Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: પોલીસ કોન્સ્ટેબલ નંબર પ્લેટ વગરની ચાલુ બાઇક ઉપર ફોન પર વાત કરી રહ્ના હતો. અને તેને માસ્ક  પહેર્યું ન હતું જેને કારણે પાછળથી આવતા યુવકોએ તેમને રોકીને માસ્ક દંડ ભરપાઇ કરવા જણાવ્યું હતું. શહેરીજનો પર પોલીસ દ્વારા માસ્ક દંડ વસુલવા સમયે કરવામાં આવતા વર્તનની ઝાંખી કરાવતો વિડીયો વાઇરલ થયો હતો. ઘટના પ્રકાશમાં આવ્યાની સાંજે વાઇરલ વિડીયોમાં જોવા મળેલા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઇ ગોવિંદભાઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

વડોદરામાં ગતરોજ એક વિડીયો વાઇરલ થયો હતો. જેમાં પોલીસ કર્મી ખાખી ડ્રેસ અને કેપમાં ચાલુ બાઇક ઉપર મોબાઇલ પર વાત કરતો જઇ રહ્નાનો વડોદરામાં ગતરોજ એક વિડીયો વાઇરલ થયો હતો. જેમાં પોલીસ કર્મી ખાખી ડ્રેસ અને કેપમાં ચાલુ બાઇક ઉપર મોબાઇલ પર વાત કરતો જઇ રહ્ના હતો. તેણે માસ્ક ન હતું પહેર્યું.

આ વાતનું ધ્યાન પોલીસ કર્મી બાઇકની પાછળથી આવતા યુવાનોને થતા તેમણે વિડીયો ચાલુ કરી દીધો હતો. અને જેમ પોલીસ કર્મીઓ સામાન્ય શહેરીજનો પાસેથી માસ્ક દંડ વસુલતી વખતે વર્તન કરે છે તેમ કરવાનું શરૂ કરી દીધું હતું. વિડીયોમાં પોલીસ કર્મી હું માસ્ક ઘરે લેવા જાઉં છું.

કેમેરો બંધ કરી દો તેવી આજીજી કરે છે. તથા એક તબક્કે કેમેરો ઝુંટવાનો પ્રયાસ પણ કરે છે. પરંતુ કોઇ પણ યુક્તિ કામ ન લાગતા મોઢું સંતાડે છે. સામાન્ય દિવસોમાં માસ્ક દંડ મામલે નાગરીકો પોલીસ સામે આજીજી કરવા સિવાય કંઇ નથી કરી શકતા. આખરે યુવક તેની બાઇક પાછળ બેસીને ચાલ પોલીસ સ્ટેશન કહીને લઇ જાય છે.

સમગ્ર મામલે નવનિયુક્ત પોલીસ કમિ ‘ર ડો. શમશેરસિંગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન વાત બહાર આવી હતી કે, બાઇક પર માસ્ક અને હેલમેટ વગર તેમજ બાઇક પર નંબર પ્લેટ ન હોવાની સાથે ચાલુ બાઇક પર મોબાઇલ પર વાત કરતા કર્મી હેડ કોન્સ્ટેબલ રમેશભાઇ ગોવિદભાઇ છે. અને તેઓ બાપોદ નહિં પરંતુ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું હતું. વાઇરલ થયેલા વિડીયો બાબતે હેડ કોન્સ્ટેબલ પાસે ખુલાસો મેળવી ઉપલા અધિકારીને રિપોર્ટ કરતા ગણતરીના કલાકોમાં જ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

To Top