સુરત: ઉપરવાસમાં ભારે વરસાદને (Heavy Rain) પગલે સુરતની (Surat) જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક ઉત્તરોત્તર વધી રહી છે. ડેમમાં...
આવું મથાળું વાંચીને જ હસવું આવે કાં?? વાંચવામાં જ થોડું અટપટું લાગે ને!! જો કે એમાં એવું છે કે સ્ત્રીઓ(ના સ્વભાવ અને...
સૃષ્ટિના પ્રારંભથી જ ઈશ્વરના અસ્તિત્વ અંગે વિવિધ મતમતાંતર ચાલે છે. ઘણાં પૂરી શ્રદ્ધા સાથે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે જ્યારે કેટલાંક તેનો ઇન્કાર...
આપણે ભગવાનના વ્યાપક સ્વરૂપને સમજ્યા. તેમાં ભગવાને કહ્યું હતું કે હું સર્વ બુદ્ધિશાળીઓમાં બુદ્ધિ તત્ત્વ છું. આ અંકમાં આપણે માનવની બુદ્ધિ મનથી...
પ્રાચીન કાળમાં ભર્તૃહરિ નામના મહાન રાજા થઇ ગયા. તેઓ બહુ મોટા ધર્માત્મા અને વિદ્વાન હતા. તેમનું સામ્રાજય અતિ વિશાળ હતું. તેમના મહેલો...
વ્યકિતના મૃત્યુ પછીથી તેમને નિમિત્તે શ્રાદ્ધ થાય છે. શ્રાદ્ધ પાછળની મૂળ કલ્પના તો મરનાર વ્યકિતનો સારો વિચાર જો પૂરો થયો ન હોય...
ખેડૂતો વિરૂદ્ધના કાળા કાયદાના વિરોધની આગ સુરત સુધી આવી પહોંચી છે. આજે ઓલપાડ અને કામરેજ હાઈવે પર ખેડૂતો તથા આમ આદમી પાર્ટી...
અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન ધીમે ધીમે તેમના કટ્ટર શાસન જેવી શરતોને ફરી લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઘણા બ્યુટી પાર્લરો (beauty parler)ની બહાર...
સુરતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. ગયા અઠવાડિયે અઠવા ઝોનના લુડ્સ કોન્વેન્ટ સ્કૂલની સામે મેઘમયૂર એપાર્ટમેન્ટમાં ચાર દિવસમાં 9 કોરોના પોઝીટીવ કેસ...
આધુનિક કાળમાં પણ જો એક શ્રદ્ધાસંપન્ન ગૃહસ્થ ધારે તો શ્રુતરક્ષાનું કેટલું મોટું કાર્ય કરી શકે તેનું ઉદાહરણ બિકાનેરનો શ્રી અભય જૈન ગ્રંથાલય...
યુ.કે.ના નિષ્ણાતો દ્વારા ભારત સહિત દુનિયા ભરતી હોસ્પિટલોમાં કરવામાં આવેલા એક વિશ્વવ્યાપી કોરોના આરોગ્ય અભ્યાસને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું ટાઈટલ આપવામાં આવેલ છે....
શિક્ષણ ક્ષેત્રે ઘણી મોટી ખોટ આ કોરોના કાળ દરમિયાન વર્તાય છે અને એ છે બાળકોની ઘટતી જતી માનસિક સમજશક્તિ, બાળકના મગજ ઓનલાઈન...
અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. ભાદરવા વદ એકમથી ભાદરવા વદ અમાસ સુધી શ્રાદ્ધપક્ષ હોય છે. પિતૃઓની મરણતિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવું. તિથિ...
ગુજરાતના મુખ્યમંત્રી બાદ સમગ્ર પ્રધાન મંડળને બદલીને નવા નિશાળીયાઓના હાથમાં ગુજરાતનું ભાવિ સોંપીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના રાજકીય વિશ્લેષકોને અચંબામાં નાખી...
