Gujarat

બીએસએફના ડાયરેકટર જનરલ પંકજકુમાર કચ્છની મુલાકાતે

ગાંધીનગર: તાજેતરમાં કચ્છના સીર ક્રીક વિસ્તારમાં સતત પાકિસ્તાની માછીમારીની બોટ તથા ધૂસણખોરી કરી રહેલા પાક માછીમારોને પકડવાની ધટનાઓ વધતાં આજે બપોરે બીએસએફના ડાયરેકટર જનરલ પંકજકુમાર કચ્છની ત્રિદિવસીય મુલાકાતે આવી પહોચ્યા છે.

પંકજકુમારની સાથે ગુજરાત બીએસએફના આઈજી જી એસ સમિલક પણ જોડાયા છે. પંકજ કુમાર સ્પે. હેલિકોપ્ટર દ્વ્રારા કચ્છ આવી પહોચ્યા હતા. આગામી બે દિવસ દરમ્યાન તેઓ ભારત – પાક આંતરરાષ્ટ્રીય ભૂમિ સીમાની પર પરિસ્થિતની સમીક્ષા કરશે. એટલું જ નહીં ક્રીક વિસ્તારની પણ સમીક્ષા કરશે. આ ઉપરાંત ઓપરેશન હાથ ધરવાની તૈયારીઓ કેવી છે, તે મુદ્દે બીએસએફના કમાન્ડર્સ સાથે સીધો સંવાદ કરશે. આ ઉપરાંત ગુજરાત બીએસએફના આઈજી જી એસ મલિક દ્વ્રારા પણ સલામતી વ્યવસ્થા અંગે બ્રીફિંગ કરાશે.

તાજેતરમા કચ્છના દરિયાઈ ક્રીક વિસ્તારમા બીએસએફ દ્વ્રારા કમાન્ડો એપરેશન હાથ ધરાયુ હતુ.જેમા એક ડઝન પાક બોટ તથા અડધો ડઝન પાક માછીમારો પકડાયા હતા.

Most Popular

To Top