સુરત: (Surat) મહિલા સફાઇ કામદારોને તેમનું કામનું સ્થળ બદલવા તેમજ રજા પાસ કરાવવા માટે થઇ લાંચ માંગનારા એસએસઆઇ તેમજ બે સફાઇ કામદાર...
પેરિસ : રોલાં ગેરોના ક્લે કોર્ટનો બાદશાહ રાફેલ નડાલ (Rafael nadal) અને પુરૂષોમાં નંબર વન નોવાક જોકોવિચે (dokovich) ફ્રેન્ચ ઓપન (french open)...
સુરત: (Surat) શહેરમાં પહેલાં પોલીસના (Police) જન્મદિવસનો વિડીયો વાયરલ (Video Viral) થયો હતો, ત્યાં હવે લિસ્ટેડ બુટલેગરનો (Bootlegger) જન્મદિવસ ઉજવાયો તેનો વિડીયો...
મુંબઇ : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ માટે ભારતથી ઇંગ્લેન્ડ (INDIA TO ENGLAND) રવાના થતાં પહેલા આજે કેપ્ટન વિરાટ કોહલી (CAPTAIN KOHLI)...
સુરત: (Surat) સચિનમાં સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં (Special Economic Zone) યુનિવર્સલ જેમ્સ કંપનીના રૂપિયા કરોડોના હીરાના મિસડેક્લેરેશન કેસમાં કૌભાંડીઓ વાયા હોંગકોંગ અમેરિકા...
કંપની અને નોકરી ઈચ્છીત કમર્ચારીઓ વચ્ચે સેતુ બનેલા નોકરી ડોટ કોમ ના મલિક સંજીવ બિખચંદાની વાત કરીએ. એક સામાન્ય પરિસ્થિતિ અને મઘ્યમ...
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા શિક્ષક પાત્રતા પરીક્ષણ (TET) લાયકાત પ્રમાણપત્રની માન્યતા અવધિને સાત વર્ષથી વધારીને આજીવન કરી દીધી છે....
નવી દિલ્હી: (Delhi) દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ (Monsoon) ગુરુવારે બે દિવસના વિલંબ સાથે કેરળમાં આગમન કર્યુ હતુ. કેરળમાં ચોમાસાના આગમન સાથે જ દેશમાં...
કરોનાની (Corona) બીજા વેવથી આ મહામારી કેટલી ઘાતકી છે તે પુરવાર થઈ ચૂક્યું છે. હવે ભીતિ ત્રીજા વેવની છે અને શું ખરેખર...
દુનિયાભરમાં સોશલ મીડિયા ( social media) ની વાત આવે ત્યારે Google ને સૌથી સેફ અને પ્રતિસ્થિત માનવામાં આવે છે. એ જ કારણ...
બાળકના જન્મ પછી ઘણી વાર માતાઓ પોતાના બાળકોને દૂધ પીવડાવી શક્તિ નથી જેના કારણે નવજાત બાળકોને પૂરતું પોષણ મળતું નથી. જે સમસ્યાનું...
કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં મોડલ ટેનન્સી એક્ટ ( Model Tenancy Act) એટલે કે આદર્શ ભાડૂત કાયદાને મંજૂરી આપી દીધી છે. આ કાયદામાં મકાનમાલિક...
ભારતીય શેરબજાર ( stock market ) માં આજે શરૂઆતમાં સતત નફા વસુલી ચાલુ રહેવા પામી હતી, પરંતુ છેલ્લા કલાકમાં પીએસયુ બેન્ક શેરોની...
ચીનના વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલો ‘કૃત્રિમ સૂર્ય’ ( Artificial sun) વાસ્તવિક સૂર્ય કરતા 10 ગણો વધારે શક્તિશાળી છે. તે વાસ્તવિક સૂર્ય ( real...
બોગસ ડોક્ટર સામેની સ્પેશિયલ ડ્રાઇવમાં પોલીસે સાતને પકડી પાડ્યાં એન્ટીબાયોટીક સહિતની દવાનો જથ્થો સીઝ કરાયો ડિગ્રી વગર એલોપથીની દવા આપતાં હતાં આણંદ...
નડિયાદ: નડિયાદમાં મહાગુજરાત હોસ્પિટલ નજીક આવેલ ખેતા તળાવની ફરતે બનાવવામાં આવેલા વોક-વેની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવે તેવી માંગ...
