આપણાં જીવનમાં દરેક ધાર્મિક પુસ્તકો કાંઈક કરવાની પ્રેરણા આપતાં હોય છે. પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ રીતે જીવનમાં મદદરૂપ થાય છે કે...
૫૦ – ૫૫- ૬૦ પૂરાં કર્યાં, હવે ખભા ઊંચકવા છે, ચોકકા – છક્કા મારવા છે, હવે જ ખરી મજા છે.તનથી થાક્યો છું...
આપણા વડા પ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે 5 લાખ સુધીની તમારી બેંકોમાં મૂકેલી ડિપોઝીટ સલામત છે . 5 લાખથી વધારે રકમ...
ગુજરાતના બોર્ડ અને નિગમમાંથી નિવૃત્ત થયેલાં કર્મચારીઓને હાલ પેન્શન પેટે મહિને માંડ એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર રૂપિયા જ મળતા હોવાથી...
યુનાનના પ્રાચીન ડોલ્ફીના દેવીનું મંદિર તેમાં એક એક સ્ત્રી દેવી તરીકે બિરાજમાન રહેતી અને બધા તેની દેવી તરીકે પૂજા કરતા અને કોઈ...
ઘેજ, બીલીમોરા : ચીખલીમાં એક વિચિત્ર અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવરનું મોત થયું છે. બન્યું એવું કે સવારે ગાઢ ધુમ્મસના લીધે ડ્રાઈવરને બસની...
પહેલાં સોમનાથને નવી ઓળખ મળી. પછી કેદારનાથને નવી ઓળખ મળી. હવે કાશી. આ અત્યંત પ્રાચીન નગર તેના પુનર્વિકાસને કારણે ફરી પ્રકાશમાં આવ્યું...
ઘર સંભાળતી સ્ત્રી ભલે ઘરમાં રહેતી હોય છે, પરંતુ તેને પોતાના પતિની બારીક હિલચાલ અને તેમાં થતા ફેરફારની ખબર પડતી હોય છે,...
વિદેશી કંપનીઓ (Foreign company) ઉપર ભારતનું વર્ચસ્વ (Dominance) દિવસેને દિવસે વધતું જ જાય છે જે ભારત માટે ખૂબ ગર્વની વાત છે. ભારતનું...
ન્યૂઝીલેન્ડની સરકાર તમાકુના ધુમ્રપાનનો અંત લાવવા માટ઼ે એક આગવી યોજના મૂકી રહી છે – જે ૧૪ વર્ષ કે તેથી નાની વયના હોય...
વિશ્વના સૌથી વધુ બરબાદ દેશોમાંના એક હૈતીમાં (Haiti) ફરી એકવાર મોટો અકસ્માત (Accident) થયો છે. કેરેબિયન દેશમાં (country) એક ઈંધણ લઈને જતું ટેન્કર...
શહેરા: શહેરા તાલુકાના સાદરા ગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ટીંબાનામુવાડા માછી ફળિયામાં આવેલ પાનમ ની માઇનોર કેનાલ છલકાતા પાણીનો ખોટો વેડફાટ થયો...
દાહોદ : દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચાકીસણા ગામે ગતરોજ મધ્યરાત્રીના સમયે એક પેસેન્જર ભરેલ ફોર વ્હીલર અકસ્માતે પલ્ટી ખાઈ જતાં અંદર સવાર...
સિંગવડ : સિંગવડ તાલુકાના કેસરપુર હડપ નદી નાળા ઉપર ની સાઈડ માં રીપેરીંગ નહીં કરાતા ફરી કોઈ દુર્ઘટના સર્જાય તેમ લાગી રહ્યું...
આણંદ : ‘પાક વધારવા માટે ખેડુતો દ્વારા વધતા જતા રાસાયણીક ખાતરના કારણે જમીન અને પાણીમાં બગાડ થઇ રહ્યો છે. જેના કારણે પર્યાવરણની...
નડિયાદ: કપડવંજ કસ્બામાં રહેતા શખસે બાળાને બાઇક પર બેસાડી લઇ જઇ, બંધ ઘરમાં તેની આબરૂ લેવાનો પ્રયાસ કરતાં કોર્ટે ત્રણ વર્ષની કેદની...
