Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: ભાજપના પૂર્વ કોર્પોરેટરોએ લોકોના કામો કરવાને બદલે ઉધ્ધત જવાબો આપ્યા હતા. આ તોછડાપણુ ભાજપના નવા ઉમેદવારોને નડી રહયું છે. ચુંટણી ટાણે વોટ માંગવા જાય છે. ત્યારે લોકો તેમને બરાબર સંભળાવે છે પરીણામે નવા સવા ઉમેદવારો સુડી વચ્ચે સોપારી જેવા ઘાટ સર્જાયો છે. શુક્રવારે વોર્ડ નં.13 અને 18માં ભાજપના ઉમેદવારોને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું.

વોર્ડ નં. 13 માં સવારથી પ્રચાર કાર્ય ચાલુ હતુ ભાજપના ઉમેદવારો કોઠી ચાર રસ્તા પાસે આનંદપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યારે સ્થાનિક મતદારોએ ઉમેદવારો સમક્ષ રોષ ઠાલવ્યો હતો. મતદારોએ રજૂઆત કરી હતી કે કોર્પોરેટરો ચૂંટાયા બાદ આ વિસ્તારમાં કયારેય ફરકયા નથી ઉમેદવારો પણ તકલીફ હોય તો કહેજો તેમ કહી નીકળી ગયા હતા.

વોર્ડ નં. 18માં પણ ભાજપના ઉમેદવારો લોકસંપર્ક માટે ગયા હતા ત્યારે સ્થાિનક મતદારોએ પીવાના પાણી તેમજ નળ જોડાણો કાયદેસર કરી આપવા નાણા ભરેલા હોવા છતાં કોઈ કાર્યવાહી કરી નથી તેવી રજૂઆત કરી હતી.

ચુંટાયા  પછી પાંચ વર્ષ સુધી લોકોના કામો કરવાને બદલે ભાજપના કોર્પોરેટરોએ તેમના વોર્ડના મતદારોને ઉધ્ધત અને તોછડા જવાબો આપ્યા હતા. કામ કરવાને બદલે મતદારોને ઉતારી પાડવાની પૂર્વ કોર્પોરેટરોની રીતરસમથી વોર્ડના મતદારો ત્રાસી ઉઠયા છે. વોર્ડ નં.5 મં ગુરુવારે મતદારોએ ફેરણીમા ગયેલ  ભાજપના ઉમેદવારોને ભારે ખખડાવ્યા હતા.

ચુંટણી ટાણે વોટ માગવા નીકળતા ઉમેદવારો સમક્ષ મતદારો પોતાનો રોષ ઠાલવી રહયા છે. ચૂંટાયા પછી પાંચ વર્ષ સુધી નહીં દેખાતા નવા ઉમેદવારોને લોકોના રોષનો ભોગ બનવું પડે છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને ઉમેદવારો પ્રચાર યાત્રા કાઢીને કે પછી ડોર ટુ ડોર લોક સંપર્ક કરીમતોની ભીખ માંગી રહયા છે પ્રચાર માટે જાય છે. ત્યારે પાંચ વર્ષ નીષ્ક્રીય રહેલા કોર્પોરેટરોને કારણે નવા ઉમેદવારોને દંડાવું પડે છે.

શહેરના કુલ 19 વોર્ડમાં વહીવટી તંત્ર પ્રાથમિક સુવિધાના કામો કરવામાં નિષ્ફળ રહયું છે. ફરીયાદો કરવા છતાં તેનો િનકાલ કરવામાં આવતો નથી. કોર્પોરેટરો ચુંટાયા બાદ દેખાતા નથી. પ્રાથમિક સુવિધાના કામો નહીં થવાના કારણે નવા ઉમેદવારોને મતદારોને સમજાવવાનું અઘરું થઈ પડયું છે.

To Top