Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : વારસીયા સંજય નગર પ્રધાનમંત્રી આવાસ યોજના છેલ્લા પાંચ વર્ષથી શરૂ થઈ નથી જ્યારે મેયર કેયુર રોકડીયાએ  સામાન્ય સભા માં જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં આવાસ યોજનાનું કામ શરૂ થઈ જશે અને લાભાર્થીઓન બાકી રહેલું 15 મહિનાનું ભાડું બાકી છે તે જલ્દીમાં જલ્દી ઇજારદાર દ્વારા આપવામાં આવશે. ફેબ્રુઆરી 1 થી ચાર મહિનાનું ભાડું આપવાનું ઇજારદાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. 51 દિવસમાં માત્ર 12૦૦ લાભાર્થીઓને ભાડું આપવામાં આવ્યું છે. 650 લાભાર્થીઓ હજુ પણ ભાડા થી વંચિત છે. આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મેયર કેયુર રોકડિયા દ્વારા સંજય નગર ના વિસ્થાપિતોને ભાડું આપવાની તેમજ સંજયનગરમાં જ વિસ્થાપિતો માટે ઘર બનાવવાની જાહેરાતો મોટા ઉપાડે કરી હતી. આ જાહેરાતને મહિનાઓ સમય થઈ ગયો હોવા છતાંય સ્થળ પર કામગીરી શૂન્ય છે.

1841 પરિવારો માંથી માત્ર પોણા બે મહિનાના 1200 વિસ્થાપિતોને ભાડાં મળ્યા છે અને 641 જેટલા વિસ્થાપિતો ના ખાતામાં હજુ પણ ભાડાની રકમ જમા ન થતા બુધવાર રોજ સજય નગર ના લાભાર્થીઓ સીમા રાઠોડની આગેવાનીમાં અન્ય વિસ્થાપિતો ની સાથે પાલિકા કચેરી ખાતે મેયરને રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા.જ્યાં મેયરે બાકીના વિસ્થાપિતોને બાકી રહેલા ભાડા મળવાની બાહેધરી આપી હતી. મેયરે ઇજારદાર સાથે ફોન પર વાત કરીને તાત્કાલિક ધોરણે ભાડા આપવાની વાત કરી હતી. દાદાને કહ્યું હતું કે લાભાર્થીઓને ભાડા આપવામાં આવે છે તેની યાદી મેયરને મોકલવામાં આવશે જ્યારે વિસ્થાપીતો  કહે છે કે માત્ર 1200 પરિવારોને ભાડા મળ્યા છે. લાભાર્થી સીમા રાઠોડે જણાવ્યું હતું કે મેયરે ૧૯ લાખના જીઇબીના બીલ ભરવા પણ લાભાર્થીઓને કહેવું છે. લાભાર્થીઓના ભાડા માંથી બિલ ભરવામાં આવશે તે પણ મજુર રાખ્યું છે. બે દિવસમાં જો બાકીના ભાડા આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સત્તા પર બેઠેલા લોકો ગરીબોની મજાક ઉડાવે છે. કોંગ્રેસની સત્તા હોત તો ઝુપડાઓ તૂટ્યા ના હોત.

To Top