National

ભારતના મિત્ર દેશ ઇઝરાઈલે મુશ્કેલ સમયે મદદ માંગી, ભારતે હાલ જવાબ ટાળ્યો

આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ ( INTERNATIONAL CRIMINAL COURT) ના નિર્ણયથી પરેશાન ઇઝરાઇલે ( ISRAEL) ભારતની મદદ માંગી છે. ધ હેગની આંતરરાષ્ટ્રીય અદાલતે ગયા અઠવાડિયે પોતાના ચુકાદામાં પેલેસ્ટાઇનનો વિસ્તાર પણ તેના અધિકારક્ષેત્રમાં ગણાવ્યો હતો. આ નિર્ણયથી પેલેસ્ટાઇનમાં ઇઝરાઇલના યુદ્ધ ગુનાઓની તપાસનો માર્ગ ખુલી ગયો છે. એક અહેવાલ મુજબ ઈઝરાયેલે તેના ‘સારા મિત્ર’ ભારતને ( INDIA) આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણયના વિરોધમાં તેના નિર્ણયને સમર્થન આપવા અપીલ કરી છે. સત્તાવાર સૂત્રોને ટાંકીને લખ્યું છે કે ભારતે આ મામલે હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી.

અહેવાલ મુજબ ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારતને આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત (આઈસીસી) ના નિર્ણયની વિરુદ્ધ બોલવાની અપીલ કરી છે. નેતન્યાહૂએ પીએમ મોદીને ( PM MODI) અપીલ કરી છે કે તેઓ આઇસીસીને એક કડક સંદેશ મોકલશે કે ન્યાય અને સામાન્ય ચેતના પરના આવા હુમલાઓ બંધ થવા જોઈએ. નેતન્યાહુએ તાજેતરમાં જ મોદીને ‘સારા મિત્ર’ કહ્યા હતા.

અહેવાલ મુજબ 7 ફેબ્રુઆરીએ નેતન્યાહૂ દ્વારા લખાયેલા પત્ર અંગે ભારતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. આઈસીસી (ICC) નો નિર્ણય આ પત્રના માત્ર બે દિવસ પહેલા આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ રાજદ્વારી ચેનલો દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે કે ભારત આઇસીસીની સ્થાપના સંધિ ‘રોમ સ્ટેચ્યુ’નો સભ્ય નથી, તેથી તે કોર્ટના નિર્ણય અથવા આદેશ સામે કોઈ પણ પ્રકારનો જવાબ આપી શકે નહીં અને ન તો કોઈનો પક્ષ લઇ શકાય.

ઇઝરાઇલ પણ આ સંધિનો સભ્ય નથી. ઇઝરાયેલે આઈસીસીના નિર્ણયને આઘાતજનક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે આંતરરાષ્ટ્રીય અદાલત ફક્ત રાજકીય સંગઠન તરીકે કાર્ય કરે છે. ઇઝરાયેલે કહ્યું કે આઇસીસીને આવા નિર્ણયો લેવાનો કોઈ અધિકાર નથી કારણ કે ઇઝરાઇલ કોર્ટના અધિકારક્ષેત્રને માન્યતા આપતો નથી અને પેલેસ્ટાઇન પણ સાર્વભૌમ દેશ નથી. નેતન્યાહુએ કોર્ટના નિર્ણયને યહૂદી વિરોધી ગણાવ્યો હતો.

5 ફેબ્રુઆરીએ, આઇસીસી બેંચે 2-1 પર ચુકાદો આપ્યો કે પેલેસ્ટાઇન પણ તેના અધિકાર ક્ષેત્રમાં આવે છે. ત્યારબાદ પેલેસ્ટાઇન ઇઝરાઇલના કથિત યુદ્ધ ગુનાઓની તપાસ કરી શકે છે. જો કે કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણયનો અર્થ એ નથી કે પેલેસ્ટાઇનને રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવ્યો છે.

આઈસીસીના વકીલ ફટૂ બેનસુદાએ 14 મહિના પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે પેલેસ્ટિનિયન ક્ષેત્રમાં ગંભીર યુદ્ધના ગુનાના ઘણા પુરાવા મળ્યા છે. બેનસુદાએ ઇઝરાયલી સુરક્ષા દળો અને હમાસ બંને પૂર્વ જેરુસલેમ અને ગાઝા પટ્ટીમાં યુદ્ધના ગુનામાં સંડોવાયેલા હોવાની સંભાવના વ્યક્ત કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top