Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 4 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 72,193 ઉપર પહોંચ્યો છે.જ્યારે બુધવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાંને કારણે એકપણ દર્દીનું મોત નહીં નોંધાતા અત્યાર સુધીમાં મરણની સંખ્યા 623 પર સ્થિર રહી હતી. વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 2329 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 4 પોઝિટિવ અને 2325 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 53 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 49 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 4 દર્દીની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 2 અને 2 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.

આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 54 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 8 વ્યક્તિને રજા આપવામાં આવી હતી.આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 71,517 ઉપર પહોંચી હતી.જ્યારે શહેરમાં ગોકુલનગર અને ગાજરાવાડી વિસ્તાર માંથી કેસ નોંધાયા હતા.જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી એકપણ કોરોના પોઝિટિવનો દર્દી નોંધાયો ન હતો.બુધવારે 8 દર્દીને રજા આપવામાં આવી હતી.વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 0 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 1 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 0 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 3 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.

જ્યારે વડોદરા રૂરલ માંથી 0 દર્દીઓ મળી કુલ 4 કોરોનાં પોઝિટિવ દર્દી નોંધાયો હતો.જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 72,193 ઉપર સ્થિર રહેવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નવરાત્રિ-દિવાળીના તહેવારો પૂરા થયા હોઇ બજારોમાં જે પ્રમાણે ભીડભાડ જોવાતી હતી તે જોતાં લોકોએ પણ સાવચેતી અને તકેદારી રાખી નથી તેવુ જણાઇ રહ્યુ હતુ. પરંતુ નાગરિકોએ હજુપણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ હિતાવહ છે તેવુ આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયુ છે.

To Top