રાજ્યના પ્રજાજનોને કોરોનાથી રક્ષિત કરવા માટે વેક્સિન અમોધ શસ્ત્ર પુરવાર થઇ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઘર ઘર દસ્તક અભિયાન હાથ...
સુરત: (Surat) સ્પાઇસ જેટ (Spice Jet) એરલાઇન્સ 1 ડિસેમ્બરથી સુરતથી મુંબઇ (Mumbai) અને ભાવનગરની ફ્લાઇટ (Flight) શરૂ કરશે. સ્પાઇસ જેટ એર લાઇન્સે...
સુરત: (Surat) શહેરના અડાજણ વિસ્તારમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ અને ક્રાઈમ બ્રાંચે છેલ્લા પંદર દિવસમાં બીજું કુટણખાનું (Brothel) ઝડપી પાડ્યું છે. અડાજણ...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના આસારામ આશ્રમમાંથી (Asaram Ashram) ગુમ થયેલા હૈદરાબાદના યુવકનો આજે ઇ-મેલ આવ્યો હતો, આ ઈ-મેઈલમાં (Email) તેણે પોતાની મરજીથી એકાંતમાં...
સુરત: (Surat) દિવાળીના દિવસે સરથાણામાં (Sarthana) આવેલી કરિયાણાની દુકાનમાં (Shop) ચોરી (Theft) કરવા માટે આવેલા અમદાવાદના યુવકની હત્યા (Murder) કરવાના ચકચારીત કેસમાં...
કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બુધવારે એક કલાકની અંદર સુરક્ષા દળોએ બે એન્કાઉન્ટરમાં 5 આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીરના આઈજી વિજય...
સ્ટેન્ડઅપ કોમેડિયન અને બોલિવુડ એક્ટર વીરદાસ વિવાદમાં સપડાયો છે. અમેરિકાના વોંશિગ્ટન ડી.સી.માં આવેલા જ્હોન કેનેડી સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સમાં વીરદાસે એક કવિતાનું...
દિવાળીના દિવસે વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં નવસારીની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં...
સુરત: (Surat) દિવાળી વેકેશન (Diwali Vacation) પછી રાજ્યમાં કોરોના કેસ વધતાં રાજ્ય સરકારે ઔદ્યોગિક (Industries) વસાહતમાં કામ કરતા કારીગરો અને ઓફિસસ્ટાફ માટે...
સુરત: (Surat) શહેરમાં મહત્ત્વના એન્ટ્રી પોઇન્ટ ગણાતા સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) ઉપર દરરોજ હજ્જારો મુસાફરો ( Passengers) બહારથી આવી રહ્યા...
સુપ્રીમ કોર્ટે (Supreme Court) યુપીના (UP) લખીમપુર ખેરીમાં (LaKhmipur Kheri) ઓક્ટોબરમાં થયેલી હિંસાની તપાસની દેખરેખ માટે હાઇકોર્ટના (High Court) ભૂતપૂર્વ જજનું (Judge)...
સુરત: મગદલ્લા ખાતે રહેતા પટેલ પિતા-પુત્રએ વેસુમાં આવેલી શિવકૃપા સોસાયટીના કોમન પ્લોટ ઉપર ગેરકાયદે કબજો કરી શ્રી સાંઈ જલારામ વોટર સપ્લાયર્સના (Water...
સુરત: (Surat) સમગ્ર વિશ્વમાં વર્ષ 2002 થી વિશ્વ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીસ દિવસની ઉજવણી થાય છે. આ બિમારીનો શિકાર થનાર વ્યક્તિના ફેફસામાં...
સુરત: (Surat) સરથાણામાંથી પકડાયેલી ડ્રગ્સ (Drugs) બનાવવાની લેબોરેટરીમાં (Laboratory) જૈમીનના પાર્ટનર ફૈઝલની ધરપકડ કરી લેવામાં આવી છે. આ તપાસમાં પોલીસને (Police) ત્રીજુ...
દિલ્હી (Delhi) અને આજુબાજુના શહેરોમાં વાયુ પ્રદૂષણના (Air Pollution) ફેલાવાને પહોંચી વળવા માટેના પગલાં અંગે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ચાલી રહેલી સુનાવણી...
