National

પરિવારનો ત્યાગ કરી પરિવાર કેવી રીતે બનાવી શકાય?, કન્હૈયા કુમારે કોની પર સાધ્યું નિશાન

કોંગ્રેસની નજર હવે વિધાનસભાની સાથે લોકસભા ચૂંટણી ઉપર પણ છે. ચૂંટણી જીતવા માટે કોંગ્રસ હવે નવા યુવા ચહેરાઓને પાર્ટીમાં શામેલ કરી રહી છે. જેથી 2024માં તેઓ સત્તા હાંસલ કરી શકે. આજે 28 સપ્ટેમ્બરના દિને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને જેએનયુના સ્ટુડન્ટ લીડર કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા છે. જોકે, જિગ્નેશ મેવાણીએ હજુ સુધી કોંગ્રેસનું ઔપચારિક સભ્યપદ લીધું નથી. રાહુલ ગાંધીની હાજરીમાં બંને યુવા નેતાઓએ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. યુવાન નેતાઓના સમાવેશથી પક્ષમાં નવી ઉર્જાનો સંચાર થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

  • કન્હૈયા કુમારે કહ્યું કે, કોંગ્રેસ બચશે તો દેશ બચશે. જ્યારે જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, આજે આપણું સંવિધાન, લોકશાહી જોખમમાં છે, તેને આપણે બચાવવાની છે.

બંને યુવાન નેતાઓના કોંગ્રેસમાં સામલે થયા બાદ કોંગ્રેસ દ્વારા એક પ્રેસકોન્ફરન્સ કરવામાં આવી હતી, જેને સંબોધતા કન્હૈયા કુમારે કહ્યું કે, કોંગ્રેસ બચશે તો દેશ બચશે. જ્યારે જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, આજે આપણું સંવિધાન, લોકશાહી જોખમમાં છે, તેને આપણે બચાવવાની છે. કન્હૈયા કુમારે વધુમાં કહ્યું કે, મને લાગી રહ્યું છે કે આ દેશમાં કેટલાંક લોકો, માત્ર લોકો નથી, તેઓ એક વિચારધારા છે. આ દેશની ચિંતન પરંપરા, સંસ્કૃતિ, મૂલ્ય, ઈતિહાસ, વર્તમાન અને ભવિષ્ય ખરાબ કરવાની કેટલાંક લોકો કોશિષ કરી રહ્યાં છે.

મેં ક્યાંક વાંચ્યું હતું કે તમે તમારા દુશ્મનનો પસંદગી કરો. દોસ્ત તો આપો આપ બની જશે. તો મેં મારો દુશ્મન પસંદ કરી લીધો છે. લોકતાંત્રિક પક્ષમાં આપણે એટલા માટે સામેલ થવું જોઈએ કે કારણ કે હવે લાગવા માંડ્યું છે કે કોંગ્રેસ નહીં બચશે તો દેશ નહીં બચે. કન્હૈયાએ કહ્યું કે, દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી નહીં બચે તો દેશ બચી નહીં શકે. મોટા જહાજને બચાવવામાં નહીં આવશે તો નાની નાની હોડીઓ પણ ડૂબી જશે. હું જ્યાં જન્મ્યો છું, જે પાર્ટીમાં મોટો થયો છું, તેને મને શીખવાડ્યું છે. લડવાનો જુસ્સો આપ્યો છે.

  • મહાત્મા ગાંધીએ પોતાની પત્ની સાથે જ અંગ્રેજો સામે આઝાદીની લડત લડી. ઈતિહાસ ઉઠાવીને જોઈ લો આપણે આપણા પરિવાર સાથે જ રહીએ છીએ : કન્હૈયા કુમાર

મને વિશ્વાસ છે કે કોંગ્રેસ પોતાને લોકતાંત્રિક પાર્ટી કહે છે, તે સત્તાધીશોને સવાલ પૂછવાના અને લોકોના સંઘર્ષ માટે લડવામાં અમારો સાથ આપશે. કન્હૈયાએ આરએસએસ પર હુમલો કરતા કહ્યું કે, સંઘ એ પરિવાર નથી. શું તે પરિવાર છે જે પોતાના પરિવાર છોડીને પરિવાર બનાવવું પડે. મહાત્મા ગાંધીએ પોતાની પત્ની સાથે જ અંગ્રેજો સામે આઝાદીની લડત લડી. ઈતિહાસ ઉઠાવીને જોઈ લો આપણે આપણા પરિવાર સાથે જ રહીએ છીએ.