ભારતની ટેલિકોમ કંપનીઓ ફાઇવ જી ની ટેકનોલોજીની ટ્રાયલ કરવાની તૈયારી કરી રહી છે ત્યારે અભિનેત્રી જુહી ચાવલાએ દિલ્હી હાઈ કોર્ટમાં તેની સામે...
લુણાવાડા : કોરોનાના આ કપરા કાળમાં તબીબો અને આરોગ્ય કર્મીઓ સેવા પરમો ધર્મના મંત્રને સાર્થક કરીને અનેક દર્દીઓને નવજીવન બક્ષીને તેમના જીવનમાં...
દાહોદ: દાહોદથી ગોધરા રોડ ઉપર જતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે સ્થિત ભથવાડા ટોલ નજીક સવારના સુમારે એમ.પી-09. એચ.એફ-5490 નંબરના ટ્રકમાં અકસ્માતે આગ...
શહેરા: શહેરા અણીયાદ ચોકડી પાસે પસાર થતા માર્ગ ઉપર વિલાયતી નળિયા ભરેલ ટેમ્પો પલ્ટી ખાતા સાત જેટલા લોકો ને નાની મોટી ઇજા...
જે રેતી સોનુ, ચાંદી, હીરા, મોતી મૂલ્યવાન છે, તે જ રીતે રેતી પણ મૂલ્યવાન છે એટલે જ બેફામ પણ રેતીની ચોરી અને...
સુરત: શહેરમાં કોરોના ( corona) ની બે-બે વેવનો સામનો કર્યા બાદ હવે ત્રીજી લહેર ( third wave) માટે પણ સુરત મનપાનું તંત્ર...
સિંગવડ: સિંગવડ તાલુકામાં એક મહિના જેવું થવા આવ્યો ત્યારથી અમુક બસોના રૂટો બંધ કરી દેવામાં આવતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે...
મહામારીના સમયમાં યોગ,ધ્યાન,પ્રાયાણામ અને નિયમિત કસરતથી આત્મરક્ષણ મળ્યું.આ બધું જ થોડો સમય બરાબર ચાલેને પછી કાંટાળો આવવા માંડે,એમ પણ બને.શાળા મહાશાળામાં શિક્ષક...
હાલ મહારાષ્ટ્ર અને ગુજરાત બાદ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વાવાઝોડા એ અકલ્પ્ય નુકસાન કર્યું. અને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી...
કોરોના મહામારીએ આ જગતને ઘણું દેખાડ્યું પણ છે અને ઘણું શીખવાડયું પણ છે. ભારે પવન વેગથી વૃક્ષ પરથી જેમ પાંદડાં ટપોટપ ખરી...
ફાંટા તળાવમાં નાહવા પડેલા ચાર મિત્રો પૈકી બે ભાઈઓના ડૂબી જતાં મોત હાલોલ: હાલોલ શહેરના અરાદ રોડ પર આવેલ ફાંટા તળાવમાં બુધવારના...
બુધવારે સાંજે ભાજપના નેતા ( bjp leader) અને બારડોલી ( bardoli) નગરપાલિકાના કાઉન્સિલર દક્ષેશ શેઠનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ ( Pornographic...
આશ્રમમાં ગુરુજીએ આજે પ્રાર્થના બાદ ઉખાણાંઓ પૂછવા માટે ખાસ એક કલાક રાખ્યો હતો.ગુરુજીએ એક પછી એક ઉખાણાંઓ પૂછવાની શરૂઆત કરી.જે સાચો જવાબ...
ગોધરા : કોરોનાની મહામારી ચાલી રહી છે.ત્યારે આવા સમયમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા પંચમહાલ જિલ્લામાંથી 6 ડમી ડોકટર એસ.ઓ.જી પોલીસે પકડી...
વડોદરા : માતેલા સાંઢની ગતિએ દોડતા ભારદારી વાહનો પર લગામ ક્યારે લાગશે ? ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતા યુવકનું મોત,ટ્રક ચાલક ફરાર
ચારુસેટ યુનિવર્સિટીએ ભારત બ્લોકચેઇન શૈક્ષણિક શ્રેષ્ઠતા એવોર્ડ પ્રાપ્ત કર્યો..
