Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી, તા. ૨૧: ભારત સાથેની ખરેખરી અંકુશ હરોળ (LAC) ની નજીકના સરહદી ગામડાઓના વિકાસના નામે ચીન ( CHINA) ત્યાં લશ્કરી સવલતોને પણ વેગ આપી રહ્યું છે અને ત્યાં એરપોર્ટો જેવી સવલતો વિકસાવી રહ્યું જે નાગરિક સવલત અને લશ્કરી વપરાશ એવા બેવડા ઉપયોગમાં આવી શકે એમ ત્યાંની ઘટનાઓથી વાકેફ લોકોએ જણાવ્યું છે.

તિબેટની ૪૦૦૦ કિમી લાંબી સરહદ, કે જેમાંની મોટા ભાગની સરહદ એલએસી પર છે, તેની નજીક આવેલા ગામડાઓને મધ્યમ સમૃદ્ધિના ગામડાઓ બનાવવાના નામે ચીન લગભગ એક દાયકાથી પદ્ધતિસરની રીતે નાણા ઠાલવી રહ્યું છે. તિબેટના સરહદી ગામડાઓના વિકાસ બાબતે ચીની સરકારનું હાલ એક શ્વેત પત્ર બહાર પડ્યું છે તેમાં લોકોનું જીવન ધોરણ સુધારવા માટે આ ગામડાઓનો વિકાસ કરાઇ રહ્યો હોવાની વાત કરવામાં આવી છે પરંતુ જાણકાર સૂત્રો જણાવે છે કે દુર્ગમ વિસ્તારોમાં ધોરી માર્ગો ( NATIONAL HIGHWAY) અને હવાઇ મથકો ( AIRPORT) બાંધીને વિકાસ એવી રીતે કરવામાં આવી રહ્યો છે કે જે બેવડા ઉપયોગમાં આવી શકે. લોકોની સગવડ માટે ઉપયોગમાં આવવાની સાથે આવી સવલતો લશ્કરી ઉપયોગ માટે પણ લઇ શકાય છે. બેવડા ઉપયોગનું માળખું, જેમ કે એરપોર્ટો બાંધીને ચીન ભારતને દબાણ હેઠળ રાખવાની નીતિ પણ અપનાવી રહ્યું છે એમ સૂત્રોએ જણાવ્યું હતું. ૨૦૨૦ના અંત સુધીમાં તિબેટના દુર્ગમ પ્રદેશોના ઘણા ગામડાઓને ધોરી માર્ગો વડે વધુ સારી રીતે જોડી દેવામાં આવ્યા છે, અને આ તમામ ગામડાઓ મોબાઇલ સંદેશ વ્યવહાર ધરાવે છે.

ભારતીય સુરક્ષા એજન્સીઓએ પણ એલએસી નજીક આવેલા સરહદી ગામડાઓના વિકાસ અંગે ઘણી વિગતો ભેગી કરી છે જે મુજબ શિનજિયાંગથી માંડીને અરૂણાચલ પ્રદેશ સુધીના વિસ્તારમાં સરહદી ગામડાઓ બાંધવાની પ્રવૃતિ ઝડપી બનાવવામાં આવી છે. આ ગામડાઓ સુધી રસ્તાઓ બાંધવાનું કામ રોગચાળાના સમયમાં પૂરઝડપે પુરું કરવામાં આવ્યું હતું. આમાં વધુ ચિંતાજનક પાસુ એ છે કે ચીન ભૂટાન પર ડોકલામ પ્રદેશમાં પોતાનો વિસ્તાર છોડી દેવા માટે દબાણ કરી રહ્યું છે એમ એક સૂત્રે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં ભારત અને ચીનના લશ્કરો વચ્ચે લાંબી મડાગાંઠ ડોકલામ ત્રિભેટે જ સર્જાઇ હતી. સરહદ નજીક ચીન જે એરપોર્ટો બાંધી રહ્યું છે તે લશ્કરી ઉપયોગા માટે પણ લઇ શકાય છે અને આ રીતે ચીન બેવડા ઉપયોગનું માળખું વિકસાવી રહ્યું છે.

To Top