  • ગુજરાતથી જે નવી વાર્તા શરૂ થઈ છે. તે વાર્તાએ છેલ્લાં 7 વર્ષમાં ભારે ઉથલપાથલ મચાવી છે.

ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, ગુજરાતથી જે નવી વાર્તા શરૂ થઈ છે. તે વાર્તાએ છેલ્લાં 7 વર્ષમાં ભારે ઉથલપાથલ મચાવી છે. જે તમારા બધાની સામે જ છે. આપણા સંવિધાન, આઈડિયા ઓફ ઈન્ડિયા, લોકશાહી પર હુમલો છે. આજે ભાઈ-ભાઈ એકબીજાના દુશ્મન બની ગયા છે. આટલું ઝેર, નફરત એ સમજીવિચારીને દિલ્હી અને નાગપુર દ્વારા રચવામાં આવેલું ષડયંત્ર છે. આપણે આઈડિયા ઓફ ઈન્ડિયા, આપણા સંવિધાનને બચાવવાનું છે. વધુમાં મેવાણીએ કહ્યું કે, હું અપક્ષ ધારાસભ્ય છું. એટલે ઔપચારિક રીતે કોંગ્રેસમાં જોડાઈ શકતો નથી. પરંતુ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી જ લડીશ.

કન્હૈયા કુમાર 2019માં ચૂંટણી લડ્યા હતા
કન્હૈયા કુમાર વિશે જો વાત કરવામાં આવે તો તે બિહારના બેગુસરાયથી છે. વર્ષ 2019માં તેઓ લોકસભા ચૂંટણી લડ્યા હતા. જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેમ છતા પાર્ટીનું માનવું છે કે બિહારમાં નવા ચહેરા જરૂરી છે. કન્હૈયા કુમારે વિદ્યાર્થી નેતા તરીકે સંગઠન બનાવાનો અનુભવ છે. જેથી બિહાર કોંગ્રેસના નેતાન અમરિંદર સિંહનું માનવું છે કે કન્હૈયા કુમારના આવવાથી પાર્ટીને મોટો ફાયદો થશે.

યુવાન નેતાઓના કોંગ્રેસ પ્રવેશ પર ટવીટર યુદ્ધ શરૂ
દરમિયાન કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કન્હૈયા કુમારના કોંગ્રેસ પ્રવેશ સામે પ્રશ્નો ઉભા કર્યા છે. તિવારીએ એક ટ્વીટ કરીને વિવાદ છેડી દીધો છે. તિવારીએ ટ્વીટમાં લખ્યું છે કે કેટલાંક સામ્યવાદી નેતાઓ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો છે. આવી સ્થિતિમાં 1973માં પ્રકાશિત કોમ્યુનિસ્ટ ઈન કોંગ્રેસ વાંચવું જોઈએ. આ તરફ ભારતીય જનતા પાર્ટીએ જિગ્નેશ અને કન્હૈયાના કોંગ્રેસ પ્રવેશ પર ટીપ્પણી કરી હતી. ભાજપના નેતા અમિત માલવીયાએ ટ્વીટ કર્યું છે કે કોંગ્રેસ સર્જિકલ સ્ટ્રાઈકની વર્ષગાંઠ પર ભારત તેરે ટૂકડે હોંગેના કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણીને આવકારી રહી છે. આ કોઈ સંયોગ નથી. કોંગ્રેસની ભારતની જનતા સાથે હાથ મિલાવવાની આદત છે.

Most Popular

To Top