World

ડોકટર ઉપર કાર ચોરોએ કાર ચઢાવી મારી નાંખ્યા

વોશિંગ્ટન:ભારતીય મૂળના એક 33 વર્ષીય ડોકટરનું (Doctor) મૃ્ત્યુ (Death) થયું હતું. જ્યારે કાર (Car) ચોરી કરનારાઓએ તેમનાથી ચોરી કરેલી કાર સાથે ભાગવાના પ્રયાસમાં તેમની ઉપર કાર ચઢાવી દીધી હતી, જ્યારે તેમની ગર્લફ્રેન્ડ (Girlfriend) આ દુ:ખદ ઘટનાને બનતા જોતી જ રહી ગઈ હતી, એમ અમેરિકી મીડિયા (Media) અહેવાલોમાં કહેવાયું હતું. બુધવારે સિલ્વર સ્પ્રિંગ મેરીલેન્ડના ડો. રાકેશ ‘રીક’ પટેલ પોતાની ગર્લફ્રેન્ડને એક પેકેટ આપવા પોતાની મર્સિડીઝ કારમાંથી બહાર નીકળ્યા હતાં. આનો લાભ ઉઠાવી કારચોરો તેમની કારમાં બેસી ગયા હતાં અને તેને ચલાવીને ભાગવા લાગ્યા હતાં. ત્યારે રાકેશ તેમની પાછળ દોડયા હતાં અને કારની સામે આવીને ઉભા થઈ ગયા હતાં.

જો કે કાર ચોરોએ તેમની ઉપર કાર ચઢાવી દીધી હતી અને તેમને મારી નાંખ્યા હતાં ત્યારે રાકેશની ગર્લફ્રેન્ડ ભયથી આ બનાવ જોઈ રહી હતી, એમ અહેવાલમાં જણાવાયું હતું. રાકેશ પટેલ મેડસ્ટાર વોશિંગ્ટન હોસ્પિટલ સેન્ટરમાં ડોકટર હતાં અને ક્રિટીકલ કેરનું પ્રશિક્ષણ લઈ રહ્યાં હતાં. વોશિંગ્ટન પોલીસે કારચોરોની વિગત આપનારને 25,000 ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ગુરુવારે પોલીસે તે કાર મેળવી લીધી હતી પણ શકમંદ હજી પણ પકડાયા નથી.

Most Popular

To Top