ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી તાજેતરમાં ૩૦૦૦ કિલો જેટલું ડ્રગ્સ ડીઆરઆઈ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. ભારતના ઇતિહાસમાં આટલું મોટો ડ્રગ્સનો જથ્થો કોઈ...
ગાંધીનગર: (Gandhinagar) ગુલાબ વાવાઝોડામાંથી (Cyclone) છૂટી પડેલી એક સિસ્ટમની અસર હેઠળ અરબી સમુદ્રમાં આકાર પામેલુ શાહિન વાવાઝોડુ કરાચી (Karachi) તરફ સરકી ગયુ...
ગાંધીનગર: (Gandhinagar) આયકરના ગુપ્તચર તંત્રએ સુરતમાં (Surat) હીરાની (Diamond) લે-વેચ કરતી પેઢી સામે દરોડાની કાર્યવાહી હાથ ધરીને અંદાજિત 2742 કરોડના હીરાના વેચણાના...
સુરત: (Surat) સુરત શહેરમાં હાલ ખાડાઓને (Pits) કારણે લોકો તોબા પોકારી ગયા છે. પાલિકાના હલ્કી ગુણવત્તાનાં ડામર અને મટિરિયલની વરસાદે પોલ ખોલી...
ઓલપાડ ટાઉન: સુરત જિલ્લાના ઓલપાડ (Olpad) તાલુકામાં એક યુવકે દારૂના નશામાં ધમાલ મચાવી હતી. યુવકે દારૂના નશામાં આખું ગામ માથે લીધું હતું....
અમરેલીના રાજુલા તાલુકામાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં ધારેશ્વર ગામમાં ગઈકાલે અડધી રાત્રે બે સિંહ ઘેંટાની વાડમાં ઘૂસી આવ્યા હતા અને એકસાથે...
ન્યૂઝીલેન્ડમાં રહેતા ભારતીય માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને ટુરીસ્ટ વિઝાની સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે રેસિડેન્ટ વિઝા 2021ની...
બિહારનો એક સામાન્ય વાળંદ રાતોરાત કરોડપતિ બની ગયો છે. માત્ર 50 રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટે તેને એક જ રાતમાં તે કરોડો કમાયો છે. કહેવાય...
સુરત: (Surat) સુરત શહેરનો કદાચ જ એવો કોઈ રોડ હશે જ્યાં ખાડા (Pits) નહીં હોય. ખાસ કરીને સેન્ટ્રલ ઝોન અને વરાછા ઝોનની...
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે (Gujarat CM Bhupendra Patel) દિવ્યાંગો (Handicapped) પ્રત્યે સહાનુભૂતિ દાખવી છે. સરકારે આજે ખૂબ મોટો નિર્ણય લીધો છે. સરકાર...
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત આજે રાજ્યના પાટીદાર આગેવાનોએ લીધી હતી. ખોડલધામ મંદિર ટ્રસ્ટના નરેશ પટેલની આગેવાનીમાં આ શુભેચ્છા મુલાકાત મળી...
છેલ્લાં એક અઠવાડિયા કરતાં વધુ સમયથી પંજાબ કોંગ્રેસમાં (Punjab Congress) ધમાસાણ ચાલી રહ્યું છે. કેપ્ટન અમરિંદર સિંહે (Captain Amrindar singh Ex CM...
સુરત: (Surat) ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન(ફોગવા)ની (FOGVA) તા. 23/09/2021 ના રોજ વિવિધ વિવર્સ (Weavers) સોસાયટીના પ્રતિનિધિઓ, હોદ્દેદારો તથા વિવર્સ આગેવાનો...
સુરત: (Surat) સુરતમાં મેટ્રો રેલ માટેની (Metro Rail) કામગીરીનો ધમધમાટ ધીરેધીરે વધી રહ્યો છે. મેટ્રો રેલ પ્રોજેકટ કરતી જીએમઆરસીએ આજે ભટાર રોડથી...
વડાપ્રધાન નરેદ્ર મોદીના સૌથી નજીકના મનાતા ગૌતમ અદાણીની રોજની કમાણીનો આંકડો જાણશો તો તમારી આંખો પહોળી થઈ જશે અને બોલી ઉઠશો ઓ..હો..હો.....
