Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતમાં ઉમેદવારોના નામ જાહેર કરાતા રાજકીય ગરમાટો

બીલીમોરા: લાંબા સમય (LONG TIME) થી જેની રાહ જોવાતી હતી તે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ બુધવાર સાંજે ઉમેદવારોની નમાવલી જાહેર કરી હતી. તે સાથે રાજકીય ગરમાટો (Political heat) વ્યાપી ગયો હતો. ગણદેવી તાલુકા પંચાયતની 24 બેઠક (SEATS)માં અમલસાડમાં મનીષાબેન શૈલેષભાઇ નાયકા, અજરાઈ-રક્ષાબેન નિલેશકુમાર પટેલ, કછોલીમાં મનીષાબેન અજયભાઈ નાયક, સાલેજમાં નીતાબેન અજયભાઈ દેસાઈ, વેગામમાં ભૂપેન્દ્રભાઈ મગનભાઈ પટેલ, બીગરી-1માં તેજસકુમાર દેવાભાઈ પટેલ, બીગરી-2 વિનોદભાઈ ભાણાભાઈ પટેલ, મેંધરમાં અનિતાબેન અજયભાઈ ટંડેલ, તલોધમાં સંજયભાઈ પ્રવીણભાઈ પટેલ, વાઘરેચમાં ધીરેનભાઈ છગનભાઇ પટેલ, દેવસર-1માં હર્ષિલ જયેશભાઇ નાયક,

દેવસર-2માં રિંકેશકુમાર જગુભાઈ પટેલ, ધકવાડામાં ભાવેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, ઉંડાચ વાણીયા ફળિયામાં ભરતભાઈ રમણભાઈ નાયકા, ગણદેવામાં તેજલબેન નયનકુમાર મિસ્ત્રી, અંભેટામાં રેખાબેન રણજિતભાઇ પટેલ, ધનોરીમાં જિજ્ઞાબેન જિતેન્દ્રભાઈ વૈદ્ય, એંધલમાં રિનુબેન અશ્વિનભાઈ પટેલ, મટવાડમાં અનિલભાઈ છીબાભાઈ રાઠોડ, સરીબુજરંગ-1માં પ્રશાંતકુમાર ચંદ્રવદન શાહ, સરીબુજરંગ-2માં પ્રિયંકાબેન મહેશભાઈ રાઠોડ, ભાઠામાં કાંતાબેન નટવરભાઈ પટેલ, માસામાં ગીતાબેન પ્રવીણભાઈ પટેલ, ધમડાછા સંગીતાબેન રમણભાઈ નાયકાનાં નામોની જાહેરાત કરાઈ હતી. એ જ રીતે ગણદેવી તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની પાંચ બેઠકો ઉપર પણ નામો જાહેર થયાં હતાં. જે સાથે લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો હતો.

સાપુતારા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 18 બેઠક પૈકી 15 બેઠકો ઉપર ઉમેદવારનાં નામો જાહેર (announcing names of candidates) કર્યા,જ્યારે વઘઇ, સુબીર અને આહવા તાલુકા પંચાયતની 48 બેઠકો પૈકી 47 બેઠકો ઉપર ઉમેદવારનાં નામ જાહેર કરાતા ડાંગ ભાજપા પાર્ટીનાં કાર્યકરોમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ સર્જાયો છે. જ્યારે ઉમેદવારોના વિવાદના પગલે ભાજપા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતની 3 બેઠક અને સુબીર તાલુકાની 1 બેઠક ઉપર નામો જાહેર ન કરી પેન્ડિંગ (PENDING) રાખતાં આ બેઠક ઉપર આવનાર સમયમાં કોણ ઉમેદવાર જાહેર થશે તથા કોનુ પત્તુ કપાશે જેના ઉપર સૌ કોઈ મીટ માંડી બેઠા છે..

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 18 બેઠક પૈકી 15 બેઠક ઉપર વિધિવત રીતે ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. જ્યારે ભાજપા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ડાંગ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકમાં વઘઇ, આહવા-2 અને ડોન બેઠક ઉપર ઉમેદવારનાં નામો જાહેર કરવાનાં બાકી રાખી પેન્ડિંગ રાખી છે. જ્યારે ડાંગ જિલ્લાની વઘઇ, સુબીર અને આહવા તાલુકા પંચાયતની કુલ 48 બેઠક પૈકી 47 બેઠક ઉપર વિધિવત રીતે ઉમેદવારોનાં નામો જાહેર કરવામાં આવતાં કહીં ખુશી કહીં ગમનો માહોલ સર્જાયો છે.

તો સુબીર તાલુકા પંચાયતની માત્ર 1 સીટ ઉપર ઉમેદવારનું નામ જાહેર ન કરી આ બેઠક પેન્ડિંગ રાખી છે. હાલ ભાજપા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ભાજપની ગઢ મનાતી જિલ્લા પંચાયતની આહવા-2 અને ડોન બેઠક ઉમેદવારોના વિવાદનાં પગલે પેન્ડિંગ રાખી છે. જ્યારે જિલ્લા પંચાયતની કોંગ્રેસની ગઢ ગણાતી વઘઇ જિલ્લા સીટ ઉપર પણ કયા ઉમેદવારને ઉતારવો તે અંગે અસંમજસ દેખાતાં આ સીટ પર પણ ઉમેદવારની જાહેરાત પેન્ડિંગ રાખી છે

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top