Top News

More Posts

   The Latest

Most Popular

વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર છે. વિશ્વના 200 દેશોમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે. અને જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં 4500 થીૂ વધુ કેસ આવી ગયા છે. અને દિવસે ને દિવસે પોઝીટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં પણ પોઝીટીવ કેસનો કુલ આંક 17 પર પહોચી ગયો છે. જેથી મેડીકલ સર્વિસમાં કામ કરનારા, સફાઈ કર્મીઓને માસ્ક, સેનીટાઈઝરની કમી ન પડે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વધુ ને વધુ માસ્ક બનાવવાની તૈયારી કરી રહી છે. જે માટેનો જરૂરી મટીરીયલ દેસાઈ ગ્રુપ ઓફ કંપની દ્વારા પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના વાયરસને ફેલાતો અટકાવવાના ભાગરૂપે માસ્ક બનાવી જારીરુયાતમંદ લોકોને વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. દેસાઈ ગ્રુપ ઓફ કંપની દ્વારા માસ્ક બનાવવા જરૂરી રો મટીરીયલનો સહયોગ સુરત મહાનગરપાલિકાને કરવામાં આવ્યો છે. તેમજ મોટા મંદિર યુવક મંડળ દ્વારા પાંચ રોલ, માસ્કનું મટીરીયલ તેમજ રબબ્રના રોલની સપ્લાય કરી છે. આ ફેસ માસ્ક સ્થાનિક કક્ષાએ એનજીઓ, જાહેર કચેરી, સોસાયટીના પ્રમુખો તથા અન્ય સંસ્થાઓ વગેરે મારફત વેચાણ કરાશે. શહેરની જે પણ સંસ્થા માસ્કના મટીરીયલ, રબ્બર, મેકીંગ ચાર્જ મનપાને આપવા ઈચ્છતા હોય તેઓ મોબાઈલ નંબર 9727740865 પર સંપર્ક કરી શકશે. આ મટીરીયલમાંથી સખીમંડળના બહેનો દ્વારા માસ્ક બનાવી જરૂરિયાતમંદ લોકોને વહેચવામાં આવશે. શહેરીજનો, સેવાભાવી સંસ્થાઓને માસ્ક બનાવવા જરૂરી રો મટીરીયલ સુરત મહાનગરપાલિકાને પૂરું પાડવા નમ્ર અપીલ પણ કરવામાં આવી છે.

To Top