કૌન બનેગા કરોડપતિ 13 (KBC 13) ને હંમેશા દર્શકોનો પ્રેમ મળ્યો છે. આ શોમાં બિગ બી (Amitabh bachchan) સ્પર્ધકો અને સેલેબ્સ સાથે ઘણી...
રાજપીપળા: ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Dam) પર પાણીની આવકમાં વધારો થયો હોવાથી ડેમના ઉપરવાસમાં પડેલા અવિરત વરસાદને...
સુરત: (Surat) સુરત શહેરમાં ગુરુવાર સવારથી જાણે પરિસ્થિતિ થાળે પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં વરસાદ (Rain) અટકી ગયો છે....
ગુલાબ વાવાઝોડાની ઘાતકતા ઘટી ગઈ પરંતુ તેના લીધે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનના લીધે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે....
નવી દિલ્હી . સાડી (sari) પહેરીને મહિલા (woman)ને રોકનાર રેસ્ટોરન્ટ (restaurant) બંધ થઈ ગઈ છે. રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરીને દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને (SDMC) બંધ...
T-20 વર્લ્ડકપ (T-20 Worldcup) શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર...
બોલિવૂડ (Bollywood)નું રાજકારણ (Politics) સાથે પણ એવું જોડાણ રહ્યું છે કે જો રાજકારણમાં થોડો વિવાદ થાય તો તેની અસર મનોરંજન જગતમાં પણ...
સુરત: કોરોના મહામારીના લીધે સુરત એરપોર્ટ પરથી ઉડાન ભરતી એકમાત્ર સુરત-શારજાહ ફ્લાઈટ છેલ્લાં દોઢ વર્ષથી રદ કરવામાં આવી છે, તે હવે ફરી...
હમણાં 28મી સપ્ટેમ્બરે રણબીર કપૂરનો જન્મ દિવસ ગયો. અત્યારે તે એક જ છે જે કપૂર ખાનદાનનું પુરુષ પ્રતિનિધિત્વ કરે છે. તેને પોતાને...
શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાને ફિલ્મમાં પ્રવેશવાની તૈયારી કરી લીધી છે અને ઝોયા અખ્તરની ફિલ્મથી તે ગ્રાન્ડ એન્ટ્રી મારશે. શાહરૂખ આ વિશે...
મૃણાલ ઠાકુરની અત્યાર સુધીમાં પાંચ ફિલ્મો રજૂ થઈ છે અને કોરોનાનું કારણ કહો કે તેનું સારું નસીબ કહો અત્યારે છ ફિલ્મમાં આવી...
સંતાનો મોટા થાય પછી દરેક બાપની ઇચ્છા હોય છે કે પોતે નિવૃત્ત થાય યા પોતાની મૌજથી કામ કરે. અમિતાભ બચ્ચન અભિષેકથી વધારે...
સુરત: સુરત (Surat) શહેરની નર્મદ યુનિ. (VNSGU) એ પોતાનો વહિવટ સતત અપડેટ (Update) કરી ટેકનોલોજી (technology)નો મહત્તમ ઉપયોગ કરવા બાબતે ધ્યાન કેન્દ્રિત...
વિદેશમાં જન્મીને ભારતમાં અભિનેત્રી તરીકે કારકિર્દી બનાવનારમાં કેટરીના કૈફ, જેકલીન ફર્નાન્ડિસ જરૂર છે પણ બીજી એવી ઘણી છે જે સફળ રહી શકી...
શું અનુષ્કા શર્મા હવે ફકત નિર્માત્રી બનીને જ રહી જશે? તે જાન્યુઆરીમાં દિકરી વામિકાની મા બની હતી. હવે નવ મહિના પછી પણ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી તાજેતરમાં ૩૦૦૦ કિલો જેટલું ડ્રગ્સ ડીઆરઆઈ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. ભારતના ઇતિહાસમાં આટલું મોટો ડ્રગ્સનો જથ્થો કોઈ પોર્ટ પરથી પકડાયો હોય તેવી આ પહેલી ઘટના છે. ભાજપના શાસકોના પાપે સમગ્ર દેશમાં ગુજરાત ડ્રગ્સની રાજધાની બની ગયું છે. ભાજપ સરકારે યુવાનોને રોજગારીનો વાયદો કર્યો હતો, પરંતુ ગુજરાત અને દેશના યુવાનોને માદક પદાર્થ અને ડ્રગ્સના રવાડે ધકેલાઈ રહ્યા છે. આટલા મોટા ડ્રગ્સના નેટવર્કનો મુખ્ય સૂત્રધાર કોણ છે ? તે અંગે દેશના ગૃહમંત્રી કે વડાપ્રધાન મગનું નામ મરી પાડી રહ્યા નથી.
