Dakshin Gujarat

અંકલેશ્વરનું આ અનોખું ‘કેટ હાઉસ’: 70 બિલાડીને જોવા લોકો ઉમટયા, સેલ્ફી માટે પડાપડી

અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં અવનવી બિલાડીઓનું (Cat) અનોખું ઘર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શોખ મોટી વસ્તુ છે, પણ ક્યારેક શોખ સમય જતાં પ્રેમ (Love) અને લાગણીમાં (Feeling) રૂપાંતરિત થઈ જાય છે. જે અંકલેશ્વરની મહિલાનો અવનવી બિલાડી પાળવાનો પ્રેમ આજે 70 જેટલી બિલાડી માટે અનોખું આશ્રયસ્થાન બની ગયો છે.

  • પશુપ્રેમી મહિને 10થી 15 હજારથી વધુનો ખર્ચ ખોરાક તેમજ ઉછેર માટે કરે છે
  • પશુઓને મુસ્લિમ મહિલા પોતાના ઘરના સભ્યની જેમ દેખરેખ કરે છે અને તેઓ માટે અલગ ઘર પણ બનાવ્યું

સાંપ્રત સમયમાં ભરૂચ જિલ્લામાં પશુ-પક્ષી પ્રત્યે સ્નેહભાવ રાખનાર લોકો પોતાનાં ઘરોમાં પાળતા થયાં છે અને તેના ઉછેર પાછળ મહિને વર્ષે દહાડે હજારો લાખોનો ખર્ચ પણ કરી રહ્યા છે. અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડમાં રહેતા અફરોઝબેન મિરઝા પશુઓ પ્રત્યે દયા ભાવના સાથે અપાર પ્રેમ ધરાવતા હોવાનું જોવા મળ્યું છે. અફરોઝબેન મિરઝા 10 વર્ષ પહેલા પોતાના ઘરે 3 બિલાડીને લાવ્યાં હતાં. સમયાંતરે તેમાંથી 60થી 70 બિલાડી થઇ અને સમય જતાં તેમાંથી કેટલીક મૃત્યુ પામી હતી અને હાલ 21થી 22 જેટલી બિલાડી બચી છે. પશુપ્રેમી મહિને 10થી 15 હજારથી વધુનો ખર્ચ ખોરાક તેમજ ઉછેર માટે કરે છે. પશુઓને મુસ્લિમ મહિલા પોતાના ઘરના સભ્યની જેમ દેખરેખ કરે છે અને તેઓ માટે અલગ ઘર પણ બનાવ્યું છે.
જે ઘર નજીકમાં આવેલી સબજેલની મુલાકાતે આવતા લોકો અને મહોલ્લાના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથે શહેરીજનો પોતાનાં બાળકો સાથે બિલાડીઓ જોવા માટે ભીડ જમાવતા હોય છે. નાનાં બાળકો સહિત મોટેરાઓ માટે બિલાડીઓનું અનોખું આશ્રયસ્થાન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. લોકો બિલાડીઓને જોવા, રમાડવા, તેની સાથે ફોટા-સેલ્ફી પડાવવા ઊમટી પડવા સાથે ખોરાક પણ ખવડાવી મજા માણે છે.

આજે આ બિલાડી તેઓના ઘરની સભ્ય બની ગઈ છે. તેઓ આ બિલાડીઓનો પોતાના ઘરના સભ્યની જેમ જ ખ્યાલ રાખે છે. તેઓ બિલાડીઓ માટે જોઈતી તમામ વસ્તુઓ તેઓને પૂર્ણ પાડે છે. આ ઉપરાંત તેઓને આ બિલાડીઓ માટે ખૂબ લાગણી છે. આ મહિલાને દરમહિને 10થી 15 હજાર જેટલો ખર્ચ થાય છે આ ઉપરાંત તેઓએ બિલાડીઓ માટે અલગથી ઘર બનાવ્યું છે કે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Most Popular

To Top