Top News

More Posts

   The Latest

Most Popular

કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન ખુબ મહત્વનું છે. સંક્રમણને નાથવા માટે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું તો જરૂરી જ છે પરંતુ તેની સાથે સાથે વેક્સિનેશન પણ ઝડપથી થાય તે પણ ખુબ જરૂરી છે. શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરી દેવાયું છે. ત્રણ માસમાં શહેરમાં કુલ 7.5 લાખ લોકોએ વેક્સિન મુકાવી લીધી છે.

જે પૈકી વેક્સિનનો પ્રથમ ડોઝ લેનાર 450 તેમજ બીજો ડોઝ લેનાર માત્ર 55 જ લોકો સંક્રમિત થયા છે. વેક્સિન લીધા બાદ કોરોના થતો નથી એવું નથી પરંતુ જો વેક્સિન લઈ લીધી હોય તો કોરોના જીવલેણ બનતો નથી. જેથી વધુમાં વધુ લોકો જલદીથી વેક્સિન લઈ લે તે માટે મનપા દ્વારા પણ વારંવાર અપીલ કરવામાં આવી રહી છે.

શહેરમાં વેક્સિન લીધા બાદ પણ ઘણા લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. પ્રતિદિનિ 1000થી વધુ પોઝિટિવ દર્દી નોંધાઈ રહ્યા છે. શહેરમાં છેલ્લા 15 જ મહિનામાં કુલ 12,000 થી વધુ પોઝિટિવ દર્દી નોંધાયા છે. પરંતુ વેક્સિન લેનાર લોકો કોરોનાથી સંક્રમિત થયા હોય તેની ટકાવારી ખુબ ઓછી છે.

શહેરમાં છેલ્લા ત્રણ માસથી વેક્સિનેશન ચાલી રહ્યું છે. અને તબક્કાવાર વેક્સિનેશન ચાલી રહ્યું છે. શરૂઆતમાં શહેરમાં હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવતી હતી. ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કરો અને સિનિયર સિટિઝન તેમજ કો-મોર્બિડ પેશન્ટ અને હવે 45થી ઉપરના તમામને વેક્સિન આપવામાં આવી રહી છે.

ત્યારે છેલ્લા ત્રણ માસમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તેવા માત્ર 450 જ લોકો સંક્રમિત થયા છે. જ્યારે વેક્સિનના બંને ડોઝ લીધા બાદ માત્ર 55 લોકો જ કોરોનામાં સપડાયા છે. પરંતુ તેઓમાં કોઈ ગંભીર પરિણામો જોવા મળ્યા નથી. જેથી જે લોકો વેક્સિનના બે ડોઝ લઈ લેશે તેઓ ઓછા સંક્રમિત થશે અને સંક્રમિત થશે તો પણ હોસ્પિટલાઈઝેશન કે મૃત્યુનું જોખમ રહેશે નહીં.

ત્રણ માસમાં કેટલા લોકોને પ્રથમ અને બીજો ડોઝ અપાયો?

હેલ્થ ર્વકર—ફ્રન્ટલાઈન વર્કર—અન્ય(સીનીયર સીટીઝન, કો-મોર્બિડ, 45 થી ઉપર)
પ્રથમ ડોઝ—બીજો ડોઝ —પ્રથમ ડોઝ—બીજો ડોઝ—પ્રથમ ડોઝ—બીજો ડોઝ
46,103—25,747—1,19,066—18,717—5,19,341—25,993

વેક્સિનેશનથી કોરોનાના ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવતો નથી

  • વેક્સિનેશન દ્વારા શરીરમાં ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. શરીરમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસતી હોય, સંક્રમણનું પ્રમાણ ઘણું રહે છે.
  • કુદરતી રોગપ્રતિકાર શકિત વિકસવાથી કોરોનાના ગંભીર બિમારી અને મૃત્યુની સંભાવના ખુબ જ ઓછી રહે છે
  • સુરત શહેરના આંકડા મુજબ વેક્સિનના બે ડોઝ લીધા બાદ સંક્રમિત થયાની ટકાવારી માત્ર 0.0057 છે. જે નહીંવત બરાબર છે. વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ સંક્રમિત થયાની ટકાવારી માત્ર 0.06 છે.
  • જેઓએ વેક્સિન મુકાવી લીધી હોય તેવા લોકો થકી અન્યને ચેપ લાગવાની શકયતા પણ ઘણી ઘટી જાય છે. જેથી વેક્સિન લેવી ખુબ જરૂરી છે.
To Top