Business

વૈશ્વિક કંપનીઓ પર ભારતનું વર્ચસ્વ વધ્યું: મહારાષ્ટ્રીયન લીના નાયર ફ્રેંચના લકઝરી ગ્રુપ ચેનલના નવા CEO બન્યા

વિદેશી કંપનીઓ (Foreign company) ઉપર ભારતનું વર્ચસ્વ (Dominance) દિવસેને દિવસે વધતું જ જાય છે જે ભારત માટે ખૂબ ગર્વની વાત છે. ભારતનું વધુ એક ‘રતન’ દુનિયામાં ચમક્યું છે. હાલમાં જ જયાં પરાગ અગ્રવાલને (Parag Agarwal) ટ્વિટરના (Twitter) નવા સીઈઓનું પદ મળ્યુ છે. ત્યાં હવે ભારતીય મૂળની 52 વર્ષીય લીના નાયરને (Leena Nair) મંગળવારે લંડનમાં (London) ફ્રેન્ચ લક્ઝરી ગ્રુપ ચેનલ (French Luxury Group Channel) દ્વારા તેના નવા વૈશ્વિક ચીફ એક્ઝિક્યુટિવ (CEO) તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ માનવ સંસાધનના વડા અને યુનિલિવરની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકેની કામગીરી બજાવી રહ્યાં છે. લીના નાયર જાન્યુઆરી 2022 થી એટલે કે નવા વર્ષથી આ ગ્રુપમાં જોડાશે (Join) અને પોતાની કામગીરી શરૂ કરશે. અહેવાલો અનુસાર, નાયર, ફ્રેન્ચ લક્ઝરી જૂથ ચેનલ સાથેના તેના નવા પદ પર તેઓ લંડનમાં જ રહેશે. આ તરફ એલન જોપ (Alan Jopp) કે જે યુનિલિવરના (Unilever) સીઈઓ છે તેમણે જ્ણાવ્યું હતું કે નાયરે તેઓની સંસ્થાના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે કે જે હવે વૈશ્વિક સ્તરે 50 થી વધુ દેશોમાં પસંદગીના એમ્પ્લોયર છે.

વર્ષ 2016માં તેઓ યુનિલિવરની પ્રથમ મહિલા અને સૌથી નાની વયની ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર બની હતી. યુનિલિવરના સીઇઓ એલન જોપે (Alan Jope) નાયરને તેમણે કંપનીને આપેલા યોગદાન માટે આભાર માન્યો હતો. લીના યુનિલિવરમાં તેની સમગ્ર કારકિર્દી દરમિયાન મહત્ત્વની ભૂમિકા રહી છે. જમશેદપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી નાયર 1992માં યુનિલિવરની ભારતીય પેટાકંપની HULમાં જોડાયા હતા અને 30 વર્ષ સુધી કામ કર્યું હતું.  તેમને ઘણા HR ઈન્ટરવેશન માટે ક્રેડિટ મળી છે. જેમાંથી એક હતી ‘કરિયર બાય ચોઈસ’. તે એવી મહિલાઓને વર્કફોર્સનો હિસ્સો બનાવવાના હેતુથી એક કાર્યક્રમ હતો, જેમણે પોતાની કારકિર્દી ઘણી પાછળ છોડી દીધી છે.
1969માં જન્મેલા નાયર 2013માં ભારતથી લંડન ગયા હતા. તે સમયે, તેમને એંગ્લો-ડચ કંપનીના લંડન હેડક્વાર્ટરમાં નેતૃત્વ અને સંગઠન વિકાસના વૈશ્વિક વાઇસ પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા હતા. આ પછી 2016 માં, તે યુનિલિવરના પ્રથમ મહિલા અને સૌથી નાની વયના CHRO બન્યા હતા. ભારતીય મૂળના લીના નાયર ભારતને ગૌરવ અપાવી રહ્યા છે.

લીના નાયર મૂળ મહારાષ્ટ્રના કોલ્હાપુરના છે. તેમણે કોલ્હાપુરની હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેઓને જ્યારે જમશેદપુરની ઝેવિયર્સ કોલેજમાં ઉચ્ચતર અભ્યાસ માટે ઓફર મળી ત્યારે તેમના પરિવારને આ અંગે મનાવવા ખૂબ મુશ્કેલ કામ હતું. તેઓને ટ્રેન દ્વારા જમશેદપુર પહોંચવામાં લગભગ 48 કલાકનો સમય લાગતો હતો.

Most Popular

To Top