્પિક વ્યવસ્થા અંગેનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામુ તા.16, તા.18 અને તા.19 ના રોજ સવારે નવ વાગ્યાથી વિસર્જન પૂર્ણ થતા સુધી અમલમાં રહેશે. શહેરના ચાર દરવાજા વિસ્તાર તેમજ લહેરીપુરા દરવાજાથી રાવપુરા રોડ,માર્કેટ રોડ તથા દાંડિયાબજાર રોડ  પર, સહિત નવલખી ગ્રાઉન્ડ તરફ આવતા તમામ માર્ગો પર નો  પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમજ કૃત્રિમ તળાવ તરફ આવતા તમામ માર્ગો પર વાહનો માટે નો એન્ટ્રી જાહેર  કરવામાં આવી છે.

To Top