વડોદરા: ગુજરાત હાઇકોર્ટ ની સુચના બાદ જ ફાયર વિભાગ એક્શન માં આવે છે અને વડોદરા શહેરમાં એન ઓ સી મેળવી છે કે...
વડોદરા : સ્માર્ટ સીટી મિશનની 25મી બોર્ડ ઓફ મીટિંગ ગુરૂવારે થનારી છે. 4 વર્ષેમાં દર વર્ષે 6 મીટિંગ થાય છે. આ બોર્ડ...
વડોદરા: સ્માર્ટ સીટી અંતર્ગત રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ સીટી ઇન્ફોર્મેશન સેન્ટર, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે. 22 ઓક્ટોબર...
દાહોદ : દેવગઢ બારિયા તાલુકાના ભુલવણમાં ગતરોજ ગામની સુખ શાંતિ માટે રાખવામાં આવેલી જાતરવિધિમાં ખોરાક આરોગ્યા બાદ ખોરાકી ઝેરની અસરથી ચાર વ્યક્તિઓના...
વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા આગામી જાન્યુઆરી- ૨૦૨૨ માં યોજાઇ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાધમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે...
10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું આયોજન 10-12 જાન્યુઆરી 2022 દરમિયાન, મહાત્મા મંદિર ખાતે કરાયું છે, તે પૂર્વે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા...
રાજયમાં કોરોનાના નવા 55 કેસો નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. આ બંને શહેરોમાં કોરોનાના નવા...
મહાત્માં ગાંધીજીના ગુજરાતમાં ભાજપની સરકરા દારૂબંધીને વરેલી છે. કોંગ્રેસના સીનિયર અગ્રણી દારૂ પીવે છે કે કેમ ? ભરતસિંહજી પાસે દારૂનું લાયસન્સ છે...
સુરત: (Surat) સુરત જિલ્લા કલેક્ટર (Collector) કચેરીના તાબા હેઠળના આવતા વિસ્તારોમાં ધર્મ પરિવર્તનની (Conversion) અરજી ઉપર સુરત જિલ્લા કલેક્ટરે નિર્ણય કરવાનો હોય...
ઓક્સફર્ડ યુનિવર્સિટીના (Oxford University) સંશોધકોએ ઓમિક્રોન (Omicron) પર કોરોનાની (Corona) રસીની (Vaccine) અસર અંગે એક અભ્યાસ (Study) કર્યો હતો. આ અભ્યાસનું પરિણામ...
મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્રમાં (Maharashtra) ઓમિક્રોનના (Omicron) 8 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કુલ 28 કેસ નોંધાયા છે જે દેશમાં સૌથી વધુ છે....
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National Highway) નંબર ૪૮ પર આવેલા ભરૂચના વરેડિયા નજીક આવેલા ભુખી ખાડીના પુલનું સમારકામ...
સીરમ ઈંસ્ટીટયૂટના સીઈઓ (CEO) અદાર પૂનાવાલાએ (Adar Punawala) મંગળવારના (Tuesday) રોજ કોંફેડરેશન ઓફ ઈન્ડિયાની વર્ચ્યુઅલ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે 3 વર્ષ...