સુરત: ડોમેસ્ટિક એરલાઇન્સ (Domestic Airlines) કંપની ગો-એરલાઇન્સની (Go Air) સહયોગી કંપની ગો-ફર્સ્ટ (Go First) દ્વારા સુરત એરપોર્ટથી (Surat Airport) શરૂ થયેલી સુરત...
નવસારીની (Navsari) યુવતી સાથે વડોદરામાં (Vadodara) થયેલા દુષ્કર્મ બાબતે હવે લોકોમાં રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુજરાત ક્વીન ટ્રેનમાં (Gujarat Queen Train)...
હાલમાં લગ્નસરાની (Merriage) સારી ખરીદી નીકળી હોય સુરતના (Surat) કાપડના (Textile) કારખાનાઓમાં પૂરજોશમાં કાપડનું ઉત્પાદન ચાલી રહ્યું છે. દિવાળી (Diwali) વેકેશન ટૂંકાવીને...
ભરૂચ: (Bharuch) આમોદ તાલુકાનું અંદાજે ૮૫૦ ગરીબ વસતી કાંકરિયા ગામના ૩૭ આદિવાસી હિન્દુ કુટુંબોના (Hindu) ૧૦૦થી વધુને લોભ, લાલચ આપી ઇસ્લામ ધર્મ...
સુરત : (Surat) અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હીની (New Delhi) રાષ્ટ્રીય પદાધિકારી તથા રાષ્ટ્રીય પ્રદેશ અધ્યોની એક મીટિંગ દાદા ભગવાન...
બીલીમોરા : બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટનું સ્ટેશન બીલીમોરા (Bilimora) નજીકના કેસલી ગામે નિર્ધારિત થયું હોવાથી પાણી અને સીવેજ લાઈનની સગવડ આપવા...
અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ હતા ત્યારે ચીનની શોર્ટ વીડિયો પ્લેટફોર્મ કંપનીનું અસ્તિત્વ જોખમમાં મુકાઇ ગયું હતું. અમેરિકામાં બીજી મોટી ટેક કંપનીઓને ટીકટોક...
સામાજિક સ્ટ્રક્ચરના કારણે આપણે ત્યાં સ્ત્રીઓને કારકિર્દી ઘડવાની તક ઓછી અથવા તો મર્યાદિત મળે છે. ઉદારીકરણને ત્રણ દાયકાને વીત્યા અને બહેનોની ભાગીદારી...
સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) જેવી શક્તિશાળી એજન્સીઓનો ઉપયોગ કરચોરો, કાળાબજારિયાઓ, ભ્રષ્ટાચારીઓ અને દેશના દુશ્મનો સામે કરવાનો હોય છે, પણ આપણી સરકાર...
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસુસી કાંડમાં તપાસ સમિતિની રચનાનો આદેશ આપીને કેન્દ્ર સરકારને મોટો આંચકો આપ્યો છે. કારણકે સરકારે રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ...
પહેલાં હિન્દુ રાજાઓ સુપરપાવર હતા ત્યાર પછી મુસ્લિમો અને મોગલ સુપરપાવર થયા અને બ્રિટિશરો આવતાં બ્રિટન સુપર પાવર થયું અને તેણે દુનિયાના...
હમણાં થોડા દિવસ પહેલાં વોટ્સએપ ગ્રુપમાંથી એક મેસેજ આવ્યો, જે હકીકત ન હોય, પરંતુ એમાં માણસાઇને ઉજાગર કરતી ઘણી જ અગત્યની વાત...
દરેક પિતાના ભાગ્યમાં પુત્રી નથી હોતી. રાજા દશરથ પોતાના ‘ચારેક દીકરાઓની જાન લઈને’ જયારે રાજા જનકના દ્વાર પર પહોંચ્યા ત્યારે રાજા જનકે...
એક યુવાન તીર્થયાત્રા પર નીકળ્યો. ગોકુલ મથુરા પહોંચ્યો.ગિરિરાજજીની પરિક્રમા કરવા માટે તે નીકળ્યો. રસ્તામાં સાથે તેણે એક નાની થેલીમાં થોડાં ફળ અને...
પદ્મ એવોર્ડ 1950 થી આપવાનું શરૂ થયું અને 1978, 1979, 1993, 1997 અને 2020 સિવાય દર વર્ષે વિવિધ લોકોને અપાતા આવ્યા છે....