રણજીમાં નવો ઈતિહાસ રચાયો, હરિયાણાના બોલરે કેરળની 10 વિકેટ લીધી
આતંકવાદીઓ હવે પોતાના ઘરોમાં પણ સુરક્ષિત નથી- પાડોશી દેશનો ઉલ્લેખ કરતા બોલ્યા PM મોદી
PM મોદી નાઈજીરિયા સહિત 3 દેશોના પ્રવાસે: 17 વર્ષ પછી ભારતીય PM નાઈજીરિયાની મુલાકાત લેશે
રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: અયોધ્યામાં ભારે સુરક્ષા બંદોબસ્ત લદાયો
મણિપુરમાં જે 6 મહિલાઓનું અપહરણ થયું હતું તેમાંથી 3ની લાશ નદીમાં તરતી મળી
વડોદરા : અક્ષય પાત્ર સંસ્થાના કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ,જૂના કોન્ટ્રાકટના 200થી વધુ કર્મચારીઓને છૂટા કરી દેવાયા
મહારાષ્ટ્રમાં મતદાન જાગૃતિ માટે સુરતનાં વેપારીની અનોખી ઓફર, સાડી ભેંટમાં આપશે
એલપી સવાણી રોડ પર 120 બેડની નિર્મલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ
માઈક ટાયસન 20 વર્ષ બાદ બોક્સિંગ રિંગમાં ઉતર્યો, 30 વર્ષ નાના બોક્સર સામે ફાઈટ લડ્યો
ઝાંસીમાં ભયાનક દુર્ઘટનાઃ નર્સે માચીસ સળગાવી અને હોસ્પિટલમાં આગ ભડકી ઉઠી, 10 બાળકોના મોત
શું છે દોગલાપન, સલમાન ખાને બિગ બોસના સ્ટેજ પર અશ્નીર ગ્રોવરની હેકડી ઉતારી, જાણો શું કહ્યું…
મહારાષ્ટ્ર: વર્તમાનમાં તમામ રાજકીય લડાઈઓની જનની
વીએમસી એ ખોદેલા ખાડામાં બાઈક ચાલક પટકાયો, સ્થાનિકો દ્વારા રેસ્કયુ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ માટે કિસાનો નહીં પણ ઉદ્યોગપતિઓ જવાબદાર છે
બદલાતા ભારતની બદલાતી તસવીર
ઔરંગઝેબ હજુ જીવે છે?
અંધકાર યુગ તરફ લઈ જતી ફેશન?
આઝાદી બાદની તમામ સરકારો માટે શરમજનક, દેશમાં 18 ટકા લોકોનો વાંચતા-લખતાં આવડતું નથી
ભગવાન માન્યા પણ શેતાન નીકળ્યા
વડોદરાની અંજના હોસ્પિટલનો વધુ એક વિડીયો વાયરલ
વડોદરા : સસ્પેન્ડેડ ઓફિસર ચીફ ફાયર ઓફિસર બનવાની દોડમાં વીએમસીની કચેરીમાં પ્રગટ થયા
સ્નેહ સંમેલન કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશ પટેલના લવારા , મહિલાઓને ખોટી સીટ મળે છે
વડોદરા : મારી નાખવાની ધમકી આપતા મકાન માલિકે ફિનાઇલ ગટગટાવ્યું
ન્યુઇરા સ્કૂલ, એસએનડીટી કોલેજ અકોટાનું ભાડું મહાનગરપાલિકા ક્યારે વસુલ કરશે?
મહારાષ્ટ્ર: વક્ફ એક્ટમાં PM મોદી કરશે સુધારો, વિધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહનો મોટો દાવો
વડોદરા : MSUમાં સ્કોલરશિપ સ્કીમનો લાભ મળતો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યામાં છેલ્લા 6 વર્ષથી સતત ઘટાડો
વડોદરા : VMCની રેલવે વિભાગને ખો,5 વર્ષ પહેલા શરૂ થયેલી બ્રિજની કામગીરી ખોરંભે ચડી
વાંક કોનો? મજૂરપિતા ટ્રકને રિવર્સ માટે સાઈડ બતાવી રહ્યા હતા, તે જ ટ્રક નીચે તેમનો પુત્ર કચડાઈ મર્યો
સુરત: (Surat) મહિલા સફાઇ કામદારોને તેમનું કામનું સ્થળ બદલવા તેમજ રજા પાસ કરાવવા માટે થઇ લાંચ માંગનારા એસએસઆઇ તેમજ બે સફાઇ કામદાર (Health Worker) રંગેહાથ પકડાયા હતા. એસએસઆઇ (સેનેટરી સબ ઇન્સ્પેક્ટર)ની કરપ્શનની ટેક્નિકથી એસીબી પોલીસ પણ ચોંકી ઊઠી હતી. એસએસઆઇએ લાંચના 10 હજાર મહિલાકર્મીને કહીને પોતાના ટેબલ નીચે મુકાવ્યા હતા. ત્યારબાદ એસએસઆઇ પોતાના કામમાં ચાલ્યો ગયો હતો. એસએસઆઇ દ્વારા તેના હાથ નીચે કામ કરતા અન્ય બે વ્યક્તિને આ નાણાં લેવા માટે જણાવ્યું હતું. આ કેસમાં એસીબીની સામે જ નીચલા સ્ટાફ દ્વારા આબાદ રીતે દસ હજાર રૂપિયા કાઢી લેવાયા હતા. એસીબી પોલીસ પણ આ ટેક્નિકથી દંગ થઇ ગઇ હતી. અલબત્ત, પોલીસે તમામ 3 આરોપીને ભેગા કરી રોકડ રકમ કબજે કરી આખું સ્કેમ પકડી પાડ્યું હતું. અડધા કલાક બાદ વોર્ડ ઓફિસમાં આવેલા એસએસઆઇને એસીબી પોલીસે રંગેહાથ પકડ્યો હતો, સાથે જ બે સફાઇ કામદારને પણ ભ્રષ્ટાચારના કેસમાં પકડી પાડ્યા હતા.
