Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અદાણી જૂથના શેરોની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે. જેનો લાભ જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીને મળી રહ્યો છે. બ્લુમબર્ગ બિલીયોનર ઇન્ડેક્સના જણાવ્યા અનુસાર એશિયાના સૌથી ધનાઢયોની યાદીમાં ગૌતમ અદાણી બીજા નંબરે પહોંચી ગયા છે. આ રેસમાં તેમણે ચીનના અબજપતિ ઝોંગ શાનશાનને પાછળ છોડી દીધા છે. અદાણીની સંપત્તિ સતત વધતી જોવા મળી રહી છે અને સૌથી અમીર શખસ મુકેશ અંબાણીથી થોડાક જ પાછળ રહ્યા છે.

આ અહેવાલમાં જણાવ્યા અનુસાર અદાણીની કુલ સંપત્તિ 66.5 બિલિયન ડોલરની છે. જે ચાલુ વર્ષે સંપત્તિમાં 32.7 અબજ ડોલરની વૃદ્ધિ થવા પામી છે. જ્યારે ચીની અબજપતિ ઝોંગ શાનશાનની સંપત્તિ 63.6 બીલીયન ડોલરની છે. 2021નના વર્ષની શરૂઆતમાં ચીની ટાયકૂન દુનિયાના છઠ્ઠા નંબરના સૌથી ધનિક વ્યક્તિ હતા, જ્યારે ચીનના સૌથી અમીર વ્યક્તિમાં સ્થાન ધરાવતા હતા. જે પહેલાં એશિયાના અમીરોની યાદીમાં ટોચના સ્થાને હતા. પરંતુ ગત વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ પાછળ ધકેલી દીધા હતા, જ્યારે હવે અદાણી પણ આ રેસમાં ચીની અબજપતિથી આગળ નીકળી ચૂકયા છે.

ગૌતમ અદાણી આ દિવસોમાં ખૂબજ નફો કમાઇ રહ્યા ચે. જેઓની અલગ અલગ કંપનીઓ જેવી કે અદાણી ગ્રીન, અદાણી એન્ટર, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમીશનના શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ગત વર્ષમાં અદાણી ટોટલ ગેસના શેરમાં 1145 ટકાનો ઉછાળો આવ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી ટ્રાન્સમીસનના શેરોમાં ક્રમશઃ 827 ટકા અને 617 ટકાની તેજી જોવા મળી છે. જેના પરિણામે ગૌતમ અદાણીની સંપત્તિમાં વૃદ્ધિ થવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી હાલમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં ટોપ પર છે. જ્યારે અદાણી બીજા નંબરે પહોંચી ગયા છે. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર દનિયાના અમીરોની યાદીમાં અંબાણી વર્તમાન સ્થિતિએ 13માં ક્રમાંકે છે, જ્યારે ગૌતમ અદાણી 14માં ક્રમે છે.

To Top