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
રાજ્યના પ્રજાજનોને કોરોનાથી રક્ષિત કરવા માટે વેક્સિન અમોધ શસ્ત્ર પુરવાર થઇ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઘર ઘર દસ્તક અભિયાન હાથ ધરીને ઘરે ઘરે વેક્સિન આપવામાં આવનાર છે, જે અંતર્ગત રાજ્યમાં આગામી ૧૫ દિવસમાં દરરોજ ૭૫૦ થી ૮૦૦ ટીમો બનાવી ૭૫ ગામોમાં જઇને વેક્સિનેશન કામગીરી હાથ ધરાશે. આજે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબીનેટ બેઠકમાં આ મુદ્દે મહત્વનો નિર્ણય લેવાયો હતો.
પ્રવક્તા મંત્રી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું , રાજ્યમાં આગામી નવ દિવસમાં ઘરે ઘરે જઇને વેક્સિનેશનની કામગીરી હાથ ધરાશે. જેમાં દરેક જિલ્લામાં ૭૫ ટીમો બનાવાશે અને રોજના ૭૫ ગોમોને આવરી લેવાશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ૬૫ લાખ નાગરિકોને બીજો ડોઝ લેવાનો બાકી હતો તેમને શોધીને ૫૫ લાખ લોકોને બીજો ડોઝ આપી દેવાયો છે અને બાકીના ૧૦ લાખ લોકોને સત્વરે બાકીનો ડોઝ આપી દેવાશે.
રાજ્યમાં નાગરિકોને આરોગ્ય સવલત પુરી પાડવા માટે નિરામય યોજના કાર્યાન્વીત કરી છે. જે હેઠળ એક જ દિવસમાં ૬૬ હજારથી વધુ નાગરિકોનું સ્ક્રિનિંગ કરાયું છે. ૨૦ હજારથી વધુ લોકોને લેબોરેટરીની સુવિધા આપી છે. ૫ હજારને હેલ્થ કાર્ડ અપાયા તથા ૧૪ હજાર લોકોને PMJAY-મા કાર્ડ એનાયત કરાયા છે. આગામી સમયમાં વધુને વધુ નાગરિકોનું સ્ક્રિનિંગ થાય એ માટે સમયબદ્ધ આયોજન કરાયું છે.
રાજ્યમાં આવતીકાલથી આત્મનિર્ભર ગ્રામ યાત્રા શરૂ થનાર છે. જે હેઠળ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેમદાવાદથી આ યાત્રાનો શુભારંભ કરાવાશે. આ ત્રણેય દિવસ યોજાનારી યાત્રામાં અંદાજે રૂા.૨૦૦૦ કરોડથી વધુ રકમના ૪૨ હજારથી વધુ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. જે ગ્રામ્ય સ્તરે ઐતિહાસિક પૂરવાર થશે.
1000 કરોડના ખર્ચે કોઝવે, નદીનાળા પર બાંધકામ-બાયપાસના કામો કરાશે
વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યનું પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાપુતારા કે જયાં ખીણ વિસ્તાર છે ત્યાં રાજ્ય અને રાજ્ય બહારથી અનેક પ્રવાસીઓ આવતા હોય છે. તેમને અકસ્માતથી બચાવવા માટે રૂા.૧૦.૧૫ કરોડના ખર્ચે અત્યાધુનિક પદ્ધતિથી માર્ગ સુવિધાના કામો હાથ ધરાશે. એટલું જ નહિ ચોમાસા દરમિયાન ભારે વરસાદથી ઘણા ગામો સંપર્કવિહોણા બને છે. તેવા સમયે બાળકોના શિક્ષણ પર પણ અસર થતી હોય છે. આવા ગામોમાં શિક્ષણ સુવિધા અટકે નહિ એ માટે રૂા. ૪૬૧ કરોડના ખર્ચે કોઝ-વે તથા ૧૨ જિલ્લામાં ૪૫૨ કરોડના ખર્ચે બાયપાસના કામો હાથ ધરાશે. એ જ રીતે દર્દીઓને તકલીફ ન પડે એ માટે રૂા.૨૩૬ કરોડના નદીનાળા પરના બાંધકામ માટેના કામો પણ મંજૂર કરાયા છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અમલી બનાવાઇ છે એ સંદર્ભે પણ ગુજરાત સરકારે રોડ મેપ તૈયાર કરી દીધો છે અને આગામી દશ વર્ષમાં તબક્કાવાર સંપૂર્ણ રીતે નીતિ અમલી બને એ માટેના સંનિષ્ઠ પ્રયાસો કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.