SSIની કરપ્શન કરવાની ટેક્નિકથી એસીબીના અધિકારીઓ પણ દંગ રહી ગયા
– કતારગામ વિસ્તારમાં રહેતી એક મહિલાને સફાઇના કામનું સ્થળ બદલવા તેમજ રજા પાસ કરાવવા માટે એસએસઆઇ દ્વારા પાંચથી 10 હજાર રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી.
– ભ્રષ્ટાચારી અધિકારીઓની સાન ઠેકાણે લાવવા માટે મહિલાએ તાપી એસીબી પોલીસને ફરિયાદ કરી હતી.
– મહિલા કતારગામના વોર્ડ નં.7માં ગઇ હતી. ત્યાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકી બેઠો હતો.
– ધીરેનકુમારે મહિલાને 10 હજાર રૂપિયા ટેબલ નીચે મૂકી દેવા માટે કહ્યું હતું.
– થોડીવાર બાદ એસએસઆઇએ મહિલાને ઇશારો કરી ચાલ્યા જવા જણાવ્યું હતું.
– મહિલાની પાછળ પાછળ એસએસઆઇ ધીરેનકુમાર પણ વોર્ડ ઓફિસ છોડી પોતાના કામમાં ચાલ્યો ગયો હતો.
– ત્યારબાદ આ નાણાં સિફ્તાઇથી અન્ય કામદાર દ્વારા કાઢી લેવામાં આવ્યાં હતાં.
– આ નાણાં કઢાયાં તેની ગંધ એસીબીને આવી પણ ન હતી. આ નાણાં ત્યારબાદ ત્રીજા કર્મચારીને આપી દેવાયાં હતાં.
– એસીબીએ ધીરેન આવતાં તેને ટ્રેપની વિગત આપતાં એસએસઆઇ ધીરેન ફફડી ગયો હતો.
– ધીરેનકુમારે એસીબીને કહ્યું કે, 10 હજાર રૂપિયા સફાઇ કર્મચારી લાલજીભાઇ છનાભાઇ જોગડિયા લઇ ગયા હતા.
– લાલજીભાઇની પૂછપરછ કરવામાં આવતાં તેને લાંચના 10 હજાર રૂપિયા અન્ય સફાઇ કર્મચારી દીપક અરજણભાઇ મકવાણાને આપી દીધા હતા.
કોરોનાની મહામારીમાં રજા પાસ કરાવવાનો પણ પાંચથી 10 હજારનો ભાવ
એસએસઆઇ અને સફાઇ કર્મચારીઓ એકબીજાના મેળાપીપણામાં અન્ય સફાઇ કર્મચારીઓને રજા પાસ કરાવવા તેમજ કામનું સ્થળ બદલવા માટે લાંચ માંગતા હોવાની ફરિયાદો ઊઠી હતી. કોરોનાની મહામારી દરમિયાન ક્યારેક મહિલાઓ રજા પાસ કરાવવા આવે ત્યારે તેમની પાસેથી પણ લાંચ માંગવામાં આવતી હતી. જો મહિલાઓ રૂપિયા આપવાની ના પાડે તો તેમને જ્યાં વધુ કામ હોય ત્યાં મૂકી દેવામાં આવતી હતી. આ બાબતને લઇને એક જાગૃત મહિલાએ એસીબીને ફરિયાદ કરતાં સમગ્ર ભ્રષ્ટાચારીઓનો કાળો ચહેરો બહાર આવ્યો હતો.