ઘણી વ્યકિતના મુખે એવું સાંભળવા મળ્યું હતું કે ‘જયાં પૈસો કામ આવે ત્યાં પૈસો જ કામ આવે અને જયાં માણસની જરૂર હોય...
વેક્સિનેશનની અસરકારકતા અંગેના માત્ર સુરતના જ આંકડા લઇએ તો શહરેમાં વેક્સિનેશનના 8 માસમાં કુલ 32.73 લાખ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવી દીધો...
શહેરા: શહેરા સહિત જિલ્લામાં રવિવારના રોજ વરસાદી માહોલ જામતા ડાંગરના પાકને ખરા સમયે પાણી મળ્યુ હતુ. જ્યારે પવન સાથે આવેલ વરસાદના કારણે...
દાહોદ: દે.બારીઆ નગર પાલિકા જે જમીનમાં ટ્રસ્ટી છે આ બાલ મંદિરના વિદ્યાર્થીઓ માટે રમત-ગમતની આ જગ્યામાં નગરના વિકાસના કામો માટે આવેલ સરકતી...
નવી દિલ્હી: તહેવારોની સીઝન પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ રવિવારે દેશવાસીઓને કોવિડ-19 (Covid-19)થી સુરક્ષા માટે સમસ્ત ઉપાયોનું પાલન કરવાનો આગ્રહ...
પાવીજેતપુર: પાવીજેતપુર તાલુકા પંચાયત અને બોડેલી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સામે પાવી જેતપુર પોલીસ મથકમાં છેતરપીંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની...
દાહોદ, : ધાનપુર તાલુકાના દુધાળા ગામે દુધામળી ગામે ડાંગરના ખેતરમાં દીપડો જોવાતા ગ્રામજનોમાં ફફડાટ વન કર્મીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા...
આણંદ : વસોના ગામમાં રહેતી પરણિતા પોતાના સસરાની અશ્વલીલ હરકતથી ત્રાસીને પોતાના પિયર રહેવા જતી રહી હતી. તે દરમ્યાન તેના છ માસના...
સુરત: સુરત (Surat)ના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ (Lalbhai contractor stadium), પીઠાવાલા સ્ટેડિયમ અને ખોલવડ જીમખાના ખાતે બી.સી.સી.આઈ (BCCI) વિમેન્સ અંડર-૧૯ (under 19 women)...
નડિયાદ: નડિયાદમાં રહેતી પરિણીતાએ લગ્નના દોઢ વર્ષમાં જ પતિથી અલગ થયાં બાદ છુટાછેડા માટે કોર્ટમાં કેસ મુક્યો હતો. જેનાથી નારાજ પતિએ છુટાછેડા...
વડોદરા: હવામાન ખાતા દ્વારા આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.શહેરમાં બપોરે ત્રણ વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગનો...
વડોદરા: શહેરના બે વિસ્તારમાં ધમધમતા જુગારધામો પર પોલીસે દરોડા પાડી જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન અલગ-અલગ 2 સ્થળોએ દરોડા પાડી...
વડોદરા : શહેરના મંાજલપુરમાં રહેતી પરણીતાને લગ્નના સાત મહિના બાદથી જ સાસરીપક્ષે દહેજ પેટે ત્રાસ આપવાનું શરૂ કરી દેતા કંટાળેલી પરણીતાએ મહિલા...
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટી યુનિયન દ્વારા યુનિવર્સિટી પરિસરમાં ફિટ ઇન્ડિયા ને ચરિતાર્થ કરતી હેરિટેજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. વિશ્વ પ્રવાસન દિવસના એક...
વડોદરા : નંદેસરીની કેમિકલ કંપનીમાં ગત રાત્રે બે કર્મચારી ભેદી સંજોગોમાં મોતને ભેટતા હાહાકાર મચી ગયો હતો. બંને કર્મચારી કંનપીમાં પ્લાન્ટમાં ગેસ...
