Vadodara

21.85 લાખની ઉચાપત કરનાર તલાટી કમ મંત્રી અભિષેક મહેતા સામે પોલીસ ફરિયાદ

વડોદરા : વડોદરાના વાઘોડિયા તાલુકામા તલાટી કમ મંત્રીએ ગ્રામ પંચાયતોના એકાઉન્ટમાંથી 21લાખ 85હજારની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા સરકારી બેડામાં ખળભળાટ મચી ગયો છે 3 ગામના સરપંચો પાસેથી કોરા ચેકોમાં સહી કરાવી તલાટી કમ મંત્રીએ કૌભાંડ આચર્યુ હોવાનું પણ સામે આવ્યું છે બીજીતરફ પોલીસ તપાસમાં ઉચાપતનો આંક પણ વધે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી પોલીસે તલાટી ને ભાગેડુ જાહેર કરી તપાસ આરંભી છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ બાલાજી રેસિડેન્સીમાં રહેતા અભિષેક મહેતા વાઘોડિયા તાલુકાના કરમાલીયાપૂરા, જાંબુવાડા અને અંટોલી ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે.

ત્રણેય ગ્રામ પંચાયતના રોજમેળ,વાઉચર અને ચેકબુક તેઓ પાસે રહેતા હતા ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક વાઘોડિયા શાખાના એકાઉન્ટ માંથી તલાટી કામ મંત્રી અભિષેક મહેતાએ પોતાના નામે કરમાલીયાપુરા ગ્રામપંચાયત, અંટોલી ગ્રામ પંચાયત અને જાંબુવાડા ગ્રામ પંચાયતના ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક વાઘોડિયા શાખાના બેંક એકાઉન્ટમાંથી જુદા જુદા ચેકો દ્વારા અલગ અલગ દિવસે પોતાના નામે કુલ 21.85 લાખ જેટલી મોટી રકમ ઉપાડી લીધી હતી.
ત્યારબાદ તલાટી અભિષેક મહેતાએ કૌભાંડ છુપાવવા માટે બેંક પાસબુક,ગ્રામપંચાયતના રોજમેળ અને વાઉચરો પણ ગાયબ કરી દીધા હોવાનું સામે આવ્યું હતું.
તલાટી કમ મંત્રીના કૌભાંડ અંગે જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસ તપાસમાં ઉચાપતનો આંક વધે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે પોલીસે તલાટીને ભાગેડુ જાહેર કરી વધુ તપાસ આરંભી છે.

કૌભાંડ કરનાર તલાટી ભૂગર્ભમાં ઊતરી ગયો
ગ્રામપંચાયતના બેંક ખાતામાંથી ખુદ તલાટી કમ મંત્રી અભિષેક મહેતાએ કરેલી 21,85,000 રૂપિયાની ઉચાપત અંગે જીલ્લા પંચાયતના નાયબ જીલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ દાખાલ કરવામાં આવી હતી જોકે કૌભાંડી તલાટી-કમ-મંત્રી પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું પણ સામે આવ્યું છે પોલીસે અભિષેક મહેતાને ભાગેડું જાહેર કરી શોધખોળ શરૂ કરી છે

Most Popular

To Top