Entertainment

હંમેશા યંગ દેખાવા માટે અનિલ કપૂર સાપનું લોહી પી છે? અભિનેતાએ શું આપ્યો જવાબ જાણો

જીવનના 6 દાયકા વીતાવ્યા બાદ પણ હરહંમેશ જવાન અને ઉર્જાથી ભરપૂર દેખાતા અભિનેતા અનિલ કપૂર (ANIL KAPOOR)માટે અનેક અફવાઓ ઉડતી રહે છે. એવી જ એક અફવા છે કે અનિલ કપૂર હંમેશા જવાન અને ઉર્જાવાન દેખાવા માટે પોતાની સાથે પ્લાસ્ટિક સર્જનને રાખે છે અને સાંપનું લોહી પી છે. અનિલ કપૂરે અભિનેતા અરબાઝ ખાનના (ARBAAZ KHAN) એક શો માં તેના વિશે અવારનવાર ઉઠતી રહેતી ચર્ચાઓ અંગે વિસ્તારથી જવાબ આપ્યા છે.

અનિલ કપૂર બોલિવુડના એ અભિનેતાઓ પૈકીના એક છે જેમની ઉંમરનો કયાસ લગાવી શકાતો નથી. અનિલ કપૂરની ઉંમર વધવાને બદલે ઘટતી હોય તેમ તેમને જોઈને લાગે છે. અનિલ કપૂરની જવાનીને લઈને કેટલાંય વર્ષોથી ચર્ચાઓ થતી રહે છે. ફેન્સ અનિલ કપૂરની સદાબહાર યુવાનીનું રહસ્ય જાણવા માટે હંમેશા ઉત્સુક રહે છે. કેટલાંક ફેન્સ તો અનિલ કપૂર વિશે ચાલતી કોઈ પણ વાત પર વિશ્વાસ કરી લે છે ત્યારે તાજેતરમાં જ અરબાઝ ખાનના ટોક શો Pinch માં અનિલ કપૂરે તેના વિશે ચાલતી તમામ વાતો પર ખુલાસા કર્યા હતા.આ શો પર અનિલ કપૂરે પોતાના જીવન વિશેના કેટલાંક મજેદાર સવાલોના જવાબો આપ્યા. અનિલ કપૂરે એ લોકોને પણ જવાબ આપ્યા જેઓ કહે છે કે અનિલ હંમેશા યંગ દેખાવા માટે સાંપનું લોહી પી છે.

આ શોના એક સેગમેન્ટમાં અરબાઝ ખાને અનિલ કપૂરનો કેટલાંક લોકોનો રેકોર્ડેડ વિડીયો બતાવ્યો. આ વિડીયોમાં લોકો અનિલના લૂકને લઈને વાતો કરી રહ્યાં હતાં. એક વ્યક્તિએ વીડિયોમાં કહ્યું કે, અનિલ કપૂરને બ્રહ્માજીનું વરદાન મળ્યું છે. તો બીજા વ્યક્તિએ કહ્યું કે, અનિલ પોતાના પ્લાસ્ટિક સર્જનને હંમેશા સાથે જ રાખે છે. એક વ્યક્તિએ કહ્યું કે મને લાગે છે કે અનિલ સાંપનું લોહી પીવે છે જેથી તે હંમેશા જવાન દેખાય.

સવાલો અને કોમેન્ટ સાંભળ્યા બાદ અનિલ કપૂરે અરબાઝને કહ્યું કે, આ સવાલો ખરેખર આવ્યા છે કે તમે રૂપિયા આપી આ બધું બોલવા માટે કહ્યું છે. અનિલે કહ્યું, ઉપરવાળાએ ઘણું આપ્યું છે. લાઈફમાં પર્સનલી, પ્રોફેશનલી, ફાયનાન્સેલી ઘણું આપ્યું છે. બધાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે પરંતુ હું નસીબદાર છું.

આ સાથે જ અનિલ કપૂરે એ પણ કહ્યું કે, હું આ શો માં આવતા પહેલાં મૂંડન કરાવીને આવ્યો છું અને ટ્રાન્સપ્લાન્ટ ચાલી રહ્યું છે. કપૂરે લોકોને કહ્યું કે જેને જોઈતા હોય તે આવીને લઈ જાય. નોંધનીય છે કે અનિલ કપૂરને તાજેતરમાં જ તેમના ઘટાદાર વાળને લઈને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top