Top News

More Posts

   The Latest

Most Popular

હાલોલ: ગત તા. ૩૧ ડિસેમ્બરના રોજ હાલોલ શહેરના શાક માર્કેટને અડીને આવેલ સોસાયટીના બંધ પડેલા મકાનના કમ્પાઉન્ડમાં આવેલ ઓરડીમાંથી ત્યાં એકલી રહેતી આધેડ મહિલાનો બેહરેમી પૂર્વક ઘણા દિવસો પહેલા હત્યા કરેલ અવસ્થામાં ખુબ જ દુર્ગંધ મારતો ને વિકૃત થઈ ગયેલ મૃતદેહ મળી આવ્યો હતો.

જે ઓરડીમાંથી મૃતદેહ મળ્યો કેને બહારથી તાળું મારેલ હોવાથી, પોલીસ દ્વારા અજાણ્યા હત્યારા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે ઉપરોક્ત હત્યાના ગુનાની તપાસ ગોધરા એલસીબી પોલીસને સોંપવામાં આવતાં, મૃતદેહ મળી આવ્યા ના એક જ અઠવાડીયામાં એલસીબી પોલીસ ને સ્ટાફ દ્વારા આધેડ મહિલાની હત્યા કરવા બદલ તેના પતિને જડપી પાડતા, તેના પતિ દ્વારા તેણેજ તેની પત્નીની હત્યા ઘણા દિવસો પહેલા કરી હોવાનું કબુલી લેતા, આરોપીને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો.

જેથી રવિવારના રોજ પોતાની પત્નીની બહેરેમી પૂર્વક હત્યા કરવા બદલ કાર્યવાહીના ભાગરૂપે આરોપીને પોલીસ જાા સાથે ઘટના સ્થળે લઈ જઈ હત્યાનું રિકન્સટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું.

પ્રા થયેલ માહિતી મુજબ ગત ૩૧ ડિસેમ્બરે હાલોલ શહેરના શાક ભાજી માર્કેટને અડીને આવેલ અનુપમ સોસાયટીના વર્ષોથી બંધ પડી રહેલ બંગલાના કમ્પાઉન્ડમાં આવેલ ઓરડીમાં પાછલાં પાંચેક વર્ષથી એકલી રહેતી ને આસપાસના મકાનોમાં ઘરકામ કરતી આધેડ મહિલા ચંચીબેન કાળભાઈ રાઠવા મુળ રહે. ઝાંખરીયા ગામની બહારથી તાળું મારેલ ઓરડીમાંથી કમકમાટીપૂર્વક હત્યા કરેલ અતિ દુર્ગંધ મારતી ને વિકૃત અવસ્થામાં કપડાની ગોદડીઓમાં લપેટેલ ને બે હાથને બાંધી રાખેલ અવસ્થામાં મૃતદેહ મળી આવતા, પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી અજાણ્યા હત્યારાનું પગેરૂં મેળવવાની તજવિજ હાથ ધરવામાં આવેલ હતી,

જ્યારે જીલ્લા પોલીસ વડા દ્વારા ઉપરોક્ત હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીને જડપી પાડવા માટે તપાસ ગોધરા એલસીબી પોલીસને સોંપવામાં આવતા, એલસીબી પીઆઈ ડી એન ચુડાસમા ને તેમની ટીમ દ્વારા મૃતદેહ મળ્યા ના એક જ અઠવાડીયામાં જીણવટભરી તપાસ હાથ ધરી  ચકચારી હત્યાનો ભેદ ઉકેલી મહિલાના હત્યારા તેના પતિ કાળુભાઈ કાગડાભાઈ રાઠવા રહે. ફાટા ફળીયા, ઝાંખરીયા ગામ હાલોલ તાલુકાના ઓને જડપી પાડતા, પોતાની પત્નીને અન્ય ઈસમ સાથે આડા સંબંધો હોવાથી, કાળુભાઈ એ જ ઘણા દિવસો પહેલા ચંચીબેન હાલોલમાં જ્યાં રહેતા હતા.

ત્યાં રાત્રીના સમયે જઈને તેમને માથામાં પાવડાના મુદરના ફટકા મારી મોતને ઘાટ ઉતારી, બે હાથ બાંધી મૃતદેહને કપડાની ગોદડીઓમાં લપેટીને ઓરડીને તાળું મારી નાસી ગયેલ હોવાનું કબુલી લેતાં, તેને વધુ કાર્યવાહી માટે હાલોલ ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો હતો.

જ્યારે રવિવારના રોજ કાર્યવાહીના ભાગરૂપે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ડાભી સાહેબે સ્ટાફ સહિત હત્યારા કાળુભાઈને પોલીસ જાા હેઠળ ઘટના સ્થળે લાવી હત્યાની ઘટનાનું રિકન્સટ્રક્શન હાથ ધરવામાં આવેલ હતું. જ્યારે ચકચારી હત્યાના હત્યારા આરોપીને પોલીસ લઈને આવેલ હોવાનું લોકોને જાણ થતાં, હત્યારાને જોવા માટે ભારે લોકટોળા ઉમટી પડ્યા હતા.

To Top