Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે કોટન ઇમ્પોર્ટ કરવા પર ઇમ્પોર્ટ ડ્યૂટી (IMPORT DUTY) નાખવામાં આવી છે. જેને પગલે કોટન ઇન્ડસ્ટ્રી (COTTON INDUSTRY)નો વિકાસ થવાની સાથે સ્થાનિક સ્તરે ખેડૂતોને ફાયદો મળવાની શરૂઆત થઇ છે. આવનારા દિવસોમાં સુરતમાં કોટન કાપડનું ઉત્પાદન અને પ્રોસેસિંગનું કામ વધે તેવી સંભાવનાઓ બની રહી છે.

કોટન કોર્પોરેશનના ડિરેક્ટર જયેશ પટેલ (દેલાડ) એ જણાવ્યું હતું કે વિદેશથી આયાત કરવામાં આવતાં કોટન પર ઇમ્પોર્ટ ડ્યૂટી નાખવામાં આવતા તેની કિંમતોમાં વધારો થવાનો સીધો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે. સ્થાનિક કોટનની ડિમાન્ડ (LOCAL COTTON IN DEMAND) વધતા કપાસની ગાંસડી પર 20 ટકાનો વધારો નોંધાયો છે. આવનારા દિવસોમાં પણ ઇમ્પોર્ટેડ કોટન કરતા સ્થાનિક કોટનની માંગ સારી રહેશે તેવી સંભાવના છે. પાછલા વર્ષ દરમિયાન પ્રતિ ગાંસડી 33 થી 35 હજાર રૂપિયા ખેડુતોને મળ્યા હતા, જે ચાલુ વર્ષે 40 થી 45 હજાર પર પહોંચ્યા છે.

ખેડૂતોને ફાયદો થવાની સાથે કાપડ ઉદ્યોગને પણ તેનો સીધો ફાયદો થાય તેમ છે.

સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસસ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે સુરતમાં મોટાભાગે પોલિએસ્ટર કાપડનું કામ થાય છે. માટે ખેડૂતોને ફાયદો થવાની સાથે કાપડ ઉદ્યોગને પણ તેનો સીધો ફાયદો થાય તેમ છે. સુરતના ડાઇંગ પ્રોસેસિંગ એકમોમાં પોલિએસ્ટર કાપડ પર પ્રોસેસ વર્ક કરવામાં આવે છે. વિદેશથી આયાત કરવામાં આવતાં યાર્નનો ઉપયોગ કરી યાર્ન ઉત્પાદિત કરવામાં આવતું હતું. જે પાંચ ટકા જીએસટી સાથે વેચાણ (SALE WITH GST) કરવામાં આવતું હતું પરંતુ હવે ઇમ્પોર્ટેડ યાર્ન પર ડ્યૂટી નાખવામા આવતા યાર્નની કિમત વધશે. જેને પગલે ઇમ્પોર્ટેડ યાર્નની જગ્યાએ સ્થાનિક યાર્ન ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે અને કિમત ઘટતા ફેબ્રિક્સનું ઉત્પાદન થાય તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે એક તરફ દેશમાં ખેડૂત આંદોલન (FARMER PROTEST)ને પગલે દેશના ખેડૂતોના વિવિધ મુદ્દાઓની અસર ખેડૂતોને થઇ રહી છે, જેમાંથી મોટા ભાગની અસર હેઠળ ખેડૂતોને નુકશાન પણ થઇ રહ્યું છે, અને ખેડૂતો વારંવાર નિરાશ થઇ રહ્યા છે, જો કે આ આયાતી ડ્યુટી નાખવામાં આવતા વિદેશી વેપાર પર અસર અને સુરતના કાપડ વેપારને લાભ સાથે ખેડૂતો પર પણ સારી અસર થવાની શક્યતા સિવાય રહી છે.

To Top