Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઇથી ગોવા શિફટ થયેલાં  રાફેલ સેમ્યુઅલ નામના યુવાને બે વરસ પહેલાં  પોતાના માતા-પિતા પર કેસ દાખલ કરવાનું વિચારી રહ્યો હતો તેવા સમાચાર જાણવામાં આવ્યા હતા. તેનું કહેવું હતું  કે મને પૂછ્યા વગર તમે મને જન્મ કેમ આપ્યો? આ દુનિયામાં મને લાવવા માટે તમે બન્ને  જવાબદાર છો. પોતાના જન્મ માટે માતા-પિતાને જવાબદાર ગણાવ્યા હોય તેવો આ દુનિયામાં કદાચ પ્રથમ વ્યક્તિ હશે.  આ દુનિયામાં પ્રત્યેક જીવ પોતાનો વંશ આગળ વધારવા સંતાનોને જન્મ આપે છે પછી તે માનવ હોય કે  પશુ પક્ષી હોય. દરેક જીવ અનાદિકાળથી વંશવેલો આગળ વધારતો આવ્યો છે અને આગળથી પણ વંશ આગળ વધારતો જ રહેશે.

હિન્દુ ધર્મમાં પતિ પત્નીને આ ધરતીને પુત્ર તેમજ પુત્રીનું દાન કરવાનું કહ્યું છે જેથી પૃથ્વી માનવ વગર વેરાન ન થઈ જાય. અને જો રાફેલ સેમ્યુઅલના વિચાર મુજબ બધા જ માતા-પિતા પુત્ર કે પુત્રીને જન્મ લેવા માટે  પૂછે તો  પૂછે કયાં? કયાંય પણ પુત્ર કે પુત્રીનું અસ્તિત્વ જ ન હોય તો પછી પૂછવાનો સવાલ જ પેદા થતો નથી. અને આજે કેટલાંય યુગલો એકબીજાની સહમતીથી આજીવન  નિ:સંતાન રહેવાનું પસંદ કરતાં થયાં  છે.  આજે દુનિયાના ઘણા દેશોમાં વસ્તિનો  ઘટાડો થયો છે. આજનાં યુગલો જો નિ:સંતાન રહેવાનું પસંદ કરે છે તો પછી દુનિયામાં વસ્તિનો ચિંતાજનક ઘટાડો થઇ શકે છે. શું તે માનવજાતના હિતમાં કહી શકાય?
સુરત     – વિજય તુઈવાલા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top