પારડી: (Pardi) પારડીના પલસાણા કોસ્ટલ હાઈવે પર ઝીંગા તળાવ પાસે લગ્ન (Marriage) પ્રસંગે મોસાળામાં હાજરી આપી પરત ઘરે ફરી રહેલા પરિવારની વાનને...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
ફ્લાઈટ VT-FLXનું દુબઈથી વડોદરા એરપોર્ટ પર ઉતરાણ
નવી સરકાર બનાવવાની પ્રક્રિયા આવતીકાલે શરૂ થશે, નીતિશ કુમાર રાજ્યપાલને રાજીનામું સુપરત કરશે
પટનાના ગાંધી મેદાનમાં 20 નવેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે
ખાનપુર-અંકોડિયામાં રૂ. 73 કરોડના ખર્ચે IOCના ધોરણો મુજબ ઈન્ડોર-આઉટડોર ગેમ્સ સાથે સુવિધાસભર રમતગમત સંકુલ તૈયાર થશે
માળી સમાજના સ્મશાનની દયનીય સ્થિતિ, આવશ્યક સુવિધાઓ વિના મૃતકોની અંતિમક્રિયામાં વિઘ્નો
અટલાદરાની પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીમાં બ્લેક વોટરથી લોકો ત્રસ્ત
આતંકી ઉમરે જેનું આત્મઘાતી બોમ્બર બનવા બ્રેનવોશ કર્યું તેણે આત્મહત્યાને હરામ ગણાવી ઇનકાર કરી દીધો
વડોદરાના રસ્તા પર રખડતા ઢોરોનું રાજ, રિક્ષા ચાલક ઘાયલ
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે : સસ્તામાં ગોલ્ડ અપાવવાનું કહીને ઠગે રૂ.43.46 લાખ પડાવ્યા
નીલાંબર સોસાયટીમાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયા
“સાંભળો, જયચંદો જો મારા પિતા એક ઇશારો કરે તો…” રોહિણી આચાર્ય મામલે તેજ પ્રતાપનો ગુસ્સો ફૂટ્યો
લાલુ યાદવના પરિવારમાં મહાભારતનું કારણ બન્યો સંજય યાદવ? તેજ પ્રતાપે પણ આરોપ લગાવ્યો હતો
હવે વધુ એક દેશમાં Gen Z આંદોલન: હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા
દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસ: ભારત 15 વર્ષ પછી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે હાર્યું
છત્તીસગઢ: સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 15 લાખના ઇનામી સ્નાઈપર સહિત 3 માઓવાદી ઠાર
‘મને ગાળો આપી, મારવા ચંપલ ઉઠાવી…’ લાલુ યાદવની પુત્રી રોહિણીનો ગંભીર આરોપ
ઝાડીઓમાં ફસાયેલા 150 કિલો વજન ધરાવતા 10.5 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ
વડોદરા : ફતેગંજ વિસ્તારમાં પીજીમાં રહેતા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
રાજસ્થાન રોડ અકસ્માત: ગુજરાતના શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાતાં 6ના મોત, 14 ઘાયલ
MP: ગ્વાલિયરમાં ભયાનક રોડ અકસ્માત, ફોર્ચ્યુનર અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ટક્કર થતાં 5 લોકોના મોત
સોનભદ્રમાં ખાણ ધસી પડતાં મોટી દુર્ઘટના: 3 મજૂરોના મૃતદેહ મળ્યા, 15 હજી દટાયેલા હોવાની આશંકા
દિલ્હી બ્લાસ્ટમાં મોટો ખુલાસો: લાલ કિલ્લા પાસેથી આર્મી-પોલીસ દ્વારા વપરાતાં 3 કારતૂસ મળી આવ્યા
વડોદરા : કોલ્ડ્રિંક્સમાં કેફી દ્રવ્ય ભેળવી પીવડાવ્યાં બાદ યુવતી પર યુવકે દુષ્કર્મ ગુજાર્યું
હાથીખાનામાં ઘણા વેપારીઓ ભેળસેળવાળી વસ્તુઓ વેચે છે, રેડ કરવાની જરૂર : યોગેશ પટેલ
બજારમાં એનસીઈઆરટીના નકલી પુસ્તકોનું વેચાણ થતું હોવાની મળી ફરિયાદ
ગુજરાતમાં બ્રહ્માકુમારીઝની હીરક જયંતિ, શાંતિ રથ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે પહોંચ્યો
ઝરીન ખાનની અસ્થિ વિસર્જન કરતા પુત્ર ઝાયેદ ખાન ખૂબ રડ્યો, પતિ સંજય ખાન પણ ભાવુક થયા
પ્રતાપનગર સ્ટેશન પર નોન-ઈન્ટરલોકિંગની કામગીરી પૂર્ણ, લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન શક્ય બનશે
એમએસયુની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીના મોબાઈલની ચોરી થતાં સુરક્ષા સામે સવાલ
બિહારના લોકોએ ગમછો લહેરાવી PM મોદીનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું
આપણાં જીવનમાં દરેક ધાર્મિક પુસ્તકો કાંઈક કરવાની પ્રેરણા આપતાં હોય છે. પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ રીતે જીવનમાં મદદરૂપ થાય છે કે જીવનમાં બનતી સારી નરસી સમસ્યાઓનો સામનો કઈ રીતે કરવો, જીવનના આટાપાટામાંથી કઈ રીતે બચવું. ટૂંકમાં ગીતાજી એ જીવનમાં એક ટોનિક સમાન છે. ગીતાજીનું ઉદ્દભવસ્થાન મહાભારતની યુદ્ધભૂમિ છે. અર્જુન જ્યારે હિંમત હારીને, ગાંડીવ ધનુષ હેઠે મૂકીને નિરાશ વદને રથમાં બેસે છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને પોતાના જ્ઞાન થકી, જે ઉપદેશ આપ્યો, એ જ આપણો સૌનો પ્યારો ગીતા ગ્રંથ છે.
