Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સુરત-પુરી સહિત વધુ 9 સાપ્તાહિક ટ્રેનોના 182 જેટલા ફેરાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વેસ્ટર્ન રેલવે દ્વારા સુરત-પુરી ટ્રેન દર મંગળવારે સુરતથી સવારે 8:30 કલાકે ઉપડીને બીજા દિવસે સાંજે 4:15 કલાકે પુરી પહોંચશે. આ ટ્રેન બંને બાજુ જલગાંવ, ભુસાવલ, નાગપુર, ગોંડિયા, દુર્ગ, રાયપુર, કંટાબાંજી, ટિટલાગઢ, બાલનસિર, બારગઢ રોડ, અંગુલ, ભુવનેશ્વર સહિતના રેલવે સ્ટેશનો પર સ્ટોપેજ લેઇને પુરી પહોંચશે.

આ ઉપરાંત ગાંધીધામ-વિશાખાપટ્ટનમ સાપ્તાહિક વિશેષ ટ્રેનના 16 ફેરા, અમદાવાદ-યશવંતપુર સાપ્તાહિક વિશેષ ટ્રેનના 16 ફેરા, ગાંધીધામ-એએસઆર બેંગ્લુરુ સાપ્તાહિકના 16 ફેરા, જોધપુર-એએસઆર બેંગ્લુરુના દ્રિસાપ્તાહિકના 36 ફેરા, અજમેર મૈસુર દ્રિસાપ્તાહિક ટ્રેનના 34 ફેરા, યશવંતપુર-જયપુર સુવિધા સ્પે. સાપ્તાહિક ટ્રેનના 16 ફેરા સહિતની ટ્રેનો સુરત-ઉધના થઇને દોડાવવામાં આવશે. મોટાભાગની ટ્રેનોનું બુકિંગ આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજથી રીર્ઝેવેશન સેન્ટર તથા આઇઆરસીટીસીની વેબસાઇટ મારફત શરૂ કરવામાં આવશે.

To Top