ભાજપ સરકાર ડ્રગ્સના નેટવર્કમાં નાની માછલીઓને પકડી રહી છે, પરંતુ મોટા ડ્રગ્સ માફિયા સરકારના નાક નીચે કામ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાય છે, તેવું અમદાવાદની મુલાકાતે આવેલા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પવન ખેરાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા છ સાત વર્ષમાં ગુજરાત રૂટ મારફતે ડ્રગ્સનો કાળો કારોબાર વધ્યો છે. ગુજરાતના મુન્દ્રા પોર્ટ ઉપરથી 12 સપ્ટેમ્બરના રોજ આશિ ટ્રેડર્સ નામની કંપનીનું ૩૦૦૦ કિલો જેટલો હેરોઇન ઝડપાયું હતું. જ્યારે 9 જૂન-21ના રોજ 2500 કિલો હેરોઇન ગુજરાત સહિત દેશના બજારોમાં પહોંચી ગયું છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ-બોલિવૂડમાં 100 ગ્રામ ડ્રગ્સ પકડાય તો આખા દેશમાં હાહાકાર મચાવી મૂકવામાં આવે છે, પરંતુ અહીં ભારતના ઇતિહાસમાં સૌથી મોટું ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી પકડાયું હોવા છતાં દેશના ગૃહમંત્રી અને વડાપ્રધાન બંને ગુજરાતના હોવા છતાં આ સમગ્ર મામલે ચુપ છે. દક્ષિણ ભારતમાં વ્યાપારી બંદરો જેવા કે કલકત્તા, તમિલનાડુ, મુંબઈ વગેરેને છોડીને ગુજરાતનું બંદર ડ્રગ્સ માફીયાઓ દ્વારા હજારો કીલો માદક ડ્રગ્સ દેશના બજારોમાં એપી સેન્ટર બન્યું છે. દેશના ગૃહમંત્રીના રાજ્ય ગુજરાતમાં મોટી માત્રામાં હેરોઈન – ડ્રગ્સની હેરાફેરી થાય તે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતેની આયાત – નિકાસનું લાયસન્સ ધરાવતી આશી ટ્રેડર્સ જેવી નાની માછલીઓને પકડામાં આવી પરંતુ મગરમચ્છ જેવા વિશાળ ડ્રગ્સ માફીયાઓ હજુ પણ ભાજપ સરકારના નાક નીચે કામ કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉભુ થાય છે.
ભાજપ સરકાર પર સવાલો કરતાં પવન ખેરાએ વધુમાં કહ્યું હતુ કે ગુજરાતના મુન્દ્રા પોર્ટ ઉપર 1,75,૦૦૦ કરોડની કિંમતની 25,૦૦૦ કિલો હેરોઈન – ડ્રગ્સ ક્યાં ગયું ?, શું દેશમાં પાકિસ્તાન – અફઘાનિસ્તાન જેવા દેશોથી આવતું ડ્રગ્સ એ રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા નથી?, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં છેલ્લા 18 મહિનાથી ડાયરેક્ટ જનરલની નિમણુંક કોના ઈશારે કરવામાં આવી નથી ?, શું ડ્રગ્સ માફીયાઓને ભાજપ સરકાર કે સરકારી એજન્સીઓમાં ક્યા બાબુઓ રક્ષણ કરી રહ્યાં છે?, શું ભાજપ સરકાર દેશની સુરક્ષામાં નિષ્ફળ નથી ગયા? અને શું આ દેશના યુવાનોને ડ્રગ્સ તરફ ધકેલવાનું ષડયંત્ર નથી ? આ તમામ સવાલોનો જવાબ ભાજપ સરકારે દેશ – ગુજરાતની જનતાને આપવો પડશે.