Surat Main

ગાઈડલાઈનનો ભંગ: પ્રજાને દંડ, નેતાઓ મલંગ

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત અને ઉમેદવારોની યાદી જાહેર થતા જ શહેરમાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરોશોરોમાં થઈ રહ્યો છે. હજી સુધી કોરોનાનો કહેર સંપુર્ણપણે બંધ થયો નથી પરંતુ રાજકારણીઓ ચૂંટણી પ્રચારમાં (Election Campaign) કોવિડ ગાઈડલાઈન ભુલી ગયા છે. માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ વિના જ પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ પ્રજા માટે ગાઈડલાઈનનો (Guideline) ભંગ થાય તો દંડ કરવામાં આવી રહ્યો છે.

શહેરમાં ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યુ છે. પરંતુ સંપુર્ણપણે કોરોનાના કેસ ઘટ્યા નથી. હજી પણ શહેરમાં દરરોજ 25 થી 30 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જેથી તંત્ર દ્વારા હજી પણ કોરોનાની ગાઈડલાઈનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા પણ માસ્ક વિનાના લોકોને પકડવામાં આવી રહ્યા છે અને દંડ ફટકારવામાં આવી રહ્યા છે. પરંતુ રાજકારણીઓને જાણે કોઈ નિયમો લાગુ ન પડતા હોય તેમ તેઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં કોવિડ ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે.

ચૂંટણી કાર્યાલયો પર પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી રહ્યા છે. શહેરમાં ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓ રેલી અને ડોર-ટુ-ડોર પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. તેમાં કાર્યકર્તાઓ કોવિડ ગાઈડલાઈનનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો છે. પ્રજાના કાર્યક્રમમાં મહેમાનોની સંખ્યા પણ મર્યાદિત છે. પરંતુ બીજી તરફ રાજકીય પક્ષોના મેળાવડામાં સંખ્યાબંધ કાર્યકરો ભેગા થઈ રહ્યા છે.

30 વોર્ડની 120 બેઠકો માટે 3690 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ થશે

સુરત: સુરત મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઉમેદવારીની પ્રક્રિયા ગઇકાલે પૂર્ણ થતાની સાથે જ ચૂંટણી તંત્રએ મતદાન લક્ષી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આજે મળેલી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાના કુલ 30 વોર્ડની 120 બેઠકો માટે યોજાનારા ચૂંટણી મતદાન માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઉપયોગ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ મતદારો ઉમેદવારોની પસંદગી કરી શકે એટલા માટે બેલેટ યુનિટ ઉપર કુલ 16 બટન પૈકી 14 બટન ઉમેદવારો માટે અને એક બટન નોટા માટે તથા એક બટન રજિસ્ટ્રેશન માટે ઉપયોગમાં લેવામાં આવશે. આથી આ વખતના ઉમેદવારોમાં જોતા કુલ 30 પૈકીના 12 વોર્ડમાં સિંગલ બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે 18 વોર્ડમાં બે યુનિટ નો ઉપયોગ કરવામાં આવશે. આમ 30 વોર્ડની 120 બેઠકો માટે 3690 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ થશે. વધુમાં જિલ્લા ચૂંટણી તંત્રએ આગામી તારીખ ૨૧મી ફેબ્રુઆરીએ મતદાન શાંતિપૂર્વક થઈ શકે એ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી લીધી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top