અર્જુનને પોરસ ચઢાવવા, એનો ઉત્સાહ વધારવા, તથા તેનું સાચું કર્મ, ફરજ, કર્તવ્ય એ વિશે વિસ્તૃત જ્ઞાન અને ઉપદેશ આપવા, ભગવાન શ્રીકૃષ્ણે જે સૂરાવલિ વહાવી હતી એ જ આપણો પવિત્ર ગ્રંથ ગીતાજી છે. ગીતાજીનું આખું નામ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે, પરંતુ લોકો ટૂંકાણમાં ગીતા કે ગીતાજી તરીકે ઓળખે છે. માગસર સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણે ગીતાજીનું જ્ઞાન રૂપી અમૃત અર્જુનને પીવડાવ્યું હતું, એનો લાભ આજે પણ આપણે સૌ લઈએ છીએ. આ કારણે જ માગસર સુદ એકાદશીને ગીતા જયંતી તરીકે ઓળખવામાં આવે છે. આપણી હિંદુ સંસ્કૃતિમાં તથા વિશ્વના અન્ય દેશોમાં ઘણા બધા ધર્મગ્રંથોની રચના થયેલી છે.
અરે, વેદો ,પુરાણો તેમજ ઉપનિષદોની રચના થયેલી છે, પરંતુ જન્મ જયંતી તો ગીતાજીની જ ઊજવવામાં આવે છે અને આના ઉપરથી આપણને ગીતાજીનું મૂલ્ય તથા મહત્ત્વ શું છે તે સમજી શકાય છે. આપણા અન્ય ગ્રંથોની રચનાઓ તો ઋષિ મુનિઓ, જ્ઞાની વ્યક્તિઓ કે ધર્મગુરુઓએ કરેલી છે, જ્યારે ગીતાજી તો સ્વયં ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદમાંથી પ્રગટ થયેલ છે. મૂળ તો ગીતાજી એ મહાભારતનો એક ભાગ જ છે.
કહેવાય છે કે યુદ્ધભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણે ૭૦૦ અર્થસભર શ્લોકોનો પાર્થને ઉપદેશ આપ્યો હતો, તે મહર્ષિ વેદવ્યાસજીએ પોતાની આગવી સૂઝબૂઝ તથા આવડતથી અલગ તારવીને, આપણને ગીતાજી નામના પવિત્ર અને પાવન ગ્રંથની ભેટ આપી અને એનું નામકરણ શ્રીમદ્ ભગવદ્ ગીતા રાખવામાં આવ્યું. બીજા ગ્રંથોની માફક ગીતાજીએ કાંઈ વાંચવાનો પૂજા કરવાનો ગ્રંથ નથી, પરંતુ એના તમામે તમામ શ્લોકોને સમજી વિચારીને પોતાના દૈનિક જીવનમાં ઉતારવાનો છે. ગીતાજી વિશે તો જેટલું લખીએ એટલું ઓછું પડે એમ છે. જેમ સાગરનો કોઈ તાગ નથી એવી રીતે ગીતાજીનો પણ કોઈ તાગ નથી. જ્યાં જ્યાં સુધી માનવજાતની હસ્તિ છે, ત્યાં ત્યાં સુધી ગીતાજીના ગુણગાન ગવાતા રહેશે અને ગીતા જયંતીની ઉજવણી થતી રહેશે.
પંચમહાલ- યોગેશ આર. જોષી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.