Top News

More Posts

   The Latest

Most Popular

દરેક જણ કહે છે કે મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરેની સરકાર સરળતાથી ચાલે છે અને તેનાં ભવિષ્ય સામે કોઇ ખતરો નથી. નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના નેતા શરદ પવાર સંપૂર્ણ નિયંત્રણ ધરાવતા હોવાથી ભારતીય જનતા પક્ષ માત્ર લાચાર છે અને તેને ઉથલાવવા કંઇ કરી શકે તેમ નથી. પણ મહારાષ્ટ્રની મિશ્ર સરકારમાં કંઇક રંધાઇ રહયું છે.

નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષની પરિવાર સંવાદ યાત્રા મહારાષ્ટ્રમાં ચાલી રહી છે અને તેની સામે અન્ય પક્ષો ભવાં ચડાવી રહયા છે. મહારાષ્ટ્ર નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને રાજયના કેબિનેટ પ્રધાન જયંત પાટિલ છેલ્લા થોડા દિવસથી રાજયવ્યાપી ઝુંબેશ પર છે અને પોતાના પક્ષના કાર્યકરોની સભાઓને સંબોધી રહયા છે અને પોતાના ખાતા સી.આઇને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવી રહ્યા છે.

ઘણા રાજકીય પંડિતોએ પ્રવાસના સમય અંગે આશ્ચર્ય વ્યકત કર્યું છે. મહારાષ્ટ્રમાં મધ્યસત્રી ચૂંટણીઓ આવી શકે છે અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષની આગોતરી તૈયારી કરવા માંગે છે એવી અટકળો ચાલી રહી છે. પાટીલે આવું કંઇ રંધાઇ રહયું હોવાનો ઇન્કાર કરી કહયું કે પવાર સાહેબે અમને શીખવાડયું છે કે ચૂંટણીઓ આવે કે ન આવે, નેતાઓએ હંમેશા લોકો સાથે રહેવું જોઇએ.

મહાવિકાસ અગાડી સરકારે ગયા નવેમ્બરમાં એક વર્ષ પૂરું કર્યું. અચાનક કોંગ્રેસે નાના પટોળેને વિધાનસભાના અધ્યક્ષપદેથી રાજીનામું અપાવી પક્ષના રાજય એકમના પ્રમુખ બનાવ્યા. કોઇ પણ પક્ષમાં પદાધિકારીઓની ફેરબદલ થાય તેની આપણે ચિંતા નહીં કરવી જોઇએ. ઉદ્વવ જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે અધ્યક્ષનું પદ કોંગ્રેસને ફાળે ગયું અને મહત્ત્વનાં મંત્રાલયો નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષ પાસે ગયા. પણ પટોળેને અધ્યક્ષના પદ પરથી હટાવી મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવવાના રાહુલ ગાંધીના નિર્ણયથી શાસક અગાડીમાં સાથીદારો ક્ષુબ્ધ
થયા છે.

પટોળેએ ઉદ્વવની કેબિનેટમાં મહેસુલ પ્રધાન પણ છે તે બાળાસાહેબ થોરાટનું સ્થાન લીધું છે. રાહુલે નક્કી કર્યું છે કે એક માનવી એક પદનો સિધ્ધાંત લાગુ પડવો જોઇએ. થોરાટ બે પદ પર ચાલુ નહીં રહી શકે. પણ શિવસેના અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષ કોંગ્રેસના નિર્ણયથી વ્યથિત થયા છે. કારણ કે પટોળે તેમના પક્ષને પગલૂછણિયા સમાન ગણાવવા દેવા તૈયાર નથી. કોંગ્રેસ તરફથી આ સંદેશો સ્પષ્ટ છે.

નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષ અને શિવસેનાએ ફરિયાદ કરી છે કે અધ્યક્ષનાં રાજીનામા બાબતે અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. કોંગ્રેસે દાવો કર્યો છે કે આ બંને પક્ષોને અવિધિસર રીતે યોગ્ય સ્તરે સાવચેત કરવામાં આવ્યા જ હતા. નવેમ્બર, 2019 માં જયારે મિશ્ર સરકાર રચાઇ ત્યારે પવારે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચવાણને અધ્યક્ષ બનાવવાની કોંગ્રેસની દરખાસ્તનો પવારે વિરોધ કર્યો હતો.

આ ચૂંટાયેલું પદ હોવાથી મહારાષ્ટ્ર વિકાસ અગાડીમાં અધ્યક્ષપદના ઉમેદવાર માટે નવી સર્વાનુમતી કરવા પર સ્પષ્ટ સમજૂતીની પ્રક્રિયા ફરીથી શરૂ કરવી જોઇએ. પટોળેના સ્થાનાંતર માટેના રાહુલ ગાંધીના નિર્ણય પાછળ ઉદ્વવ સરકારમાં પોતાનો સરખો જ હિસ્સો હોવો જોઇએ એવી કોંગ્રેસની માંગણી ડોકિયાં કરતી લાગે છે.

કોંગ્રેસના ઘણા નેતાઓને હવે લાગે છે કે મહત્ત્વનાં ખાતાઓ તેમને નથી મળ્યા અને આ ખાતાંઓ નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષ કે સેનાને મળ્યા છે. આ લાગણી હવે છૂપી નથી રહી. કોંગ્રેસના ઘણા નેતાઓને લાગે છે કે ભારતીય જનતા પક્ષને સત્તાથી દૂર રાખવા હવે લાંબો સમય ચૂપ રહેવાનું અમારે માટે સારું નથી.

કોંગ્રેસ પક્ષે જયારે થોડા સપ્તાહ પહેલાં નાયબ મુખ્યપ્રધાનપદની માંગણી કરી ત્યારે જ આ વિચારને મૂર્ત સ્વરૂપ મળ્યું હતું. અત્યારે નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષ એક માત્ર નાયબ મુખ્યમંત્રી છે. પક્ષને આ મિશ્ર સરકારમાં શકિતશાળી સ્થાન આપવા માટે પટોળે સાથી પક્ષોને દબાવવાની કોશિષ કરી શકે છે એવી ધારણા રખાય છે.

તેઓ રાહુલ ગાંધીના વિશ્વાસુ હોવાથી મંત્રણામાં તેમનું વજન પડશે. જો કે અનેક ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓથી ખદબદતા પક્ષ માટે શ્રેષ્ઠ કાળમાં પણ સરળ યાત્રા નહીં હોય. બધો મદાર ઉદ્વવ ઠાકરે અને પવાર પર રહેશે. જો કે કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પણ કંઇ શાંતિથી નહીં બેસી રહે.

            – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

To Top