નવી દિલ્હી: ચક્રવાત ગુલાબ (Cyclone Gilab) આંધ્રપ્રદેશ (Andhra pradesh) અને ઓડિશા (Odisha)ના દરિયાકાંઠા (Sea shore)ના વિસ્તારો સુધી પહોંચી ગયું છે. એમ હવામાન...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરત: ઉપરવાસમાં ભારે વરસાદને (Heavy Rain) પગલે સુરતની (Surat) જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક ઉત્તરોત્તર વધી રહી છે. ડેમમાં પાણીની સપાટી ડેનજર લેવલ 345 ફૂટની નજીક પહોંચી ગઈ છે, જેના લીધે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગયા શનિવારથી આજે સોમવાર સુધીમાં તંત્ર દ્વારા સતત ડેમની સપાટીનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે અને પાણી છોડવાના નિર્ણયો સતત બદલવામાં આવી રહ્યાં છે. આજે 1.25 લાખ ક્યૂસેકથી 1.50 લાખ ક્યૂસેક પાણી ઉકાઈમાંથી છોડવાનું નક્કી કરાયું છે.
હાલના વરસાદમાં ડેમને ભરતા રહેનાર તંત્રએ આખરે ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં ફરી વરસાદની આગાહી થતાં ઉકાઇ ડેમમાં પાણીની આવક વધી જતાં 10 દરવાજા ખોલીને શનિવારે 98500 ક્યુસેક પાણી છોડવું પડ્યું હતું. ત્યારે રવિવારે પાણી છોડવાની માત્રા ઘટાડીને 35 હજાર ક્યુસેક કરાયા બાદ મોડીરાત્રે ફરી 10 કલાકે 6 દરવાજા ખોલીને 70 હજાર કયુસેક પાણી છોડવું પડ્યું હતું. જોકે, સોમવારે ફરી એકવાર ડેમમાં પાણીની આવક વધતા અને સપાટી ડેન્જર લેવલની નજીક પહોંચતા તંત્રએ વધુ પાણી છોડવાનો નિર્ણય લીધો છે. સોમવારથી તંત્ર દ્વારા 1.50 લાખ ક્યૂસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટી વધી રહી છે. ડેમનું ડેન્જર લેવલ 345 ફૂટ છે. છેલ્લાં બે દિવસથી વત્તાઓછી માત્રામાં પાણી છોડીને ડેમની સપાટી 342 અને 343 ફૂટની વચ્ચે જાળવવામાં આવી રહી છે. રવિવારે ડેમની સપાટી 342.53 પર પહોંચી ગઈ હતી, જેના પગલે વધુ માત્રામાં પાણી છોડવાનું નક્કી કરાયું હતું. સોમવારે સવારે 1.25 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હતું, જે બપોરે 12 વાગ્યા બાદ 1.50 લાખ ક્યૂસેક કરવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 342.25 ફૂટ છે, જે ડેનજર લેવલ 345 ફૂટથી 2.75 ફૂટ ઓછી છે.
જ્યારે હથનુર ડેમની સપાટી 213 મીટર અને ડિસ્ચાર્જ 24961 ક્યુસેક છે. નોંધનીય છે કે પાણીની આવક વધશે તો 98 હજાર ક્યુસેક છોડાશે, તેવી તૈયારી કરવામાં આવી છે. વિતેલા 24 કલાકમાં ઉપરવાસમાં સરેરાશ 16.10 મીમી વરસાદ વરસ્યો છે.

નોંધનીય છે કે, હવામાન વિભાગે ઉપરવાસમાં વરસાદની આગાહી કરી છે. હાલ ડેમ પહેલાથી જ રૂલ લેવલથી માત્ર અઢી ફૂટ નીચે છે. પરંતુ સામે મોટું જોખમ છે. 345 ફૂટે ડેમ છલોછલ ભરાઈ જાય છે અને ત્યાર પછી પરિસ્થિતિ કાબૂ બહાર જઈ શકે તેવી શક્યતા રહે છે. તેને કારણે તંત્રએ હવે દોડવાની ફરજ પડી છે દરમિયાન છેલ્લાં બે દિવસથી છોડાયેલા પાણીના કારણે રવિવારે તાપી નદી છલોછલ વહેતી નજરે પડી હતી.